હવે ઘરે બનાવો કેસર કેરીનો બનાવો આ સ્વાદિષ્ટ મેંગો શોટ્શ…

મેંગો શોટ્શ

અત્યારે જો ચર્ચા માં હોય તો એ છે ઉનાળો અને એ ન આ ગરમી.. શું એવું બનાવવું જેથી આ ગરમી માં રાહત મળે..

માત્ર ગળા માં. જ નહિ પરંતુ શરીર માં પણ ઠંડક મળે એવું પીણું પિવવું જોઈએ. અને માત્ર ઉનાળો એટલે તો કેરી ની ઋતુ તરીકે પણ ઓળખાય છે. સરસ સરસ કેસર કેરી આવવા લાગી છે. અને ઉનાળો પણ છે. તો તેમાં થી જ કેમ કઈ ઠંડુ પીણું ના બનાવીએ.. તો આજે હું લઈ ને આવી છું કેરી માંથી બનતું એવું. જ એક પીણું જે ખૂબ. જ ટેસ્ટી અને પોષ્ટીક પણ છે. જેથી કોઈ પણ ઉંમર ના લોકો આ ઠંડા નો આનંદ માણી સ્કે છે. ઉનાળા માં આપડે બને તેટલી મુસાફરી ટાળતા. હોઈએ છીએ. પરંતુ તો પણ ક્યાંય જવાનું થાય તો પણ આપડે આ ઠંડા ની જો બોટલ જોડે રાખીએ તો આપડને તડકા થી બચવામાં ખૂબ. જ મદદરૂપ બને છે. તો ચાલો બનાવીએ મેંગો શોટ્શ.

સામગ્રી:

૫-૬ પાકી કેરી,

૧ બાઉલ જેટલી ખાંડ,

૧/૨ લીટર દૂધ,

૧ ગ્લાસ પાણી.

ગર્નીસિંગ માટે:

કેરી ની ૩ નંગ ચીર,

૨ નંગ આખી કેરી.

રીત:

આ શોટ્શ એકદમ જલદી થી બનતી રેસીપી છે. કોઈ પણ મહેમાન આવ્યા હોય અને ઉનાળો હોય તોતો આ ખૂબ. જ સરસ લાગે છે. અને ઘરે કોઈ ફંકશન હોય અને આ મેંગો શોટ્શ ખૂબ જ સરસ લાગે છે

સૌપ્રથમ અપડે લઈશું પાકી કેરી. કેરી જો કાચી પાકી હશે તો શોટ્શ નો ટેસ્ટ ખાટો-મીઠો બનશે અને મીઠા શોટ્સ કરવા હોય તો પાકી કેરી જ લેવી.

જેટલા પણ શોટ્સ તૈયર કરવા હોય એટલા નંગ કેરી લઇ શકાય છે. હવે અપડે પેહલા કેરી ને ધોઈ લઈશું. તેને કોરી કર્યા બાદ તેની છાલ કાઢી લઈશું. અને તેના નાના નાના કટકા કરી લઈશું.

હવે અપડે એ કટકા ને એક મોટા બાઉલ માં કાઢી અને તેમાં ખાંડ ઉમેરીસું. ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો.

હવે અપડે તેમાં ઉમેરીસું દૂધ. દૂધ થી તે એકદમ પોષ્ટિક અને હેલ્થી બને છે. જો ફરાળ માં આ શોટ્સ બનાવ્યા હોય તો ફરાળ કરવાની પણ જરૂર નથી પડતી.

હવે અપડે તેમાં ઉમેરીસું પાણી. પાણી થી તેનું બેલેન્સ જળવાય રેહશે. અને પાણી ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ માઝા જેવો જ થઇ જશે.

હવે બ્લેન્ડર વડે તેને પ્રોપર મિક્ષ કરી ક્રસ કરી લઈશું. અને જરૂર મુજબ ટેસ્ટ કરી ખાંડ તથા પાણી ઉમેરી સ્કાય છે.

તો તૈયાર છે. મેંગો શોટ્શ જેને અપડે નાના ગ્લાસ માં ભરી અંદર કેરી ની ચીર મૂકી સેર્વ કરીશું. કોઈ કોઈ ગેસ્ટ આવે કે હોય કિટીપાર્ટી આ શોટ્શ પી અને બધા વાહ વાહ કરતા જ રહી જશે. આ શોટ્સ નો ટેસ્ટ સેમ માઝા જેવો જ લાગશે.

નોંધ: ઉપર સામગ્રી ના માપ મેં મારા ટેસ્ટ પ્રમાણે લખ્યા છે. તેમાં જેવો પણ ટેસ્ટ જોઈતો હોય તેમાં ઓછા વધારે કરી સ્કાય. આ શોટ્શ એકલા દૂધ કે એકલા પાણી માં પણ કરી સ્કાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી