ચા સાથે ખાવાની મજા આવે એવી ‘મેંદાની મસાલા પૂરી’ તમે પણ ટ્રાય કરો રેસીપી જોઇને

મેંદાની મસાલા પૂરી

કાઠીયાવાડ ની વાત અવે એટલે પેલા ખાવા ની વાત જ આવે. એમાં પણ ફરસાણ વગર તો નાસ્તો અધુરો જ છે. રોજ બરોજ નાસ્તા માં કૈક અલગ અને હેલ્થી જોઈતું હોય છે તો આજે હું લાવી છુ તેનું બેસ્ટ સોલ્યુસન. જે છે ઘઉં અને મેંદા ના લોટ માંથી બનતી મસાલા પૂરી જે છે એકદમ હેલ્થી. સવાર સવાર ના નાસ્તા માં જો આ મસાલા પૂરી ચા ની જોડે મળી જાય તો તેની મજા જ અલગ હોય છે. અને બાળકો જે વેફર્સ ના પેકેટ્સ જ ખાતા હોય તો તેના મટે પણ આ ખુબ જ સારું છે કે આ પૂરી નો ડાબો ભર્યો હોય તો ગમે ત્યારે મસાલા પૂરી ખાઈ શકીએ ચીએ. અને મેંદા ની મસાલા પૂરી અપડે ૧૦ થી ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. તો ચાલો બનાવીએ મેંદા ની મસાલા પૂરી…

સામગ્રી:

  • ૧ વાડકો ઘઉં નો લોટ,
  • ૧ વાડકો મેંદા નો લોટ,
  • ૧ ચમચી જીરું,
  • ૧ ચમચી ખાંડેલા તીખા,
  • ૨ ચમચી ડાલડા ઘી,
  • ૩ ચમચી તેલ,
  • નમક સ્વાદ મુજબ.
  • પાણી લોટ બાંધવા માટે .

રીત :

સૌપ્રથમ અપડે મસાલા પૂરી બનાવવા માટે લઈશું ઘઉં નો લોટ મેંદાનો લોટ, જીરું, તીખા નો ભૂકો, ડાલડા ઘી, તેલ અને સ્વાદ મુજબ નમક લઈને બધાને પ્રોપર મિક્ષ કરી તેનો લોટ બાંધી લઈશું. મસાલા પૂરીનો લોટ રોટલીના લોટ કરતા કડક રાખવો.

હવે લોટને એકદમ ટીપી નાખવો અને તેના નાના નાના લુવા બનાવી લેવા. તેના માટે તેને જલ્દી કરતા હોય તો ચાકુ વડે પણ દડીરેક્ટ કૂટ કરી શકો છો.

હવે તે નાના નાના લુવા ની પૂરી વાણી લેવી. પૂરી એકદમ નાની નાની અને પાતળી રાખવી’હવે તેમાં કાટા ચમચી કે ચાકુ વડે તેમાં આંકા પડી લેવા જેથી તે ફૂલે નહિ તેમાં તેલના ભરાઈ અને પ્રોપર તળાય જાય

આવી જ રીતે બધી પૂરી વાળી, આકા પડી અને એક ન્યૂઝ પેપર ઉપર કે કોટનના કપડા ઉપર સૂકવવા મૂકી દેવું જેથી તે સરસ બને અને તૂટી ના જાય.

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ધીમી આંચ ઉપર પૂરી તાળી લઈશું. જેથી તે બળે નહિ અને સરસ રીતે તળાય જાય.

હવે બધી પૂરીને ઠંડી થવા દો . પૂરી ઠંડી થયા પછી અપડે ડબા માં ભરી તેને સ્ટોર કરી શકીએ છીએ.

તો તૈયર છે સોવની ફેવરીટ મેંદા મસાલા પૂરી જે એકદમ ટેસ્ટી તેમજ ક્રિસ્પી બને છે.

તેને એક પ્લેટ માં લઇ સેર્વ કરો. મસાલા પૂરી નએ અપડડા કાઠીયાવાડ નું બોવ જ ફેમસ ફરસાણ છે. તો આજે જ તેને ઘરે બનાવો જે નાસ્તામાં [અન સરસ લાગશે અને જમવા સાથે પણ

નોંધ: મેંદાની પૂરીનો લોટ કડક રાખવો નહિતર પૂરી પોચી પડી જશે. મસાલા પૂરી સ્ટોર કરવા માટે ઐર ટાઈટ ડબ્બાનો જ ઉપયોગ કરવો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી