તમારી પત્નીના આ લક્ષણો પરથી જાણી લો કે તમે ભાગ્યશાળી પતિ છો કે નહિં

પુરુષ જો આ લક્ષણો ધરાવતી સ્ત્રી સાથે પરણે તો તેનો બેડો પાર થઈ જાય ! લગ્નજીવન સુખમય બનાવવા માટે સ્ત્રીમાં રહેલા આ લક્ષણો જરૂર ઓળખો

કહેવાય છે કે જોડીઓ એટલે કે પતિ-પત્નીની જોડી ઉપરથી જ નક્કી થઈને આવે છે. જો કે પેહલાનો સમય અલગ હતો. પતિ કે પત્નીને એકબીજાનો ચહેરો તો શું પણ ફોટો જોવાનો પણ મોકો નહોતો મળતો અને બસ વડીલોના નિર્ણય પર લગ્ન થઈ જતા હતા.

bઆમ થતાં વર અને કન્યાને લગ્ન પહેલાં એક બીજાને માત્ર જોવાનો નહીં પણ જાણવાનો પણ અવસર મળવા લાગ્યો. અને માટે લગ્ન જીવન માત્ર સુખી જ નહીં પણ સરળ પણ બન્યું.

image source

આજે સમાજમાં પ્રેમ લગ્નો વધી રહ્યા છે જો કે એરેન્જ મેરેજ પણ થઈ રહ્યા છે. પણ તેમાં પણ પ્રેમ લગ્નની જેમ વર-વધુને લગ્ન પહેલાં એકબીજાને જાણવાનો મોકો મળી રહ્યો છે.

પણ જ્યારે તમે કોઈ મહિલાને પોતાની જીવન સંગીની બનાવવા માગતા હોવ છો ત્યારે તેમાં કેટલાક ગુણોની અપેક્ષા રાખતા હોવ છો.

તો ચાલો જાણીએ કે સ્ત્રીઓમાં તે કયા ગુણ હોવા જોઈએ જે તમારા લગ્નજીવનને સફળ બનાવે છે.

image source

શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષને જીવન સમાન ગાડીના બે પૈડા ગણવામાં આવ્યા છે. લગ્ન બાદ પત્ની પોતાના પતિની અર્ધાંગિની બની જાય છે.શાસ્ત્રો પ્રમાણે પત્નીમાં રહેલા આ ગુણો પતિને ભાગ્યશાળી બનાવે છે.

એક પત્નીનું જીવન રંગોથી ભરપુર હોય છે તેણીએ પોતાના ગૃહસ્થ જીવનમાં કંઈ કેટલાએ કામો માટે કુશળ બનવું પડે છે. એ વાતમાં કોઈ જ શંકા નથી કે દરેક વ્યક્તિ સંપુર્ણ નથી હોતી અને આપણે તેવી કોઈની પાસે અપેક્ષા પણ ન રાખી શકીએ.

પણ તેનામાં જે ગુણો છે તેને આપણે માન આપવું જોઈએ.

Related image
image source

પત્ની એક કુશળ વ્યવસ્થાપક

જે પુરુષની પત્ની ઘરના કામોમાં કુશળ હોય, જેમ કે ઘરની સફાઈ, રસોઈ, ઘરની સજાવટ, પતિ દ્વારા આપવામાં આવતી રકમમાં જ ઘરને સરસ રીતે ચલાવી જાણતી હોય, બાળકોને સરસ રીતે ઉછેરી શકતી હોય, બાળકો સાતે સારો વ્યવહાર કરી જાણતી હોય, મહેમાનોની આગતાસ્વાગતા પુરા મનથી કરી જાણતી હોય તેનો પતિ અત્યંત ભાગ્યશાલી મનાય છે.

પત્ની એક સંયમિ વ્યક્તિત્વ

image source

સ્ત્રી-પુરુષ બન્નેમાં સંયમ હોવો જોઈએ તો જ જીવનનું ચક્ર સ્વસ્થ અને સરળ રીતે આગળ વધી શકે છે પણ આપણે અહીં પત્નીની વાત કરી રહ્યા છીએ માટે.

એક પત્નીમાં જે પહેલી ખાસીયત હોવી જોઈએ તે છે તેનું પ્રેમાળ હોવું. તે ઘરના દરેક સભ્યો તેમજ કુટુંબ સાથે જોડાયેલા સભ્યો સાથે સંયમી વાણીમાં વ્યવહાર કરતી હોવી જોઈએ.

જે પુરુષની પત્નીની વાણીમાં સંયમ હોય તેનો બેડો પાર થઈ જાય છે.

image source

આવી ગૃહીણીના ઘરથી કંકાસ, કકળા, તામસ હંમેશા દૂર રહે છે. ઘરમાં હંમેશા પ્રસન્ન માહોલ રહે છે અને જો ક્યારેય દુઃખની ઘડી આવે તો તેને પણ તેણી સારી રીતે વિતાવી જાણે છે.

અને તેણીનો આ જ સ્વભાવ ઘરને પાછું સુખી થવામાં મદદ કરે છે. અને એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે ઘરમા કંકાસ તેમજ તામસ ન હોય તે ઘરમાં સમૃદ્ધિને આવતા કોઈ જ નથી રોકી શકતું.

image source

અહીં સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસો જ નથી પણ માનસિક તેમજ શારીરિક સમૃદ્ધિનો પણ તેમાં સમાવેસ થાય. છે બાકી તો આપણે ઘણા બધા એવા ઘરો જોયા છે જેમાં અઢળક રૂપિયો હોય છે પણ દીવસ-રાત ઝઘડા પણ તેટલા જ થતાં હોય છે.

પત્ની એક ધર્મપાલક

ગરુડ પુરાણમાં પત્નીના જે ગુણો દર્શાવવામા આવ્યા છે તેમાં ધર્મપાલનના ગુણનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. જે પત્ની પોતાના લગ્નજીવન દરમિયાન પેતાના પતિ તેમજ કુટુંબના હિતમાં કામ કરે છે.

image source

પત્ની માત્ર પત્ની નથી હોતી પણ તેણી એક વહુ હોય છે એક દીકરી હોય છે એક માતા પણ હોય છે. અને તેણીએ એક સાથે આ બધી જ ભુમિકાઓને ખુબ સંતુલિત રીતે નીભાવવાની હોય છે.

જે પત્ની આ બધી જ ભુમિકા ભજવી જાણે છે તેના પતિનું જીવન ધન્ય બની જાય છે. પણ તેણી પણ એક માણસ છે અને તેણી સાથે રહેનારા પણ માણસ જ છે માટે ભુલ તો થતી જ રહેવાની પણ એકબીજાને માફ કરીને તેમાંથી પાઠ શીખીને આગળ વધતા રહેવું તે પણ જીવનનો નિયમ છે.

પત્ની એક અર્ધાંગીની

image source

જે સ્ત્રી સુખ-દુખમાં હર હંમેશ પતિની સાથે ખડી રહે છે. પોતાના પતિના નિર્ણયને સહકાર આપે છે. અને સાથે સાથે તેના સારા-નરસા બધા પરિણામો પણ ભોગવવા તૈયાર રહે છે તેનો પતિ ભાગ્યશાળી ગણાય છે.

બીજી બાજુ પતિની પણ એ ફરજ છે કે તે એવો કોઈ નિર્ણય ન લે કે જેનાથી પોતાના ગૃહસ્થ જીવનને નુકસાન થાય. જેનાથી પત્નીનું સમ્માન ન જળવાય તેણીને દુઃખ થાય. પણ પત્નીની પ્રગતિનો પણ તેટલો જ વિચાર કરે.

ગરુડ પુરાણમાં દર્શાવેલા પત્નીના ગુણોની તો વાત કરીલીધી પણ અન્ય કેટલાક લક્ષણો પણ જો પત્ની ધરાવતી હોય તો પતિનું જીવન સફળ બની જાય છે.

image source

– જે સ્ત્રી બુદ્ધિશાળી હોય અને ખાસ કરીને જે વ્યવહારુ હોય. સંસાર વિષે માહિતગાર હોય અને ખાસ કરીને યોગ્ય શિક્ષણ પામેલી હોય તે માત્ર પોતાના પતિ, પોતાના ગૃહસ્થ જીવન કે પોતાના બાળકો માટે જ ઉત્તમ નથી હોતી પણ સમગ્ર સમાજનો વિકાસ કરે છે.

– જે સ્ત્રીને પોતા ધર્મ પ્રત્યે સમ્માન હોય તેમજ એક સામાજિક વ્યક્તિ તરીકે તેને પોતાની ફરજોનો ખ્યાલ હોય અને તે માટે નિષ્ઠા પુર્વક વ્યવનહાર કરતી હોય.

image source

– જે સ્ત્રી કોઈ પણ બાબતને લઈને બાયસ ન હોય એટલે કે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ ન ધરાવતી હોય. તેના આસપાસના માહોલને સમજીને વર્તતી હોય તેમજ જે પોતાનાથી નીમ્ન કે ઉચ્ચ કક્ષાના લોકો સાથે યોગ્ય વ્યવહાર કરતી હોય.

– પત્નીની ભુમિકા તો આમ જોવા જઈએ તો કુટુંબના આગેવાન જેવી જ હોય છે. તેણી હંમેશા પેતાના કુટુંબને બધી જ બદીઓથી બચાવતી હોય છે અને ઘરના દરેક સભ્યનો પણ ખ્યાલ રાખતી હોય છે.

જો કે સાથે સાથે તેણીએ પોતાના આત્મસમ્માનને પણ તેટલું જ મહત્ત્વ આપવું જોઈએ. અને ઘરના અન્ય સભ્યોએ પણ તે વાતનો ખ્યાલ રાખવો જોઈએ.

image source

– જે સ્ત્રીમાં લક્ષ્મી માતા, સરસ્વતી દેવી, અને પાર્વતી માતાના લક્ષણો હોય એટલે કે જે સ્ત્રી લક્ષ્મીની જેમ પૈસા બચાવી જાણતી હોય, સરસ્વતી દેવીની જેમ સંયમિ વાણી ધરાવતી હોય અને માતા પાર્વતીની જેમ પતિવ્રતા હોય.

– આપણા મનમાં એવો એક સામાન્ય ખ્યાલ હોય છે કે જે બાળક એકનું એક હોય. તેનો ઉછેર ખુબ જ લાડકોડથી થયો હોય છે તેમ તેમની બધી જ ઇચ્છાઓ પુરી કરવામાં આવી હોય છે.

image source

અને તેની આ જ સ્થિતિના કારણે તે હંમેશા પોતાની વાત મનાવવાને તત્પર રહે છે અને તે મોટે ભાગે પોતાની જાતને જ કેન્દ્રમાં રાખે છે. પણ બીજી બાજુ જે બાળક ઘરમાં એક ન હોય પણ તેના ભાઈ બહેનો સાથે ઉછર્યું હોય તે શેરીંગ એટલે કે વહેંચીને ખાવાના મહ્ત્તવને સારી રીતે જાણતું હોય છે.

તે વ્યવહારુ હોય છે તેમજ સંયમિ પણ હોય છે. માટે જો પત્ની પણ ભર્યા કુટુંબમાંથી આવતી હોય તો આ બધી જ સ્થિતિથી અજાણી નથી હોતી માટે તેને નવા ઘરમાં સેટ થતાં વધારે સમય પણ નથી લાગતો.

– જે સ્ત્રી પોતાના નિર્ણયમાં પોતાના વડીલોનો પણ અભિપ્રાય લેતી હોય. તેમના આટલા વર્ષના અનુભવો અને જ્ઞાનને સમ્માન આપતી હોય તે સ્ત્રીનું આ લક્ષણ સફળ લગ્નજીવનમાં ખુબ જ કારગર નિવડે છે.

image source

– આમ તો આ એક અંગત પસંદગીની વાત છે પણ જે સ્ત્રી સાક્ષાત અન્નપુર્ણા દેવી હોય એટલે કે જે સારી રસોઈ બનાવી જાણતી હોય તેના માટે લોકોનું દીલ જીતવું ઘણું સરળ રહે છે.

પણ જો તેણીને સ્વાદિષ્ટ રસોઈ બનાવતા ન આવડતી હોય તો તે તેનો દુર્ગુણ નથી તેનો ઘરના સભ્યોએ ખ્યાલ રાખવો જોઈએ. મૂળે તો તેણી એક સારી મનુષ્ય હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ