મેથીનુ પાણી પીવાથી વજન ઉતરી જાય છે સડસડાટ, આ રીતે બનાવો તમે પણ ઘરે

વજન ઘટાડવામાં છે મેથીનું પાણી અકસીર

image source

મેથીના દાણા માનવ શરીરને અનેક રીતે લાભપ્રદ છે.

તે તમારા લોહીની શર્કરાના સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે તો વળી તમને જે ભૂખ નહી લાગવાની કે પછી સતત બ્લોટીંગની ફિલિંગ કે પછી કબજીયાતની ફિલિંગ રહ્યા કરે છે તેને પણ દૂર કરે છે. અને તમારા સાંધાના દુઃખાવાની સમસ્યા પણ તે દૂર કરે છે.

તેમ છતાં ઘણા બધા લોકો એ નથી જાણતા કે મેથીના દાણા તમારા વજન ઘટાડા માટે પણ તમને અસરકારક રીતે મદદ કરી શકે છે.

image source

મેથીના દાણામાં શરીર માટે જરૂરી વિટામિન્સ જેમ કે વિટામીન એ, વિટામીન ડી, આયર્ન, સોલ્યુબલ ઇનસોલ્યુબલ ફાઈબર્સ વિગેરે પોષકતત્ત્વોથી ભરેલા છે.

પણ જો તેને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તેનું સેવન કરવામાં આવે તો તમારા વજનને પણ સારી રીતે ઘટાડી શકે છે.

વજન ઘટાડવા માટે મેથીના દાણાનો ઉપયોગ કેવી રીતે કરવો ?

image source

મેથીના દાણાને તમે વિવિધ રીતે લઈ શકો છો. જો તમને કડવા સ્વાદથી કોઈ જ વાંધો ન હોય તો તમે દિવસમાં બેવાર 1-1 નાની ચમચી મેથી ચાવી જઈ શકો છો.

આ ઉપરાંત તમે રાત્રી દરમિયાન બે ગ્લાસ પાણીમાં બે ટી સ્પુન મેથીના દાણા પલાળી રાખો.

બીજા દિવસે સવારે તમારે તે પાણી પી જવું. આમ કરવાથી તમારું પેટ આખા દિવસ દરમિયાન તમને ભરેલું લાગશે તેમ છતાં તમને કોઈ પાચનની સમસ્યા નહીં રહે અને તેમાં અઢળક પોષણ પણ મળશે.

image source

રોજિંદા ખોરાકમાં આ રીતે મેથીના દાણાનો ઉપયોગ કરી વજન ઘટાડો

– તેના માટે તમારે એક વાટકી મેથીના દાણા લેવા તેને એક પેન કે તવા પર શેકી લેવા.

– હવે આ શેકાઈ ગયેલા દાણાને રૂમ ટેમ્પ્રેચર પર આવવા દેવા ત્યાર બાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેનો પાઉડર બનાવી લેવો.

image source

– હવે આ તૈયાર થઈ ગયેલા પાઉડરને તમારે રોજ સવારે નરણા કોઠે એક ગ્લાસ હુંફાળા પાણીમાં ઉમેરીને પી જવું.

– આ સિવાય આ જ પાઉડરનો ઉપયોગ તમે તમારા શાક, દાળ અને રોટલીના લોટમાં પણ કરી શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને અઢળક લાભ મળશે.

મેથીના દાણા તમને કેવી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે

image source

મેથીના દાણામાં પુષ્કળ પ્રમાણમાં રેશા હોય છે, તેનાથી તમારી ભુખ ઘટે છે અને તેનું સેવન કરવાથી તમારું પેટ વધારે લાંબો સમય ભરેલું રહે છે, તેમાં મળી આવતું ગેલેક્ટેમેનન ફાઈબર એક વોટર સોલ્યુબલ ફાયબર છે જે તે પેટમાં સંતોષની લાગણી જન્માવે છે કારણ કે તેના આ રેશા પેટમાં જઈને પાણી શોશીને મોટા થાય છે જેના કારણે પેટ ભરેલું લાગે છે.

image source

તેના કારણે તમને ભુખ નથી લાગતી તમે જરૂર કરતાં વધારે ખાઈ નથી શકતાં.

મેથીના દાણાનો પ્રયોગ કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

બની શકે કે તમને કડવું ખાવામાં કોઈ જ સમસ્યા ન નડે પણ તેનો અર્થ એ નથી કે તમે તમારું વજન ઘટાડવા માટે મેથીના દાણા પર ટૂટી જ પડો.

image source

મેથીના દાણાનું પ્રમાણ તમારે મર્યાદિત જ રાખવાનું છે. ખાસ કરીને ગર્ભવતિ મહિલાઓ તેમજ બાળકને ફીડીંગ કરાવતી મહિલાઓ માટે આ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ