ફેમસ પંજાબી સબ્જી “મેથી મટર મલાઈ “આ સબ્જી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.

“મેથી મટર મલાઈ “

આજે આપણે બનાવીશું એક ફેમસ પંજાબી સબ્જી “મેથી મટર મલાઈ “આ સબ્જી ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને આજે હું તમને એને રેસ્ટોરન્ટ જેવી ઘરે કેવી રીતે બનાવવી તે બતાવવાની છું
તો ચાલો એની રીત જોઈ લઈએ

સામગ્રી : 

1) ૪ મીડીયમ – ટામેટા (૨ ડુંગળી જો એડ કરવી હોય તો )
2) ૮-૧૦ – કાજુ
3) સમારેલી કોથમીર
4) પોણો કપ – તાજા વટાણા
5) ૨૫૦ ગ્રામ – મેથી ની ભાજી
6) ૧/૨ મોટી ચમચી – ધાણાજીરું
7) ૧ મોટી ચમચી – લાલ મરચું
8) ૧ નાની ચમચી – હળદર
9) ૧ નાની ચમચી – પંજાબી મસાલો
10) મીઠું સ્વાદ પ્રમાણે
11) ૩ ચમચી – મલાઈ
12) ૧/૨ ચમચી – દહીં
13) ૧/૪ કપ – પાણી
14) ૧ નાની ચમચી – ખાંડ
15) ૧ -૧/૨ મોટી ચમચી – તેલ
16) ૧ ચમચી – ઘી
17) ૧/૪ ચમચી – હિંગ
18) ૧ ચમચી – વાટેલા મરચા
19) ૧ ચમચી – લસણ (જો એડ કરવું હોય તો )

રીત : 

1) સૌથી પહેલા ટામેટા ,કોથમીર અને કાજુને ક્રશ કરી લો (ડુંગળી નાખવી હોય તો આમાં જ એડ કરો


2) વટાણા અને મેથી ને ઉકળતા પાણી ૮-૧૦ મિનીટ બાફી લો


3) કડાઈ માં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ,હિંગ,હળદર અને મરચા એડ કરો (લસણ એડ કરવું હોય તો અત્યારે કરવું )

4) હવે એમાં ક્રશ કરેલા કોથમીર – ટામેટાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી મસાલા કરો

5) ૨-૩ મિનીટ પછી ગ્રેવીમાં તેલ ઉપર આવે એટલે મલાઈ અને દહીં મિક્ષ કરી ઉમેરો

6) મિક્ષ થઈ જાય એ પછી તેમાં બાફેલા વટાણા અને મેથી ઉમેરો

7) પાણી એડ કરી સબ્જી ને ચડવા દો

8) સમારેલી કોથમીર એડ કરો

9) ખાંડ એડ કરો (ઓછી વધતી કરી શકાય)

10) સબ્જીમાં આ રીતે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી દો


11) ગરમા ગરમ સબ્જીને નાન કે પરાઠા સાથે સર્વ કરો

નોંધ – અત્યારે મેં ફ્રેશ વટાણા લીધા છે પણ ફ્રોજન લેવા હોય તો પણ લઈ શકાય ,આટલી સબ્જી ને બનતા આશરે ૨૦ મિનીટ જેવું લાગશે

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી