ટેસ્ટમાં ભરપૂર એવી મેંગો લસ્સી આજે જ બનાવો તમારા ઘરે સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસિપી જોઇને……

મેંગો લસ્સી

આજે આપણે બનાવીશું મેંગો લસ્સી જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફક્ત ૪-૫ જ મિનીટમાં બનીને તૈયાર થઇ જાય છે. એટલે હવે જયારે પણ લસ્સી પીવાની ઈચ્છા થાય ત્યારે ઘરેજ સુધ્દ્ધ લસ્સી બનાવી ને તેની મજા માણજો. તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈએ.

સામગ્રી :

 • ૨ કપ દહીં
 • ૧ કપ ઠંડુ દૂધ
 • ૨-૩ ચમચી ખાંડ
 • ૧/૨ કપ મલાઈ કે ક્રિમ
 • ૧ પાકી હાફૂસ કેરી
 • ૪-૫ બરફ ના ટૂકડા

રીત :

 • મિક્ષર જાર માં ૧/૨ કપ દૂધ ૧ કપ દહીં, મલાઈ , ખાંડ અને સમારેલી કેરી ઉમેરી દો.
 • મિક્ષર ને ૨-૩ મિનીટ માટે ચલાવી અને એને ક્રશ કરી લો.
 • હવે બાકીનું દૂધ અને દહીં ઉમેરી ને મિક્ષ કરી લો
 • બરફ ના ટૂકડા ઉમેરી ફરીથી ૧ મિનીટ ક્રશ કરી લો
 • લસ્સી તૈયાર છે તેને સર્વિંગ ગ્લાસ માં લઈ લો
 • એના ગાર્નીશિંગ માટે સમારેલા પીસ્તા ઉમેરો

નોંધ: લસ્સી ને ઠંડી સર્વ કરો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે . અત્યારે હાફૂસ કેરી લીધી છે જો તમારે કેસર કેરી લેવી હોય તો લઇ શકો છો. ગાર્નીશિંગ માટે તમે સમારેલી બદામ , કાજુ કે મેંગો ને કટ કરી ને પણ ઉપયોગ માં લઇ શકો છો .

સૌજન્ય :  શ્રીજી ફૂડ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી