મેઘો મહેરબાનઃ 20 ટનનું હિટાચી મશીન નર્મદા નદીમાં તણાયું, બોટની મદદથી ઓપરેટરને બચાવી લેવાયો

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ભરૂચ જિલ્લામાં પણ સોમવારે સવારથી જ વરસાદે મન મુકીને વરસવાનું ચાલુ રાખ્યું જે જેના કારણે જોત જોતામાં ભરૂચના નીચાણવાળા વિસ્તારોને પાણીથી રેલમછેલ કરી દીધા હતા. આ સતત વરસતા વરસાદમાં રેવા નદીનાના રોદ્ર સ્વરૂપનો અચંબામાં મૂકી દે તેવો વિડીયો ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી સામે આવ્યો છે.

image soucre

તમને જણાવી દઈએ કે ગુજરાતના ભરૂચ જિલ્લામાં નદી કિનારે અને નદીમાં ચાલતા રેતી ખનનમાં કાયદેસર રીતે કે પછી ગેરકાયદેસર રીતે પાળા બનાવી અને મહાકાય મશીનો મૂકી ખનનનો ધીકતો કારોબાર ચાલી રહ્યો છે.નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોઠીદરા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન થઈ રહ્યું હતું.

સોમવારે બપોર બાદ પૂનમની ભરતીના કારણે અચાનક જ નદીનો જળ પ્રવાહ વધતા રેવા નદી એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઓપરેટર સાથે 20, 600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવા લાગ્યું હતું.

image soucre

આ દરમિયાન હિતાચી મશીન જ્યારે પાણીમાં તણાવા લાગ્યું ત્યારે એના ઓપરેટરે બુમાબુમ મચાવી દીધી હતી જેના કારણે નજીક રહેલા અન્ય લોકો અને નાવડીવાળાઓ ને ઘટનાની જાણ થઈ હતી. ત્યાં આસપાસ રહેલી બીજી બોટે રેવા નદીના ધસમસતા નીરમાં તણાતાં હિતાચી મશીનમાંથી ઓપરેટરને ઉગારી લીધો હતો.

આ સમગ્ર ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે. ત્યારે નર્મદા નદીમાં આ ખનન કાયદેસર કે ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હતું તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે.

રવિવારે જામનગરમાં JCB તણાયું હતું

આજે ભરૂચમાં નર્મદા નદીમાં હિટાચી મશીન તણાયું હોવાનો બનાવ સામે આવ્યો છે તો ગઈકાલે જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે કાલાવડ તાલુકાના છતર ગામની નદીમાં એક JCB મશીન તણાયું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો.

જામનગર જિલ્લાના કાલાવડના મુળિયા, લતિપુર, નપાણીયા, ખીજડીયા, ડેરી, નાના વડાળા, અને ગુંદા પંથકમાં નદી નાળા છલકાયા. તો અનેક ચેકડેમો પણ છલકાયા છે. ગામના માર્ગો પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જામનગરના મુળીયા ગામમાં તો બે કલાકમાં અનરાધાર સાત ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.

કાલાવડના છતર ગામે ભારે વરસાદમાં જેસીબી તણાયુ હતું. ધસમસતા પાણીમાં જેસીબી સાથે ડ્રાઈવર પણ તણાયો. જેનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છેસદનસીબે છતર ગામમાં તણાયેલા JCB મશીનના ચાલકનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong