બ્રિટનના રોયલ પરિવારના સભ્યો ક્યારેય આ 4 શબ્દો બોલતા નથી…

હાલ દરેકની નજર બ્રિટનના રોયલ પરિવાર પર ટકેલી છે. તેમની રહેણી-કરણીથી લઈને તેમની કુલ સંપત્તિ વિશે આખી દુનિયા જાણવા માટે ઉત્સુક રહે છે. તમને લાગતું હશે કે, શાહી પરિવારમાં જન્મ લેવું કેટલુ ખુશકિસ્મતીની વાત છે. કદાચ તમારો જન્મ પણ આવા પરિવારમાં થયો હોત, તો તમે મજાની લાઈફ જીવતા હોત. જો તમને એવું લાગે છે, તો તમને બતાવી દઈએ કે, શાહી પરિવારના સદસ્યોને સખત નિયમ અને કાયદાનું પાલન પણ કરવું પડે છે. શાહી પરિવારના સદ્સ્યો બહુજ બધા નિયમો અને પ્રોટોકોલની સાથે આવે છે. તેમાં શબ્દાવલીનું પણ એક લિસ્ટ શામેલ હોય છે. આ શબ્દાવલી મુજબ શાહી પરિવારના સદસ્યો કેટલાક શબ્દોનો ઉપયોગ પોતાના બોલચાલમાં કરી શક્તા નથી. આ લિસ્ટમાં આવતા કેટલાક શબ્દો વિશે આજે અમે તમને બતાવીશું
તમે બ્રિટનના રોયલ પરિવારના સદસ્યોના મોઢામાંથી ક્યારેય આ શબ્દો સાંભળ્યા નહિ હોય. તો આજે જાણી લો આ શબ્દો વિશે…

• અનેક લોકોનું માનવું છે કે પાર્ડન સોરીથી વધુ સારો વિનમ્ર શબ્દ છે. શાહી પરિવારના સદસ્યો સોરી કહે છે, પણ ક્યારેયા પાર્ડનનો ઉપયોગ નથી કરતા. તેનો મતલબ એ છે કે અમે કોઈને સોરી તો કહી શકીએ છીએ, પરંતુ તેનાથી વધુ વિનમ્રતા દાખવવા માટે પાર્ડન શબ્દનો ઉપયોગ નથી કરી શક્તા.

• ટોયલેટ શબ્દ ટોઈલેટ્ટેથી આવે છે, તેથી બ્રિટિશ શાહી પરિવાર આ શબ્દનો પ્રયોગ કરી નથી શક્તા. બ્રિટીશ રાણી ક્યારેય નહિ કહે કે, તેને ટોયલેટ જવું છે. તે હંમેશા એવું જ પૂછશે કે લૂ ક્યાં છે.

• પરફ્યુમ સ્પષ્ટ રૂપે બોલવું સારી વાત છે. પણ જો તમે શાહી પરિવારના છો, તો તમે આ શબ્દનો ઉપયોગ નહિ કરો. પરંતુ તેને બદલે તમે સેન્ટ કહેવું પડશે.
• બ્રિટિશ રોયલ પરિવારના બકિંગહામ પેલેસમાં કોઈ લાઉન્જ નથી અને ન તો તેમા રહેવા માટે કોઈ રૂમ છે. તેમાં ડ્રોઈગ રૂમ કે બૈટિંગ રૂમ છે, જે એક રીતે શાહી તરીકાને સ્થાનને સંદર્ભિત કરે છે.
રોયલ પરિવારના સદસ્યોની ભાષા અને તેમની રહેણીસહેણી સામાન્ય લોકોથી બહુ જ અલગ હોય છે. તેમને દુનિયામાં સૌથી વધુ હાઈપ્રોફાઈલ માનવામાં આવે છે. જેમ કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ, અને વડાપ્રધાન સૌથી ઊંચા હોય છે, તેમ બ્રિટનમાં શાહી પરિવારને સૌથી ઉચ્ચ માનવામાં આવે છે.
શાહી પરિવારના લોકોને શાલીન માનવામાં આવે છે. કારણ કે તેમને બાળપણથી જ આવી ગરિમામાં રહેવાનું શીખવવામાં આવ્યું હોય છે. તેમને જોઈને એક પળ માટે તો તમને પણ લાગશે કે, કદાચ તમે પણ શાહી પરિવારનો હિસ્સો હોત. પણ તમે વિચારો છો કે તેમની જિંદગી આસાન છે, તો તમે ખોટા છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી