મ્યુચ્યુઅલ ફંડ જેવી મહોબ્બત – વિશ્વાસ નથી આવતો ને વાંચો અને જાણો…

મનની મીરાત

મ્યુચ્યુઅલ ફંડ જેવી મહોબ્બત

મેચોમેન મીનકને મેનકા જેવી લાગતી માર્વેલસ મીનકા સાથે મહોબ્બત થઇ ગઇ છે. મ્યુઝિક ક્લાસમાંથી આવીને મીનકા મોબાઇલ ફોન હાથમાં લે છે અને મીનકને મેસેજ કરે છે, ‘હાય, મીનક! વ્હેર આર યુ?’ સાંજના સાત વાગવા આવ્યા છે. તારા તરફથી કોઇ મેસેજ નથી આપણે આજે પિંકીની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે ને? તું મારા ઘરની પાસે આવેલી ગિફ્ટશોપ પર અડધો કલાકમાં આવી જજે. ત્યાંથી આપણે બંને સાથે જઇશું. મીનવ્હાઇલ હું પિંકીને આપવા માટેની પ્રેશિયસગિફ્ટ ખરીદી લઉં. ગિફ્ટ માટેનું તારું કોઇ સજેશન હોય તો ફટાફટ રિપ્લાય કરજે મને. નહીંતર હું મારી રીતે ગિફ્ટ લઇ લઇશ.’
મનીમાઇન્ડેડ મીનક તેને રિપ્લાય આપે છે, ‘મીનકા, પિંકી આપણા ગ્રૂપનીન્યૂ કમર છે. તેની પાછળ ફિઝુલ ખર્ચ કરવાની જરૂર મને લાગતી નથી. તેમ છતાં તને કંઇ નાની મોટી વસ્તુ આપવી હોય તો મને કંઇ વાંધો નથી. યુ આર ફ્રી ટુ ડુ વોટ એવર યુ લાઇક! હું માનું છું કે બર્થ ડે પાર્ટી હોય કે પછી કોઇ સોશિયલગેધરિંગ, આ બધામાં મહત્ત્વ મોંઘીદાટગિફ્ટનું નહીં પણ મનગમતા માણસના ઉમળકાનું હોવું જોઇએ.
યુ નો ડિયર, તારી અને મારી મહોબ્બતનો સંબંધ હોય કે અન્ય કોઇ, એ મ્યુચ્યુઅલ ફંડ જેવો હોય છે. તેમાં આપણે જેટલું વધારે અને જેટલા લાંબા સમય સુધી ઇન્વેસ્ટ કરીએ, એટલું જ એનું રિટર્ન પણ વધારે સારું મળે. આઇ થિન્ક કે તને મારી આ સમજ યોગ્ય લાગી હશે. વધુમાં તને રૂબરૂ મળીશ ત્યારે આ અંગે વધુ વાત કરીશ. સી યુ!’
અમીરાત:

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ

ગુલમ્હોર મારી લાગણીનો પાથરીજઇશ.

                                           – મનોજ ખંડેરિયા

લેખક : મીરાં ત્રિવેદી

આપના વિચારો કોમેન્ટમાં જણાવો, દરરોજ આવી અનેક નાની નાની સમજવા જેવી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી