જલ્સા કરોને જેંતીલાલ

સ્વાદિષ્ટ અને પોચા મેથીના ઢેબરાં – પ્રવાસમાં લાંબો સમય સુધી તાજા રહે એવા ઢેબરાં

આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને પોચા મેથીના ઢેબરા. ઢેબરા તો આપણા બધા ગુજરાતી ઓ ના ઘર માં શિયાળામાં બનતા જ હોય છે. આ ઢેબરા લાંબો સમય સુધી તાજા જ રહે તેની રેસિપી જોઈશું. અને ખૂબ સરળ રીતે બને છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે.

સામગ્રી

રીત-

1- સૌથી પહેલા આ બધી વસ્તુને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આપણે અડધો કપ દહીં પણ ઉમેરી દઈશું. અને ક્રશ કરી લઈશું. હવે સરસ પેસ્ટ બની ગઈ છે.

2- હવે તેને સાઈડ માં મૂકી દઈશું. ચાર કપ મેથી ધોઈને સમારી ને લીધી છે. હવે લોટ બાંધી લઈશું.બે કપ બાજરીનો લોટ લઈશું. હવે તેની અંદર એક કપ ઘઉંનો લોટ લઈશું. અને તેમાં મીઠું સ્વાદ મુજબ નાખીશું.

3- હવે ૩ ચમચી તલ ઉમેરીશું. એક ચમચી અજમો એડ કરીશું. હવે એક ચમચી લાલ મરચું એડ કરીશું. હવે હળદર તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. હવે મેથી એડ કરીશું. હવે તેને હાથ થી મસળી લઈશું. હવે ત્રણ ચમચી તેલ એડ કરીશું.હવે તેને પણ મિક્સ કરી લઈશું.

4- હવે તેની અંદર થોડી કસ્તુરી મેથી એડ કરીશું. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું. તેનાથી જ લોટ બાંધવા નો છે. હવે જેટલો લોટ કોરો રહી ગયો છે તેમાં જરૂર પ્રમાણે દહીં એડ કરીને બાંધી લઈશું. અહીંયા આપણે પાણીનો ઉપયોગ કર્યો જ નથી.

5- આમ કરવાથી આપણા ઢેબરા લાંબો સમય સુધી તાજા રહે છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેને વણી લઈશું.હવે તેલ વારો હાથ કરી ને મસળી લઈશું. હવે ઢેબરા બનાવી લઈશું.

6- સૌથી પહેલા એક સરખા લુવા બનાવી દઈશું. હવે ઢેબરા વણવા માટે કોરો લોટ લઈને વણી શકો છો. અને બીજી રીતે પ્લાસ્ટિકની કોથળી લઈને પણ વણી શકો છો. હવે ઢેબરાને કાઢીને શેકી લઈશું.

7- હવે એક પેન લઈશું. અને તેની પર થોડું તેલ લગાવી દઈશું. તવી ગરમ થાય એટલે તેમાં ઢેબરુ મુકીશું. અને શેકી લઈશું.એક બાજુ શેકાય જાય એટલે બીજી બાજુ ફેરવી લઈશું. હવે બંને બાજુ તેલ લગાવીને એક સરખુ સરસ રીતે શેકી લેવાનું છે.

8- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા ઢેબરા તૈયાર થઈ ગયા છે. તેવી જ રીતે બધા ઢેબરા બનાવી લઈશું. હવે તેને ગરમાગરમ સર્વે કરીશુ માખણ સાથે, ચટણી સાથે કે કેચપ સાથે આ ખૂબ જ હેલ્ધી બને છે. અને ચા સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે. તો તમે ચોક્કસથી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version