જલ્સા કરોને જેંતીલાલ

લો બોલો, આ પત્નીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, જેમાં કપલે એકનું નામ રાખ્યુ ‘કોરોના’, જ્યારે બીજાનુ નામ?

જોડિયા બાળકોના નામ

image source

આજે જ્યાં આખી દુનિયામાં લોકો કોરોના કે કોવિડ નામ સાંભળીને ભયભીત થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિમાં શું આપ વિચારી શકો છો કે, કોઈ પરિવાર માટે આ બંને નામ કોવિડ અને કોરોના ભયનું કારણ નહી પણ પોતાના પરિવારની ખુશીનું કારણ બની ગયું છે.!

આપ પણ વિચારમાં પડી ગયાને કોવિડ અને કોરોનાનું નામ કેવી રીતે કોઈ વ્યક્તિ કે પરિવાર માટે ખુશીનું કારણ હોઈ શકે ? પણ આ વાત સાચી છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી એક દંપતીને પોતાના જુડવા બાળકોના નામ કોવિડ અને કોરોના રાખવામાં આવ્યું છે. આ દંપતી પોતાના જુડવા બાળકોને આવી કપરી પરિસ્થિતિને પાર કરનાર વિજય પ્રતિક સમાન માને છે.

image source

કોવિડ અને કોરોના હાલની પરિસ્થિતિ માટે એવા શબ્દો છે જેને સાંભળતા જ લોકો એકબીજાથી દુર ભાગવા લાગે છે. હાલમાં જ્યાં લગભગ આખી દુનિયામાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને લોકોના મનમાં આ બે શબ્દોના કારણે ભયનો માહોલ બની ગયો છે. તેવા સમયે ઉત્તર પ્રદેશ રાજ્યના રાયપુર શહેરમાં રહેતા એક દંપતીએ પોતાના નવજાત જુડવા બાળકોના નામ જ કોરોના અને કોવિડ રાખી દીધું છે. આ દંપતીને જુડવા બાળકોમાં એક દીકરો અને દીકરીનો જન્મ થયો છે. હાલમાં ચાલી રહેલ ભયની પરિસ્થિતિમાં આ દંપતીએ લોકોના મનમાંથી કોરોના અને કોવિડ નામના ભયને દુર કરવા માટે જુડવા બાળકોમાં જન્મેલ દીકરીનું નામ કોરોના રાખ્યું છે જયારે દીકરાનું નામ કોવિડ રાખવામાં આવ્યું છે.

image source

ઉત્તર પ્રદેશના શર્મા દંપતી જણાવે છે કે, જયારે હોસ્પીટલના સ્ટાફ અને ડોક્ટર્સએ પણ પોતાના જુડવા બાળકોને કોરોના અને કોવિડના નામથી બોલાવવાનું શરુ કરી દીધું ત્યારે આ શર્મા દંપતીએ પણ પોતાના જુડવા બાળકોનું નામ કોરોના અને કોવિડ રાખવાનું નક્કી કરી લીધું. વિનય શર્મા પોતાની પત્ની પ્રીતિ સાથે ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની રાયપુર શહેરની પુરાની વસ્તી વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહે છે.

image source

પ્રીતિ શર્મા જણાવે છે કે, મને ૨૬ માર્ચ, ૨૦૨૦ના રોજ અચાનક મધ્ય રાત્રીમાં જ એકાએક પ્રસવ પીડા શરુ થઈ ગઈ હતી. ત્યારે પતિએ ઘણા પ્રયાસો કર્યા પછી ૧૦૨ મહતારી એક્સપ્રેસ સેવા હેઠળ એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી લીધી. વિનય શર્મા વધુ જણાવતા કહે છે કે, આખા દેશમાં નોવેલ કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતિમાં રોડ પર જયારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે વાહનોની અવર-જવર બંધ હોવાથી કેટલીક જગ્યા રોકવામાં આવ્યા, પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ જોતા જ તરત જ આગળ જવા દેવામાં આવતા. અત્યારે માતા અને બન્ને બાળકો સ્વસ્થ છે. હોસ્પીટલમાં મળવા આવનાર પરિવાર જનો અને મિત્રોએ બાળકોના કોવિડ અને કોરોના નામ રાખવાના નિર્ણયને એક સાહસિક નિર્ણય ગણાવ્યો છે.

image source

કોરોના અને કોવીડની માતા બનેલ પ્રીતિ જણાવે છે કે, હું વિચારી રહી હતી કે, આટલી મોડી રાત્રે હોસ્પીટલમાં શું હશે, પણ સદનસીબે ડોક્ટર અને હોસ્પીટલના બીજા સ્ટાફએ પણ ઘણી મદદ કરી છે. વધુમાં જણાવતા કહે છે કે, અમારા બીજા શહેરમાં અને દુર રહેતા સંબંધીઓ પણ હોસ્પીટલમાં આવવાની ઈચ્છા ધરાવતા હતા, પણ દેશમાં કોરોના વાયરસના લીધે લોકડાઉન ચાલી રહ્યું હોવાથી ટ્રેન અને બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હોવાથી તેઓ આવી શક્યા નહી.

બીઆર આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં પીઆરઓ શુભ્રા સિંહે કહ્યું કે, માં અને નવજાત બાળકોનું સ્વાસ્થ્ય સારું છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. વધુમાં શુભ્રા સિંહે જણાવ્યું કે, પ્રીતિ વર્મા તેના પતિ સાથે હોસ્પિટલમાં પહોંચી ત્યારે તરત ક સીજેરિયનની વ્યવસ્થા કરાવામાં આવી, કારણકે કેસ થોડો જટીલ હતો.

image source

ઉત્તર પ્રદેશ રાયપુરની બીઆર આંબેડકર મેમોરીયલ હોસ્પીટલના પીઆરઓ ડૉ.શુભ્રા સિંહ જણાવે છે કે, માતા અને બન્ને બાળકોનું સ્વાસ્થ્ય સારું છે અને હવે તેઓને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. આગળ જણાવતા ડૉ. શુભ્રા સિંહ કહે છે કે, જયારે પ્રીતિ વર્મા પોતાના પતિ સાથે હોસ્પિટલમાં આવ્યા ત્યારે પ્રીતિ શર્માને જુડવા બાળકો ગર્ભમાં હોવાથી તેની સ્થિતી જટિલ હોવાના કારણે તાત્કાલિક સીજેરિયન (સી-સેક્શન) દ્વારા ડીલીવરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

image source

પ્રીતિ શર્માના હોસ્પીટલમાં આવ્યાના ૪૫ મીનીટના સમયગાળામાં સફળતાપૂર્વક ડીલીવરી કરવામાં આવી. ડૉ. શુભ્રા સિંહ જણાવે છે કે, આ જુડવા બાળકોના નામ કોવિડ અને કોરોના આખી હોસ્પિટલ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version