મેંદુવડા ,કોપરા ની ચટણી અને કાંદા ટામેટાં ની ચટણી…

હેલો ફ્રેન્ડઝ, સાઉથની વાનગીઓ તો નાના મોટા દરેકને ભાવતી વાનગીઓ છે ઢોસા, ઈડલી, મેંદુવડા વગેરે… સાઉથ ની આ વાનગીઓ ત્યાં ના લોકો સવાર ના નાશતા મા ખાઇ જે જ્યારે આપણે ત્યાં લોકો તેને નાશતા, લંચ અને ડિનર મા ખાઈએ છીએ. ઈડલી અને મેંદુવડા બાળકો ને ટિફીન મા પણ આપી શકો છો,મેંદુવડા અડદ ની દાળ માથી બને છે અને અડદ ની દાળ પ્રોટીન થી ભરપુર હોય છે તેથી તે એક હેલ્ધી વાનગી છે. ઈડલી તો આપણે બનાવી લઈએ છીએ પરંતુ ઘણી ગ્રુહિણી થી મેંદુવડા પરફેક્ટ નથી બનતા. તો આજે હું તમને મેંદુવડા કેવી રીતે પરફેક્ટ બને તે શીખવાડીશ તો ચાલો નોંધી લો સામગ્રી…

* સામગ્રી —

* 3 કપ અડદ ની દાળ

* 2 ટેબલસ્પૂન તાજુ કોપરુ ખમણેલુ

* 2-3 બારીક સમારેલા લીલા મરચાં

* 10-12 બારીક સમારેલા મીઠા લીમડાના પાન

* સ્વાદ અનુસાર મીઠું

*તળવા માટે તેલ

* રીત —

1– સૌ પ્રથમ અડદ ની દાળ ને 6-8 કલાક સુધી પલાળી દો, ત્યારબાદ તેમાથી બધુ પાણી નિતારી લઈ તેને એક પાણી થી ધોઇ લો અને તે પાણી નિતારી લો, ત્યારબાદ મિકસર ના મીડિયમ સાઇઝ ના જાર મા થોડી થોડી દાળ લઇ ને તેને બરાબર પીસી લો જરૂર પડે તો એક બે ચમચી પાણી નાખવુ વધારે નહિ. તે એકદમ ઘટૃ હોવુ જોઇએ તો જ તેમાથી વડા બરાબર બનશે, આવી રીતે બધી દાળ ને પીસી લો. અને વડા નુ ખીરું તૈયાર કરી લો, મેંદુવડા ના ખીરા ને આથો લાવવા ની જરૂર નથી પડતી તેથી તેને પીસી ને તુરંત વડા બનાવી શકાય છે.

2– હવે આ તૈયાર થયેલા મેંદુવડા ના ખીરા મા ખમણેલુ તાજુ કોપરુ, બારીક સમારેલા લીમડા ના પાન અને બારિક સમારેલા મરચાં તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને એક દમ ફીણી લો જેથી તે જરા હળવુ થઈ જશે અને ફુલી જશે.

3– ત્યાર બાદ એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે એક વાટકી મા પાણી લઈ રાખવુ. હવે પાણી વાળા હાથ કરી મેંદુવડા ના ખીરા માથી થોડુ ખીરું લઇ તેનો ચપટો ગોળો બનાવી લો, અને તે ગોળા મા અંગુઠા વડે બરાબર વચ્ચે કાણુ પાડો, અને તેને ગરમ તેલ મા ઉંધુ નાખો. યાદ રહે કે દરેક વખતે વડુ મુકો ત્યારે હાથ પાણી વાળો કરવો જેથી વડુ સહેલાઈથી તેલ મા પડી જશે અને તમારા હાથમાં ખીરૂ ચોટશે નહીં.

4– હવે આ રીતે એક પછી એક વડા બનાવતા જાવ અને તેને ગરમ તેલ મા નાખતા જાવ. તેને બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને ટિશ્યૂ પેપર પર કાઢી લો જેથી તેમા રહેલૂ તેલ નીકળી જાય.

*ધ્યાનમાં રાખવામાં આવતી બાબત —

* દાળ પીસતી વખતે તેમા નહીંવત્ પાણી ઉમેરીને પીસવુ. વધારે પાણી પડશે તો ખીરૂ ઢીલું થઈ જશે.

*જો ખીરુ ઢીલું થઈ જાય તો તેમા થોડો રવો અથવા ચોખા નો લોટ ઉમેરવો.

*કોપરા ની ચટણી ની રીત —

* 1 કપ તાજુ કોપરૂ

*1/2 કપ દાળિયા ની દાળ

2-3 લીલા મરચાં

* નાનો ટુકડો આદુ

* થોડી કોથમીર

* સ્વાદ અનુસાર મીઠું

*વઘાર કરવા માટે ની સામગ્રી

* 1 ટેબલસ્પૂન તેલ

*1/2 રાઈ

*1/2 અડદ ની દાળ

*1 નંગ બોરીયુ મરચું

*ચપટી હીંગ

ઉપર જણાવ્યા મુજબ ની બધી સામગ્રી ને મિકસર મા પીસી લો અને તેમા થોડુ પાણી ઉમેરીને ફરી એકવાર પીસી લો.

ત્યાર બાદ એક વઘારીયા મા 1ટેબલ સ્પુન તેલ ગરમ કરીને તેમાં રાય અને અડદ ની દાળ અને બારીક સમારેલો લીમડો અને ચપટી હીંગ અને નાખી દાળ થોડી બદામી રંગ ની થઈ જાય એટલે તે વઘાર ને તૈયાર કરેલી ચટણી ઉપર રેડી દો અને તેને બરાબર મિક્સ કરી લો.

*કાંદા ટામેટાં ની ચટણી —

*1 મિડિયમ સાઈઝ નો કાંદો

* 2 મિડિયમ સાઈઝ ના ટામેટાં

*2-3 નંગ સુકા લાલ મરચા

*સ્વાદ અનુસાર મીઠું

* વઘાર કરવા માટે 1 ટેબલસ્પૂન તેલ

* 1/2 ટી સ્પુન રાઇ

*6-8 લીમડા ના પાન

*1 નંગ બોરીયુ મરચું

*ચપટી હીંગ

*રીત —

સૌ પ્રથમ એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં સુકા મરચા ને ટુકડા કરીને ને નાખો ત્યાર બાદ તેમાં ઉમેરો અને તેને સાંતળો અને સોનેરી થાય એટલે તેમાં ટામેટાં નાખી ને ફરી થોડી વાર માટે સાંતળો, કાંદા ટામેટાં ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને તેને ઠંડું થવા દો, ઠંડુ પડે એટલે તેને પણ મિકસર મા પીસી લો બરાબર પીસાઈ જાય એટલે તેમાં કોપરા ની ચટણી મા જે રીતે વઘાર કર્યો તે જ પ્રમાણે વઘાર આ ચટણી મા પણ કરી લેવો.

નોંધ — જો સુકા મરચા ના હોય તો તેની બદલે લાલ મરચાંનો નો પાઉડર પણ નાંખી શકો છો.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ