જૂની રીત ને સ્વાદ નવો છે ‘મેથી મુઠીયા ઈન અપ્પે’માં, બોલો ક્યારે બનાવશો

મેથી મુઠીયા ઈન અપ્પે

સામગ્રી:

1 કપ સમારેલી મેથી,
2 tbsp રવો,
1 કપ ચણાનો લોટ,
2 tbsp દહીં,
મીઠું,
1/2 tsp ધાણાજીરું,
1/4 tsp હળદર,
1/2 tsp લાલ મરચું,
પાણી,
ચપટી ઈનો/ સોડા,

વઘાર:

1 tsp તલ,
1 tsp રાય,
1/2 tsp જીરું,
તેલ,

રીત

એક બાઉલમાં વઘાર સિવાયની બધી સામગ્રી લઇ, પાણી હળવે હળવે ઉમેરી સ્મૂથ બેટર બનાવું. અપ્પમપાત્ર ગરમ કરવા મૂકવું અને ત્યારે બેટરમાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

અપ્પમ પાત્રના બધા ખાડામાં તેલ લઇ રાય તલ જીરું નો વઘાર કરી બનાવેલ મિક્સર લેવું. કવર કરી એક મિનિટ કુક કરવું. પછી પલટાવી એક મિનિટ કુક કરવું.

બને બાજુ બ્રાઉન થઇ જાય એટલે કાઢી લેવા. સોસ કે ચા જોડે સર્વ કરવા.
તો તૈયાર છે લેશ ઓઇલ મેથી મુઠીયા ઈન અપ્પે.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી