મેટ ગાલા ઈવેન્ટમાં ફરીથી જોવા મળ્યો દીપિકા-પ્રિયંકાનો જલવો, બંનેનો આવો અંદાઝ ક્યારેય નહિ જોયો હોય…

આજકાલ પ્રિયંકા ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી કરતા હોલિવૂડમાં પોતાના અભિનયને કારણે લોકપ્રિય થઈ ગઈ છે. પ્રિયંકા પોતાની અમેરિકન ડ્રામા સીરીઝ ક્વોટિંકો માટે ચર્ચામાં છે. કેટલાંક દિવસોથી પ્રિયંકા આસામાં પોતાના બીહુ ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી.

હવે પ્રિયંકા મેટ ગાલા 2018માં રેટ કારપેટ એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, મેટ ગાલાના રેટ કારપેટ પર પ્રિયંકા ચોપરાએ રેડ વાઈન રેડ કલરની સ્ટ્રેપલેસ રલ્ફ લોરેન ગાઉન પહેર્યુ હતું. પ્રિયંકાએ આ ગાઉનની સાથે એક હેડ હેડ ડ્રેસ પણ પહેર્યો હતો જે ગોલ્ડન કલરની ચેનથી બનાવામાં આવ્યો હતો.

હેડ ડ્રેસ પહેર્યા પછી પ્રિયંકાનો ચહેરો જ દેખાય રહ્યો હતો. આ ડ્રેસ સિવાય પ્રિંયકાએ મરૂન કલરની ડાર્ક લિપસ્ટીક લગાવી હતી અને બહુ મેકઅપ કર્યો હતો.

જો કે, સોમવારે મેટ ગાલા 2018માં દીપિકાએ પોતાના ડ્રેસ અને સ્ટાઈલથી ગત વર્ષની જેમ ફેન્સના દિલ જીતી લીધા હતા. દીપિકા પાદુકોણ મેટ ગાલામાં રેડ કલરના હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. એક સાઈડથી ઓફ શોલ્ડરની સાથે તેમણું ગાઉન એક ડ્રામેટિક અંદાજમાં ડિઝાઈન કરવામાં આવ્યું હતું. દીપિકાના આ ગાઉનને પ્રબલ ગુરુએ ડિઝાઈન કર્યો છે. તો બીજી તરફ તેણી હેર સ્ટાઈલ હેરી જોશએ કરી હતી.

ગત વર્ષે તેણે પોતાની ડ્રેસના કારણે ભારે ટિકાનો સામનો કરવો પડયો હતો, તેમજ આ વખતે દીપિકા ગાલા થીમમાં એકદમ પરફેક્ટ દેખાતી હતી. દીપિકાએ પોતાના આઉટફિટને એકદમ સરળતાથી અને સુંદર રીતે હેન્ડલ કર્યો હતો. તેમત જે જલ્દી ગાલાની જર્ની પૂરી કર્યા પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. દીપિકા અને પ્રિયંકા ચોપરા બીજી વખત આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. ગયા વર્ષે પણ આ બંને અભિનેત્રીએ ઈવેન્ટમાં સામેલ હતી.

મેટ ગાલા આફટર પાર્ટી-

જો કે, તમને જણાવી દઈએ કે, બોલિવૂડ થી હોલિવૂડ પહોંચી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને દીપિક પાદુકોણ બંને અભિનેત્રી કાલે ન્યૂયોર્કમાં આયોજીત કરવામાં આવેલ મેટ ગાલાની આફ્ટર પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં હોલિવૂડમા મોટા મોટા સ્ટાર આવે છે.

‪Femme Fatale! ??? #MetGala ‬

A post shared by Team Priyanka Chopra (@team_pc_) on

આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ પોતાના લુકથી લોકોના હોંશ ઉડાવી દીધા હતા. આ બને અભિનેત્રી પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામા રહે છે. પ્રિયંકા હમેશા પોતાના ડ્રેસને લઈને ચર્ચામાં રહે છે.

મેટ ગાલાના રેડ કાર્પેટ પર પોતાના લુકથી ફેન્શનું દિલ જીતનારી પ્રિયંકા ચોપરા આફટર પાર્ટીમાં પણ આકર્ષિત લાગતી હતી. પ્રિયંકાએ આ પાર્ટીમાં બ્લેક અને ગોલ્ડન કટનો આઉટ પેન્ટ સૂટ પહેર્યો હતો. પ્રિયંકા સોશિયલ મીડિયા પર તેણી તસવીરો શેર કરી છે.

તો બીજી તરફ દીપિકા પાદુકોણને જોઈને ફેન્સ નિરાશ થઈ ગયા હતા. તેણી સાથે ઘણી વાર એવું બન્યું છે કે, પોતાના લુકને લઈને ટિકાઓનો સામનો કરવો પડ્યો હોય.

દીપિકા પાદૂકોણ અંહી બ્લેક લેગિંસની સાથે જેકેટ પહેર્યુ હતું. તેમજ આજકાલ ડ્રેસ રિપીટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, પરંતુ આ પાર્ટીમાં દીપિકાએ જે ડ્રેસ રિપીટ કર્યો હતો તેને પહેલાં પણ લોકો પંસદ ન હતો કર્યો.

Starting the day with some magic ✨✨✨ @deepikapadukone

A post shared by Shaleena Nathani (@shaleenanathani) on

આ વર્ષના જાન્યુઆરીમાં શાહરુખ ખાનના ઘરે પાર્ટીમાં પણ દીપિકાએ જે જેકેટ પહેર્યુ હતું, તેજ જેકેટ તેને પાર્ટીમાં પહેર્યુ હતું. જેની કેટલીક તસવીરો છે.

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

ટીપ્પણી