જલ્સા કરોને જેંતીલાલ

મેટાલિક ગાઊનમાં જ્હાનવી કપૂરનો આ ડેશિંગ અંદાજ તમે જોયો કે નહીં?

પોતાની પહેલી ફિલ્મ “ધડક”થી પોતાની અલગ ઓળખ ઉભી કરનાર શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જ્હાનવી કપૂર અવારનવાર પોતાના અલગ અલગ લુકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

image source

તેના અનેક ફેન્સ તેના લુકના વખાણ કરતા હોય છે. હાલમાં જ તેણે એક ન્યુ લૂકનું ફોટોશૂટ કરાવ્યું છે અને તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ગોલ્ડ મેટાલિક ગાઉનમાં તે ખરેખર ખુબ સુંદર લાગી રહી છે.

તમે પણ અહીંયા જોઈ શકો છો કે આ કલર અને પેટર્ન તેની પર સુંદર લાગી રહ્યા છે. તેના આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા જ ઘણા વાઇરલ થઇ ગયા હતા તેના ફેન્સને જ્હાનવી કપૂરનો આ લુક ખુબ પસંદ આવ્યો છે.

સ્ટાઈલિશ મેટાલિક ગાઉન

મેટાલિક કલરના ડીપ નેક ગાઉનમાં જ્હાનવી કપૂરને તમે આની પહેલા ક્યારેય નહિ જોઈ હોય. તેની અલગ અલગ સ્ટાઇલ જોઈને તમે પણ તેના ચાહક થઇ જશો. જ્હાનવી કપૂરનો આ લુક એ એલે બ્યુટી એવોર્ડ દરમિયાનનો છે. એ પ્રસંગ દરમિયાનનો પણ તેનો ફોટો ઘણો વાઇરલ થયો છે.

જ્હાનવી કપૂરે આ અવસર પર મારિયા લૂસિયા હોહન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું, તેના શેડ્સ મેટાલિક હતા. આ ડ્રેસમાં ડીપ નેકની સાથે ડીપ સાઈડ કટ્સ પણ રાખવામાં આવ્યો હતો. આ સ્ટાઇલ અને પેટર્નમાં જ્હાનવી કપૂર વધુ સુંદર દેખાઈ રહી છે.

આ લુકમાં તેણે ન્યૂડ મેકઅપ જે કરવામાં આવ્યો છે જે જ્હાનવી કપૂરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સાથે જ્હાનવી કપૂરના વાળને કર્લી રાખવામાં આવ્યા હતા.

image source

તમે શરૂઆતથી લઈને અત્યારસુધી ધ્યાન આપ્યું હશે તો તમને ખ્યાલ આવશે કે જ્હાનવી કપૂરના લુકમાં દિવસેને ઘણો બધો ચેન્જ આવ્યો છે. તેના આ લુકને સામાન્ય વ્યક્તિઓ તો પસંદ કરી રહ્યા છે પણ સાથે સાથે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ તેના ખુબ વખાણ કર્યા હતા.

image source

જ્હાનવી કપૂરના આ ફોટોને 6 લાખથી પણ વધુ લાઈક મળી છે. તમને જણાવી દઈએ કે સ્પેશિયલ રેડ કાર્પેટ માટે જ તેણે આ લુક રાખ્યો હતો. અનેક લોકોના દિલમાં રાજ કરનાર જ્હાનવી કપૂરએ આજે બોલીવુડની અનેક અભિનેત્રીઓને ટક્કર આપે છે.

જ્હાનવી કપૂરનું વર્ક ફ્રન્ટ

image source

જ્હાનવી કપૂર એ એક પછી એક અનેક ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. બહુ જલ્દી જ તે ગુંજન સકસેનાની બાયોપિક ફિલ્મ ધ કારગિલ ગર્લમાં દેખાશે. આ ફિલ્મમાં તે એક ફાઈટર પ્લેનની પાઇલોટનો કિરદાર નિભાવી રહી છે. ફિલ્મમાં તેના પિતાનો રોલ પંકજ ત્રિપાઠી કરશે. હમણાં થોડા સમય પહેલા જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આના સિવાય જ્હાનવી કપૂર તખ્ત, રૂહ આફઝા અને દોસ્તના 2 જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. ફિલ્મ રૂહ આફઝાની શૂટિંગ થોડા દિવસ પહેલા જ પુરી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જ્હાનવી કપૂર સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે। આ એક હોરર અને કોમેડી ફિલ્મ હશે તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મમાં જ્હાનવી કપૂર ડબલ રોલમાં દેખાશે.

image source

આ ફિલ્મ માટે જ્હાનવી કપૂરને ઘણી મહેનત કરવી પડી હતી. આ ફિલ્મના પોતાના કિરદારને લીધે તેણે ક્યારેક વજન ઘટાડવું પડતું તો ક્યારેક વજન વધારવું પડતું હતું. જ્હાનવી કપૂર પહેલા આ ફિલ્મ માટે લગભગ 6 કિલો જેટલું વજન વધાર્યું હતું અને હવે તેને આગળના ભાગનું શૂટિંગ કરવા માટે તેને 10 કિલો જેટલું વજન ઘટાડવું પડશે.

image source

હવે જોવું રહ્યું કે માતા શ્રીદેવીની જેમ દીકરી જ્હાનવી કપૂર બોલીવુડમાં કેટલી સફળ થાય છે.

image source

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version