મેથીયો મસાલો – હવે કેરી અને ગુંદા આવશે એટલે અથાણું નાખવાના કે નહિ? તો બહારથી તૈયાર મસાલો લાવવાની જરૂરત નથી…

ઉનાળો આવતા જ આપણા ગુજરાતીઓ ને કેટલા કામ શરૂ થઈ જાય. પાપડ , વડી , મસાલા , અથાણાં વગેરે વગેરે… હું અથાણાં ની બહુ જ શોખીન છું , તમને પણ અથાણાં ભાવે ને ?? કોઈ પણ વાનગી હોય , સાથે અથાણું પીરસાય એટલે વાનગી ને જાણે ચાર ચાંદ લાગી જાય. ખાટાં અથાણાં માં મૂળ સ્વાદ છે એના મસાલા નો .. તો ચાલો આજે બનાવીએ મેથીયો મસાલો . આ મસાલા ના ઘણા ઉપયોગ છે. આખા વર્ષ ના અથાણાં માં વાપરો કે તાજા અથાણાં માં કે ખાખરા સાથે ખાઓ… ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી..

સામગ્રી ::

• 200 gm રાય ના કુરિયા

• 100 gm મેથી ના કુરિયા

• 1/2 વાડકો મીઠું

• 1 વાડકો કાશ્મીરી લાલ મરચું

• 1 મોટી ચમચી હિંગ

• 1 ચમચી હળદર

• 1/2 વાડકો તેલ

રીત ::

સૌ પ્રથમ રાઈ અને મેથી બંને કુરિયા ને સાફ કરી લો. ઘણી વાર બજાર માંથી લેતા આ કુરિયા માં નાની નાની કાંકરી હોય છે. તો એક વાર સાફ જરૂર કરવા.. બંને કુરિયા ને મિક્સર માં લઇ Pulse રીત થી સહેજ વાટી લો . યાદ રહે ખાલી જરાક વટવાના છે , ભૂકો નથી કરવાનો. આમ કરવા નું કારણ મોઢા માં ચાવવા માં આ કુરિયા ના આવે અને મસાલો એકસરખો દળદાર બને.. હવે એક બાઉલ કે થાળી માં આ બંને કુરિયા લો.બનાવાની શરૂઆત કરતા પહેલા બધી જ સામગ્રી તૈયાર કરી લો. એક નાની કડાય માં મીઠું સહેજ ગરમ કરી લેવું. આમ કરવાથી મીઠા માનો ભેજ નીકળી જશે અને મસાલો વધારે ટેસ્ટી બનશે… એક તપેલી માં તેલ ગરમ કરો.. તેલ એકદમ ગરમ થવું જોઈએ.. અહીં આપ તલ નું કે શીંગ નું કે રાઈ નું તેલ વાપરી શકો. હવે આ ગરમ તેલ કુરિયા પર રેડો અને તરત એને ઢાંકી દો. આમ કરવા થી ગરમ તેલ ની ગરમાઈ થી કુરિયા થોડા શેકાશે.. સહેજ ઠંડુ પડે એટલે એમાં મીઠું , હિંગ, હળદર અને મરચું ઉમેરો.. ખૂબ ગરમ તેલ માં મરચું ઉમેરશો તો મરચું બળી જવાનો ડર રહેશે. સરસ મિક્સ કરો. એકદમ ઠરે એટલે બોટલ માં ભરો અનેં જરૂર મુજબ વાપરો. આ મસાલો વર્ષો સુધી ના બગડે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.