મેટાબોલિઝમ વધી જાય છે આ રીતે, જાણી લો જલદી તમે પણ

આપના શરીરના બેસલ મેટાબોલિક રેટ એટલે કે બીએમઆર બુનિયાદી કાર્યોને બનાવી રાખવા માટે મદદ કરે છે. આ એક દર છે, જે શરીરની મેટાબોલિઝમ ક્રિયાને નિર્ધારણ કરે છે અને બતાવે છે કે મનુષ્યના શરીરને કેટલી ઉર્જાની જરૂરિયાત છે. માનવ શરીરના દિવસના કાર્યો, ભોજન પચાવવું, રક્ત પરિસંચરણ, શ્વાસ અને હોર્મોનલ સંતુલન વગેરે કાર્યો માટે યોગ્ય પ્રમાણમાં ઉર્જાની જરૂર હોય છે, જે તેણે ભોજનથી મળે છે. અમે આપના શરીરની બનાવટના હિસાબથી ઉર્જાની જરૂરિયાત હોય છે અને આ ઉર્જા મેટાબોલિઝમ ક્રિયાથી જ પ્રાપ્ત થાય છે.

image source

જેટલો તેજ આપનો મેટાબોલિઝમ દર રહેશે, એટલું જ વધારે આપ ઊર્જાવાન અને સક્રિય રહેશો. જો આપની મેટાબોલિઝમ દર ધીમી છે તો આપને થકાવટ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, માંસપેશીઓમાં નબળાઈ, શુષ્ક ત્વચા, વજન વધવું, સાંધામાં સોજો, ભારે માસિકધર્મ, ઉદાસીનતા અને હ્રદયના ધબકારા ઘટી જવા જેવી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે અમે આપને ખવાપીવા એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું, જેની મદદથી આપ આપનું મેટાબોલિઝમ વધારી શકો છો.

પાણી:

image source

પાણી પીવાથી ખરેખરમાં વજન ઘટાડવામાં મદદ મળે છે. પાણી પીધા પછી ચયાપચય દરમાં ૩૦% સુધીની વૃધ્ધિ થાય છે. જો કે પાણીમાં કુદરતી રીતથી સોડિયમ અને અન્ય વિષાક્ત પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે.

મરચું:

image source

તીખા અને મસાલાદાર ખાદ્ય પદાર્થોમાં કેટલાક પ્રાકૃતિક રસાયણ હોય છે, જે મેટાબોલિઝમના સ્તરને વધારો કરી શકે છે. ભોજનમાં એક ચમચી કાપેલા લાલ કે લીલા મરચાં મેટાબોલિઝમ વધારી શકે છે. આમ પણ આપને જણાવીએ કે ખૂબ વધારે તીખું ખાવાનું પણ સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, એટલા માટે જરૂરી છે કે મરચાંનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

કોફી:

image source

જો આપ કોફી પીવાના શોખીન છો તો આ આપના માટે ફાયદામંદ સાબિત થઈ શકે છે, પણ એક શરત છે કે તે કોફી ખાંડ અને દૂધ વગરની હોય. કોફીથી ઉર્જા અને એકાગ્રતાનો આભાસ થાય છે. કોફી પીવાથી આપના મેટાબોલિક રેટમાં કેટલાક સમય માટે વૃધ્ધિ થઈ શકે છે. કેફીન આપની થકાવટ અને સ્ટેમિનાને વધારવામાં મદદ કરે છે.

દાળ:

image source

દાળ ભારતીય ભોજનનું મહત્વપૂર્ણ ભાગ છે અને તેના અલગ અલગ સ્વાસ્થ્ય લાભ થાય છે. આ આયર્નનો સારો સ્ત્રોત છે અને દાળની ઉણપ ચયાપચયની ક્રિયાને ધીમી કરી શકે છે. આપે આપના આહારમાં નિયમિત રીતથી દાળને સામેલ કરો. જેથી ચયાપચય દરને બનાવી રાખવામાં અને ફેટને પ્રભાવી રીતથી ઓછું કરવામાં મદદ મળે છે. અંકુરિત દાળને આપ સલાડના રૂપમાં પણ લઈ શકો છો.

ગ્રીન ટી:

image source

જ્યારે મેટાબોલિઝમ બુસ્ટ કરવાની વાત કરી રહ્યા છીએ તો ગ્રીન ટી ખવાપીવાની કેટલીક સારી વસ્તુઓમાંની એક વસ્તુ છે. ગ્રીન ટી એંટીઓક્સિડન્ટ અને પોલિફેનોલ્સથી ભરેલી હોય છે. આપના શરીરની ચયાપચય ક્રિયામાં સુધાર લાવવા માટે ગ્રીન ટી મદદગાર થાય છે. ગ્રીન ટીમાં થર્મોજેનિક ગુણ હોય છે, જે ઓક્સિકરણના વધારામાં મદદ કરે છે. રોજની બે થી ત્રણ કપ ગ્રીન ટી પીવી શરીરની ચયાપચય ક્રિયામાં સુધાર લાવે છે.

બ્રોકલી:

image source

બ્રોકલી ખાવાથી ના ફક્ત સ્વાસ્થ્ય અને પોષણ મળે છે, ઉપરાંત એમાં લો કેલરી હોવાના કારણે વજન પણ ઓછું થાય છે. બ્રોકલીમાં રહેલ ફાઇટોન્યૂટરીએન્ટ એન્ઝાઈમને ઉતેજીત કરીને ચરબીની કોશિકાઓમાં ચરબી બળવા માટે ઉત્તેજિત કરે છે. હવે જ્યારે પણ આપ શાકભાજી ખરીદવા જાવ તો બ્રોકલી નજરઅંદાજ ના કરતાં. આપ બ્રોકલીનું સેવન શાક કે સલાડની રીતે કરી શકો છો.

લસણ:

image source

લસણ એક ખાસ ખાદ્ય પદાર્થ છે, જે ચયાપચયની ક્રિયાને વધારે છે અને વજન ઓછું કરવામાં મદદગાર થાય છે. આ શરીરની ફેટ ઉત્પન્ન કરવાની ક્ષમતાને ધીમી કરી ડે છે અને આખો દિવસ કરવામાં આવતી ગતિવિધિઓમાં બર્ન થતી કેલરીની સંખ્યા વધારી દે છે.

ડબલ ટોન્ડ દૂધ:

image source

દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે, પરંતુ જો આપ વજન ઘટાડવા ઈચ્છો કે તેને વધવાથી રોકવા ઈચ્છો છો તો હમેશા ડબલ ટોન્ડ દૂધનો ઉપયોગ કરો, કેમકે આ લગભગ ફેટ ફ્રી હોય છે. જો ડબલ્ ટોન્ડ દૂધ ના મળે તો તેને ઉકાળીને ફ્રીજમાં રાખી દો. ઠંડુ થાય ત્યારે તેની ઉપર મલાઈની પરત જામી જાય છે, જેને અલગ કરીને દૂધનો ઉપયોગ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ