તમને જાણીને નવાઈ લાગશે આટલા બધા કારણ છે દવાના પત્તામાં આપેલી ખાલી જગ્યાના…

તમે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવતા હશો, તો દવાના પત્તા પર કેટલીક ખાલી સ્પેસ હોય છે, જેમાં દવા જ હોતી નથી. તમને પણ એવું લાગતું હશે કે જ્યારે આ સ્પેસમાં દવા નથી ભરવાની, તો સ્પેસ કેમ મૂકી છે. આજે અમે તમને આ સવાલનો જવાબ આપીએ. આ ખાલી સ્પેસ ટેબ્લેટ સાથે કનેક્ટેડ હોય છે. આ સ્પેસને કારણે બે દવા એકબીજાને મળતી નથી અને કેમિકલ રિએક્શન થવાથી બચી શકાય છે. આ સ્પેસ દવાને બચાવી રાખવા માટે હોય છે. દવાઓને લાવવા અને લઈ જવા માટે નુકશાન ન થાય તે માટે આ સ્પેસ બનાવવામાં આવે છે. આ સ્પેસ દવાઓ માટે Cushioning Effect ની જેમ હોય છે, જેનાથી દવા ડેમેજ નથી થતી. તેના અનેક કારણ હોઈ શકે છે, જેમ કે પ્રિન્ટ એરિયાને વધારવું. અનેકવાર ટેબ્લેટના આખા પત્તામાં માત્ર એક જ દવા હોય છે. આવામાં પત્તાની પાછળની પ્રિન્ટ થનારી માહિતીઓ (જેમ કે, કમ્પાઉન્ડ્સ, એક્સપાયરી) ને છાપવાની જરૂર હોય છે, તેથી ખાલી સ્પેસ બનાવવામાં આવે છે.
આ ઉપરાંત દવાઓના પત્તાને કાપતા સમયે દવાને નુકશાનથી બચાવવા માટે અને સાચો ડોઝ બતાવવા માટે પણ આ સ્પેસ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ડોક્ટરે તમને સપ્તાહમાં એક જ ગોળી ખાવાનો આદેશ આપ્યો છે, તો તમને દવાના અલગ અલગ પત્તાને ખરીદવું પડશે. જેનાથી તમારો ડોઝ બની રહી અને તમે કંઈક વધુ કે કંઈક ઓછું ન લઈ લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી અને જાણવા જેવી બીજી ઘણી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ