કોરોના નહિં પણ આ કારણે લોકોની સ્થિતિ બની કફોડી, જેનાથી દર વર્ષે થાય છે 8 લાખ લોકોના મોત

હાલમાં આપણા બધાની વચ્ચે એક એવો રોગ ચાલી રહ્યો છે જેના લીધે દર વર્ષે ૮ લાખ જેટલા વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે. જેની ટ્રીટમેન્ટ કરાવવામાં વિશ્વના ૧ ટ્રિલિયન ડોલર એટલે કે, અંદાજીત ૭૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં કોરોના વાયરસ સંક્રમણની વેક્સિન કરતા વધારે વ્યક્તિઓ આ રોગની ટ્રીટમેન્ટ ઈચ્છે છે. આ દાવો ગ્લોબલ વેબ ઇન્ડેક્સ દ્વારા એટલે કે, GWI ના રીપોર્ટ ‘કનેક્ટિંગ ડોટ 20- ૨૧’માં કરવામાં આવ્યો છે.

image source

આ રીપોર્ટમાં માનસિક સ્વાસ્થ્ય પર એક સર્વે કરવામાં આવ્યો છે. વિશ્વના ૭ દેશોમાં રહેતા અંદાજીત ૮ હજાર વ્યક્તિઓ સાથે ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં એવું પૂછવામાં આવ્યું છે કે, લોકોને સારું માનસિક સ્વાસ્થ્ય જોઈએ છે કે પછી કોરોના વાયરસની વેક્સિન. ત્યારે આ સર્વેમાં આ પ્રશ્નના જવાબમાં મોટાભાગની વ્યક્તિઓએ માનસિક સ્વાસ્થ્યને પસંદ કર્યું છે. કોરોના વાયરસની વેક્સિનની માંગ કરનાર વ્યક્તિઓનો રેશિયો ૩૦ જેટલો રહ્યો, જયારે હેલ્ધી માનસિક સ્વાસ્થ્યનો રેશિયો ૩૧ રહ્યો છે.

વર્ષ ૨૦૨૧ હશે સ્વાસ્થ્ય સમસ્યાઓનું વર્ષ, માનસિક સ્વાસ્થ્ય સારું થશે.

image source

GWIની રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે માનસિક સ્વાસ્થ્યના દર્દીઓમાં ૩૧% સુધી વધી શકે છે. જેમાં બેરોજગારી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ નિયમિતપણે ૪ કલાક કરતા વધારે સમય પસાર કરનાર વ્યક્તિઓ, મિત્રો કે પછી રૂમમેટ સાથે રહેતા વ્યક્તિઓ, હોસ્પિટાલીટી સેક્ટરમાં કામ કરતા વ્યક્તિઓ અને ૧૬ વર્ષથી ૨૪ વર્ષની ઉમર ધરાવતી છોકરીઓનું પ્રમાણ વધારે રહેશે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનના રીપોર્ટમાં એવું જણાવવામાં વ્યુ છે કે, કોરોના વાયરસ સંક્રમણની મહામારી બાદ ચીનમાં ૧૬.૫% લોકોમાં ડિપ્રેશન, ૨૮.૮% લોકોમાં એન્ગઝાઈટી, ૮.૧% લોકોમાં સ્ટ્રેસ થવાના કેસમાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૧ ચીન દેશ માટે હજી વધારે જોખમકારક સાબિત થઈ શકે છે.

image source

ભારતમાં કરવામાં આવેલ એક સ્ટડી તા. ૧૯ માર્ચ થી લઈને તા. ૨ મેની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ટેકનોલોજીસ્ટ તેજસ જેએન, એક્ટીવિસ્ટ કનિકા શર્મા, જિંદલ ગ્લોબલ સ્કુલના આસિસ્ટન્ટ પ્રોફેસર અમનએ ૪૪ દિવસ સુધી ચાલેલ લોકડાઉન દરમિયાન થયેલ ૩૩૮ મૃત્યુના કારણ શોધ્યા. આ કારણોમાં એકલાપણા, નાણાકીય અછતના લીધે ઉભો થયેલ તાણના લીધે આત્મહત્યા કરનાર વ્યક્તિઓની સંખ્યા સૌથી વધારે હતી.
ICMRના પૂર્વ ડીજી ડૉ. વીએમ કટોચે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૧માં કોરોના વાયરસના નવા સ્ટ્રેન, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ફ્લોરોસિસ પણ ઘણું મોટું જોખમ બનતો જઈ રહ્યો છે. આ બધી જ વસ્તુઓના દુષ્પ્રભાવ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે.

દર ૭ વ્યક્તિઓ માંથી ૧ ભારતીય માનસિક રોગી છે.

image source

સાયન્સ જર્નલ ધ લેન્સેટના જણાવ્યા મુજબ, ૧૯.૭૩ કરોડ ભારતીય માનસિક બીમારીથી પીડિત છે. તેમાંથી ૪.૫૭ કરોડ દર્દીઓ ડિપ્રેશનના છે તો ૪.૪૯ કરોડ દર્દીઓ એન્ઝાઈટી સામે લડી રહ્યા છે. કોરોના વાયરસ પછીના પણ આંકડા હજી સામે આવ્યા નથી. પરંતુ આ આંકડા માંથી ૨૦% થી ૩૦%નો વધારો થયાનો અનુમાન ધરાવતો રીપોર્ટ સામે આવ્યો છે.

WHOના જણાવ્યા મુજબ ભારત દેશમાં દર વર્ષે એક લાખ વ્યક્તિઓ માંથી ૧૬.૩ વ્યક્તિઓ માનસિક બીમારી સામે લડતા લડતા જ આત્મહત્યા કરી લેતા હોય છે. આ બાબતમાં ભારત દેશ, રશિયા પછી બીજા નંબરે આવે છે. રશિયામાં દર ૧ લાખ વ્યક્તિઓ માંથી ૨૬.૫ વ્યક્તિઓ આત્મહત્યા કરી લેતા હોય છે.

નેશન ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે, NCRBના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૧૫- ૨૦૧૯ વચ્ચે ૪૩ હજાર ૯૦૭ વ્યક્તિઓ માનસિક બીમારીથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. જો કે, વર્ષ ૨૦૨૦ના આંકડા આવવાના બાકી છે પરંતુ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ વર્ષે આશ્ચર્યજનક આંકડા આવી શકે તેવી શક્યતા છે.

માનસિક બીમારી સામે લડતમાં પાછળ, મનોચિકિત્સકોની ફી પણ મોંઘી.

image source

હાલમાં ભારત દેશ માનસિક બીમારી સામે લડત આપવામાં પાછળ છે. WHOના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭માં ભારતની મેન્ટલ હોસ્પિટલમાં દર ૧ લાખની વસ્તીએ ૧.૪ બેડ હતા. ત્યારે દર વર્ષે ૭ દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. નોઈડામાં આવેલ સરકારી મેન્ટલ હોસ્પિટલના મનોચિકિત્સક
જણાવે છે કે, લોકો હોસ્પિટલમાં આવવાથી અચકાય છે. તેમજ અનલોક થઈ ગયા પછી પણ ઘણા ઓછા દર્દીઓ આવે છે.તેમજ ગાઝિયાબાદમાં પ્રાઈવેટ ક્લિનિક ચલાવી રહેલ યોગેશ કુમાર જણાવે છે કે, ફોન અને વિડીયો કોલ દ્વારા માનસિક દર્દીઓને સમજાવવા ઘણું અઘરું થઈ ગયું છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારીએ પરિસ્થિતિ વધારે ખરાબ કરી દીધી છે

image source

.
નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે વર્ષ ૨૦૧૫- ૧૬માં દેશમાં કુલ ૯ હજાર સાઈકાઈટ્રીસ્ટ હોવાની વાત સામે આવી હતી. PMCના રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વર્ષ ૨૦૨૦માં પણ અંદાજીત ૧૦ હજાર સાઈકાઈટ્રીસ્ટ જ છે. વસ્તી પ્રમાણે એક લાખ વસ્તીએ ૩ સાઈકાઈટ્રીસ્ટ હોવા જોઈએ. એટલે કે, દેશમાં કુલ ૩૬ હજાર જેટલા સાઈકાઈટ્રીસ્ટ હોવા જોઈએ.

સરકાર પણ આ તરફ વધારે ધ્યાન આપી રહી નથી. વર્ષ ૨૦૧૮- ૧૯ના બજેટમાં માનસિક સ્વાસ્થ્ય પર ૫૦ કરોડ રૂપિયા, ૨૦૧૯- ૨૦માં ૪૦ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૦- ૨૧માં ૪૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. WHOનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૭માં એક ભારતીયના માનસિક સ્વાસ્થ્ય પર દર વર્ષે ૪ રૂપિયા જેટલો જ ખર્ચ કરવામાં આવે છે.

image source

સરકારી હોસ્પિટલમાં માનસિક બીમારીની ટ્રીટમેન્ટ ફ્રીમાં થાય છે, પરંતુ પ્રાઈવેટ ક્લિનિકમાં મનોચિકિત્સકની ફી રૂ. ૧ હજારથી લઈને રૂ. ૫ હજારની વચ્ચે હોય છે. એક મહિનામાં જો દર્દી ૨ કે ૩ વાર ડોક્ટર પાસે જાય છે તો તેના માટે અંદાજીત ૩ હજારથી ૧૫ હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય છે.
હાલમાં ખરાબ માનસિક સ્થિતિ માંથી બહાર આવવા માટે સાઈકેટ્રીસ્ટ સિવાય દેશમાં અન્ય કોઈ કારગત ઉપાય છે નહી. વોગ મેગેઝીનના રીપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ભારતમાં અંદાજીત ૮ એનજીઓ એવી છે જે માનસિક સ્વાસ્થ્ય પર અસરકારક કાર્ય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત