“મેગીના ભજીયા’ બનાવીને નાના મોટા સૌને ખુશ કરી દો, ક્યારે ટ્રાય કરો છો?

“મેગીના ભજીયા”

બધા જ શહેરનું કોઈના કોઈ ફૂડ પ્રખ્યાત હોય છે.અમદાવાદમાં ઘણું બધું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અને એમાનાં એક છે ‘ મેગીના ભજીયા’. જેના વખાણ અવારનવાર તમને સાંભળવામાં કે વાંચવામાં આવ્યા હશે. આજે હું એ મેગીના ભજીયાની રેસિપી લઇને આવી છું.

મેગીનું નામ સાંભળતા જ બધા ખુશ થઇ જાય છે. બાળકો અને મોટા બધાને પ્રિય હોય એવી મેગીના ભજીયા પણ બને છે અને એક વાર જરૂરથી બનાવા જેવી વાનગી છે.

આ ખાઈ ને બધા જ ખુશ થઈ જશે એની ખાતરી આપું છું. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવા આ મેગીના ભજીયાની રેસિપિ નીચે મુજબ છે.

સામગ્રી:

 • 1 નાનું મેગીનું પેકેટ એના મસાલા સાથે,
 • 1 મેગી મેજીક મસાલા નું પેકેટ ( ના ઉમેરો તો પણ ચાલે),
 • 1 ટામેટું ઝીણું સમારેલું,
 • 1/4 કેપ્સિકમ ઝીણી સમારેલી,
 • 1 ડુંગળી ઝીણી સમારેલી,
 • 1 લીલું મરચું,
 • 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર,
 • 1/2 કપ ચણાનો લોટ,
 • મીઠું અને મરચું સ્વાદ અનુસાર,
 • ચપટી હિંગ,
 • 1/8 ચમચી ગરમ મસાલો,

રીત:-
સૌ પ્રથમ મેગી લો.

સૌ પ્રથમ એક કડાઈમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને જરા મીઠું ઉમેરીને ઉકળવા મુકો.

ઉકળે પછી તેમાં મેગી ઉમેરીને થવા દો. 2 મિનીટ થાય અથવા તો બફાઈ જાય એટલે ગેસ બંધ કરો.
1 મિનિટ એ પાણીમાં જ રેહવા દો. પછી મેગીને એક ચારણીમાં નીકાળી લો અને 10- 15 એમાંથી પાણી નીકળી જાય અને ઠંડી થાય જાય ત્યાં સુધી ચારણીમાં જ રેહવા દો.

હવે બાફીને ઠંડી થાય પછી મેગી એક બાઉલમાં લો.

તેમાં ઝીણા સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટું ,કોથમીર, લીલું મરચું, મેગી મેજીક મસાલો, મેગીમાં સાથે આવેલો મસાલો, હિંગ, મીઠું , મરચું , ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરીને હળવા હાથે બધું મિક્સ કરો.

અને હાથેથી નાના નાના ભાગ લઈને ગોળ કરીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળવા મુકો.અને પછી ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો..

અને પછી એને તેલમાંથી નીકાળીને પેપર નેપકીન પર રાખો જેથી વધારાનું તેલ નીકળી જાય.

હવે આ મેગી ના ભજીયાને ડુંગળીની સ્લાઈસ, તળેલા મરચાં અને ટોમેટો સોસ સાથે કોઈ પણ સમયે સર્વ કરો. અને એની મજા માણો.

નોંધ:- મેગીને વધુ પડતી ના બાફવી. અને પાણી નીકાળી ને જ બધુ ઉમેરો. મેગી બરાબર ઠંડી કરવી એટલે ઓછા લોટ માં બહુ જ સરસ ભજીયા બનશે. આ ભજીયામાં ખૂબ જ ઓછું તેલ વપરાય છે એટલે ડાયેટ વાળા પણ ખાઈ શકે છે. 🙂

તમને ગમતાં બીજા કોઈ શાક પણ ઉમેરી શકો છો. ( કોબી , ગાજર)

આ પ્રખ્યાત વાનગી તમારા ઘરે બનાવો અને બધાને ખુશ કરી દો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી