સ્પાઇસી મેથી મટર મલાઇ – સ્વીટની સાથે સાથે સ્પાઇસી ટેસ્ટને માણો આ પંજાબી સબ્જીમાં

સ્પાઇસી મેથી મટર મલાઇ

પંજાબી ફૂડ એટલે બધાના મગજમાં એક જ વિચાર અાવે કે એકદમ સ્પાઇસી ફૂડ પણ એવુ નથી પંજાબી સબ્જીમાં સ્વીટ અને સ્પાઇસી બે ટાઇપ હોય છે પણ આજ હું તમને જે રેસીપી સીખડાવીસ તે તમને થોડો સ્વીટ ટેસ્ટ આપસે અને સાથે સાથે સ્પાઇસી ટેસ્ટની કિક.
તો ચાલો બનાવીએ

સામગ્રી:

• ૧ વાટકો મેથી બીટેલી,
• ૧ વાટકો વટાણાના દાણા,
• ૨ ડુંગરી,
• ૧ કપ વાઇટ સોસ,
• ૨ ચમચી કાજુનો ભુક્કો,
• ચપટી કસુરી મેથી,
• ૧ ચમચી મરચું,
• અડધી ચમચી ગરમ મસાલો,
• ૧ ચમચી ખાંડ,
• મીઠું સ્વાદઅનુસાર,
• ૨ ચમચી ફ્રેશ મલાઇ,
• ૨ ટુકડા તજ,
• તેલ વઘાર માટે.

વાઇટ સોસ બનાવાની રીત:

સામગ્રી:

• ૨ ચમચી બટર,
• ૧ ચમચી મેંદો,
• ૧ કપ દૂધ,
• પા ચમચી ખાંડ,
• મીઠું સ્વાદઅનુસાર,
• ચપટી મરી પાઉડર,

રીત:

એક પેનમાં બટર ગરમ કરીને મેંદો શેકી લેવો. મેંદો લાઇટ બ્રાઉન થાય એટલે તેમા ધીમે ધીમે દૂધ નાખીને ખાંડ,મીઠું ‍અને મરી પાઉડર એડ કરીને સરખુ મિક્ષ કરી લેવુ.

રીત:
૧ કુકરમાં મેથી અને વટાણાને બે ગ્લાસ પાણી અને થોડુંક મીઠું અને એક ચમચી ખાંડ નાખીને બે સીટી કરીને બાફી લેવા.તમને એમ થાસે કે ખાંડ કેમ? બાફવા ટાઇમે ખાંડ નાખવાથી મેથીની કડવાહટ નીકળી જાસે.

૨ મેથી અને વટાણા બફાઇ જાય એટલે ચારણીમાં કાઢીને એકદમ કોરા કરી લેવા.

૩ કુકરમાં સુધારેલી ડુંગરી નાખીને એક સીટી કરીને બાફી લેવી.

૪ બાફેલી ડુંગરીની ગ્રેવી કરી લેવી.

૫ વ‍ાઇટ સોસ,કાજુનો ભુક્કો અને કસુરી મેથી સાથે મિક્ષ કરી લેવા.

૬ એક કડાઇમાં ૨ ચમચા તેલ ગરમ કરીને તેમા તજનો વઘાર કરીને તેમા ડુંગરીની ગ્રેવી એડ કરવી.

 

 

૭ ગ્રેવી ઉકળે એટલે તેમા મરચું અને ગરમ મસાલો એડ કરવા.

૮ મસાલા સરખા મિક્ષ કરીને તેમા બાફેલા મેથી અને વટાણા એડ કરવા.

૯ બધુ સરખુ મિક્ષ કરીને તેમા વાઇટ સોસ વાળુ મિશ્રણ એડ કરવુ.

 

તૈયાર છે સ્પાઇસી મેથી મટર મસાલા ઊપરથી મલાઇથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ રોટલી,પરોઠા અથવા નાન સાથે સર્વ કરો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી