જલ્સા કરોને જેંતીલાલ

આ BFને પણ GFને મળવાની ભારે ઉતાવળ, મેટ્રોને પૂછ્યું- મારે ગર્લફ્રેન્ડને મળવું છે, મેટ્રો ચાલુ રહેશે કે બંધ?

દિલ્હીમાં કોરોનાને કારણે છેલ્લા એક મહિનાથી મેટ્રો સેવા બંધ રાખવામાં આવી હતી. દિલ્હીમાં મેટ્રોથી સફર કરતાં લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે કોરોનાની સ્થિતિ થોડી કાબૂમાં આવતાં નિયમો સાથે ફરી એકવાર મેટ્રો શરૂ થઈ ગઈ છે. આ સમયે એક વ્યક્તિએ ટ્વિટરના માધ્યમ દ્વારા દિલ્હી મેટ્રોને એક સવાલ પૂછ્યો જે જાણીને તમને નવાઈ લાગશે. આ કરતાં પણ રમુજી વાત એ છે કે દિલ્હી મેટ્રોએ તેનો જવાબ બોલિવૂડ સ્ટાઈલમાં આપ્યો છે અને જે હવે વાયરલ થઈ રહ્યો છે.

image source

આમ તો દિલ્હી મેટ્રો સેવા છેલ્લા એક મહિનાથી બંધ હતી. મળતી માહિતી આ દરમિયાન એક વ્યક્તિએ ટ્વિટર દ્વારા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને જ મેટ્રો વિશે માહિતી મેળવવા સીધાં ટ્વીટ દ્વારા પૂછી લીધું હતું. પરંતુ તેણે ટ્વીટ દ્વારા જે પૂછ્યું હતું તે જાણીને બધા ચોંકી ગયા હતા. તે યુવાને અધિકારીને ટ્વીટ કરીએ પૂછી લીધું હતું કે શું વીકએન્ડ પર મેટ્રો ચાલુ રહેશે કે નહીં ? તેણે આગળ આ વિશેનું કારણ પણ જણાવતાં કહ્યું કે કૃપા કરી મને આ વિશે માહિતી આપો મારે ગર્લફ્રેન્ડને મળવા જવું છે અને જો મળવા નહીં જવાય તો પાકું બ્રેકઅપ થઇ જશે.

આ માણસે અધિકારીને વિનતી કરતો હોય તેમ એ પણ કહી દીધું કે તેને તેના ટ્વિટનો જવાબ આપવામાં આવે કારણ કે તેને તેની ગર્લફ્રેન્ડને મળવા જવું છે અને જો તે નહીં જાય તો તે બ્રેકઅપ થઈ જશે. જાણવા મળ્યું છે કે આ વ્યક્તિએ પોતાની ટ્વિટમાં DMRCને ટેગ કર્યા અને જવાબ આપવા વિનંતી કરી. બીજી તરફ જ્યારે આ ટ્વિટ પર DMRCનું ધ્યાન ગયું ત્યારે તેણે વ્યક્તિને મેટ્રો વિશે માત્ર માહિતી આપી હતી અને એટલું જ નહીં પણ બોલિવૂડની શૈલીમાં જવાબ પણ આપ્યો.

તે અધિકારીએ પણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મની શૈલીમાં DMRCએ અભિનેતા અમરીશ પુરીની GIFનો ઉપયોગ કરતા કહ્યું મેટ્રો ચાલુ જ છે મારા મિત્ર, જા જીવી લે તારી જિંદગી. હાલમાં દિલ્હી મેટ્રોનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. લોકો આ અંગે રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો આ યુવાનનાં ટ્વીટ ખુબ હસી રહ્યાં છે. બીજી તરફ મેટ્રો અધિકારીની આ રીતે જવાબ આપવાની અલગ સ્ટાઈલ સામે આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version