આ ઓઇલ્સનો ઉપયોગ કરીને વધારી દો તમારી એકાગ્રતા

આ એસેન્શિયલ ઓઇલ્સ સાથે મેડીટેશન કરવાથી તમારી એકાગ્રતાનું સ્તર વધી જશે

તમે ચોક્કસ યોગ તો કોઈને કોઈ વાર ટ્રાય કર્યા જ હશે. અને બની શકે કે તમે મેડીટેશન એટલે કે ધ્યાન પણ ટ્રાઈ કર્યું જ હશે. તો તમને તેટલી તો ખબર જ હશે કે મેડીટેશન કંઈ ખાવાના ખેલ નથી. કારણ કે મેડીટેશનમાં તમારે તમારા મગજને સદંતર બંધ કરી દેવું પડે છે જે ઘણી બધી પ્રેક્ટિસ માગી લે છે. તેના માટે તમારે એક શાંત જગ્યાએ સ્થિર બેસવું પડે છે અને તમારા શ્વાસોચ્છ્વાસ પર કેન્દ્રીત થઈને બધી જ ચિંતાઓ ભૂલી જવી પડે છે વિચાર મુક્ત થવું પડે છે જે એક અત્યંત અઘરી બાબત છે.

image source

મેડીટેશન કરતી વ્યક્તિનું મગજ માત્રને માત્ર પોતાના શ્વાસોચ્છ્વાસ પર જ કેન્દ્રીત રહેવું જોઈએ. પણ ઘણા બધા લોકો પોતાના વિચારોને કાબુમાં નથી કરી શકતા અને પોતે ભલે શાંત ટટ્ટાર થઈને બેઠા હોય પણ તેમનાં વિચારો તો ક્યાંક બીજે જ ભટકતા હોય છે. અને છેવટે થોડા સમય બાદ તેઓ કંટાળી જાય છે અને હાર માને છે. પણ કોઈ પણ વસ્તુ શીખવા માટે તમારે તેની સતત પ્રેક્ટીસ કરવી અનિવાર્ય છે. ધ્યાન કરતા શીખવામાં તમારે અઠવાડિયાઓ અને મહિનાઓ લાગે છે. અને તમે ધ્યાન કરવાના ફાયદાઓ તો જાણતા જ હશો. અભ્યાસ પ્રમાણે તે તમારા બ્લડ પ્રેશરને નિયમિત બનાવે છે, તમારા બ્રેઇન એજિંગને ધીમુ પાડે છે, માનસિક તાણ પણ ઘટાડે છે, તેમજ તમને નકારાત્મક લાગણીઓથી પણ બચાવે છે.

image source

પણ જો તમે પણ સામાન્ય લોકોની જેમ ધ્યાન કેન્દ્રીત ન કરી શકતા હોવ અથવા તેમાં મુશ્કેલીઓ આવતી હોય તો તેમાં તમારી મદદ કેટલાક પ્રકારના એસેન્શિયલ ઓઈલ કરી શકે છે. એસેન્શિયલ ઓઈલ એરોમેટિક એટલે કુદરતી સુગંધથી ભરપૂર હોય છે. તેને વિવિધ જાતના છોડવાઓના એક્સટ્રેક્ટમાંથી બનાવવામાં આવી હોય છે. તે વિવિધ રીતે તમારી મદદ કરી શકે છે. તેને તમે તમારા શરીર પર લગાવી શકો છો અથવા તો તેનો ધૂપ પણ કરી શકો છો. તે તમારા મગજને ઠંડુ પાડે છે, તમારા મૂડને બૂસ્ટ કરે છે અને તમને તાણથી પણ મુક્ત કરે છે. તો આજે અમે તમને તેવા કેટલાક એસેન્શિયલ ઓઈલ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે ધ્યાન કરતી વખતે તમારી એકાગ્રતાને વધારી શકો છો.

લેવેન્ડર ઓઈલ

image source

લેવેન્ડરનું તેલ તેની સમગ્ર શરીરને રિલેક્સ કરતી ખાસિય તમાટે ખૂબ જ જાણીતુ છે. તે તમારા માથાથી તે પગ સુધી તમને શાતા આપે છે. લેવેન્ડરની મનને શાંતિ આપતી સુગંધ તમારા મગજને રિલેક્સ કરે છે તમારી સંવેદનાઓને સ્થિર બનાવે છે અને તમને માનસિક સ્પષ્ટતા આપે છે. તે તમારી એકાગ્રશક્તિને વધારે છે, તમારી ચિંતાઓ, મનનું ઉંચાચળા પણું દૂર કરે છે.

ક્લેરી સેજ

image source

ક્લેરી સેજ તમારા મનમાંથી બધા જ નકારાત્મક વિચારોને દૂર કરે છે. આ એસેન્શિયલ ઓઈલ તમારા મૂડને સુધારે છે તમારી એકાગ્રતા સુધારે છે અને ધ્યાન કરતી વખતે તમારા શ્વોસોચ્છ્વાસ પરનું ફોકસ વધારે છે. તે તમારી સંવેદનાઓને સંતુલિત કરે છે તમને સજાગ બનાવે છે અને તમારી યાદશક્તિ પણ વધારે છે.

સેન્ડલ વૂડ ઓઈલ

image source

સેન્ડલવૂડ એટલે કે ચંદનના લાકડામાં એક ઠંડક આપતી અસર રહેલી હોય છે તેનો ઉપયોગ પુરાણ કાળથી આધ્યાત્મિક ઉદ્દેશો માટે વિવિધ ધર્મોમાં કરાતો આવ્યો છે. ચંદનનું તેલ તમારું મગજ જ ઠંડુ નથી પાડતા પણ તે તમારી માનસિક સ્પષ્ટતા પણ વધારે છે અને તે તમે જ્યારે ધ્યાન કરતા હોવ ત્યારે વધુ મદદ કરી શકે છે. તે તમારા મગજને નકારાત્મક વિચારોથી દૂર લઈ જાય છે અને તમારી આંત્રિક શાંતિને ઉજાગર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ