40ની ઉંમર વટાવી લીધી હોય તો જલદી કરાવી લો આ 5 મેડિકલ ટેસ્ટ, નહિં તો પસ્તાશો

સ્ત્રીઓએ ચાલીસની ઉંમર વટાવ્યા બાદ આ પાંચ મેડીકલ ટેસ્ટ કરાવવા જ જોઈએ

image source

જો તમે ચાલીસ વર્ષની ઉંમર વટાવી ચુક્યા હોવ તો તો તમને કદાચ ખ્યાલ હશે કે તમારા માટે આ દાયકો એટલે કે તમારી ચાલીસી કેટલી મહત્ત્વની છે. ચાલીસ વર્ષની ઉંમર વટાવ્યા બાદ તમારે તમારા સ્વાસ્થ્યની તપાસ કરવી ખૂબ જરૂરી છે. આ જ સમયમાં તમારે તમારી જૂની બધી જ ખરાબ આદતોને છોડવાની છે અને આવનારા સમય માટે તમારા જીવન તેમજ તમારા શરીરને સ્વસ્થ બનાવવાનું છે.

image source

તમે તમારી લાઇફટાઈલને તો સુધારશો જ પણ સાથે સાથે તમારે સારા પોષણ અને ફીટનેસ માટે પણ સમય કાઢવો પડશે અને તેની જ સાથે તમારે તમારા કેટલાક મેડીકલ ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ.

ચાલીસની ઉંમર વટાવી ગયેલી સ્ત્રીઓ માટે મહત્ત્વના મેડીકલ ટેસ્ટ

બ્લડ પ્રેશર ટેસ્ટ

image source

તમે જ્યારે તમારી ચાલીસીમાં પ્રવેશો છો ત્યારે તમારું બ્લડ પ્રેશર વધતું હોય છે, પણ સારી બાબત છે કે તમે યોગ્ય ખોરાક, વ્યાયામ તેમજ દવાઓએ દ્વારા તમારા બ્લડ પ્રેશરને નીચું લાવી શકો છો. જો તમે લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માગતા હોવ તો તમારે તમારા બ્લડ પ્રેશરના સ્તરને હંમેશા કાબુમાં રાખવું જોઈશે. આમ કરવાથી તમને ગંભીર રોગો જેવા કે હૃદયના રોગો તેમજ હૃદય ઘાત વિગેરેના જોખમો પણ ઘટી જશે.

બ્લડ શુગર ટેસ્ટ

જો તમારા કુટુંબનો હીસ્ટ્રી ડાયાબીટીસનો હોય તો તમારે બ્લડ શુગર ટેસ્ટ ખાસ કરાવી લેવો જોઈએ. એક સંસ્થા પ્રમાણે 45ની ઉંમરથી તમારે દર વર્ષે બ્લડ શુગર ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

લીપીડ પ્રોફાઈલ ટેસ્ટ

image source

આ એક અત્યંત સાદો બ્લડ ટેસ્ટ છે જે તમારું જીવન પણ બચાવી શકે છે. બ્લડ પ્રેશરની સાથે સાથે તમારે તમારા લોહીમાંનું કોલેસ્ટેરોલનુ સ્તર પણ સમયાંતરે ચેક કરાવતા રહેવું જોઈએ. આ ટેસ્ટ તો તમારે તમારી વીસીમાં જ કરાવી લેવો જોઈએ જો ન કર્યો હોય તો હાલ જ કરાવી લો. તમને જણાવી દઈએ જેમ જેમ તમે મોટા થાઓ છો તેમ તેમ કોલેસ્ટેરોલ ઉચ્ચ થવાનું જોખમ પણ વધતું જાય છે.

પેલ્વિક એક્ઝામ (નિતંબની તપાસ)

image source

જો તમને એવું લાગતું હોય કે બાળકો થયા બાદ તમારે તમારા નિતંબની તપાસ ન કરાવવી જોઈએ પણ તેવું નથી. ચોક્કસ તમને તેમાં થોડો સંકોચ થાય પણ થોડી મિનિટના સંકોચને સહન કરીને તમે પેલ્વિક એક્ઝામિનેશન દ્વારા સર્વાઇકલ કેન્સર તેમજ સેક્ષ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગોથી તમારી જાતને બચાવી શકો છો. 30થી 65 વર્ષની સ્ત્રીઓએને સલાહ આપવામાં આવે છે કે તેમણે આ પ્રકારનું પરિક્ષણ અને HPV ટેસ્ટ પણ દર પાંચ વર્ષે કરાવવા જોઈએ.

મેમોગ્રામ ટેસ્ટ

image source

અમેરિકન કેન્સર સોસાયટી દરેક સ્ત્રીને સલાહ આપે છે કે તેમણે ચાલીસીની શરૂઆતથી મધ્ય સુધીમાં મેમોગ્રામ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. કારણ કે આ સમય દરમાયન તમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ વધારે હોય છે. આ ઉપરાંત એવી પણ સલાહ આપવામા આવે છે કે 45થી 54 વર્ષ સુધી દર વર્ષે સ્ત્રીઓ મેમોગ્રામ્સ કરાવવા જોઈએ, જ્યારે 55ની ઉંમર વટાવ્યા બાદ સ્ત્રીઓએ દર બે વર્ષે મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જેઈએ.

image source

માટે સ્વસ્થ લાંબુ જીવન જીવવા માટે તમારા માટે થોડો સમય કાઢો અને ઉપર જણાવેલા પરિક્ષણો કરાવી નિશ્ચિંત બનો અને જો કોઈ સમસ્યા હોય તો તેનાથી જાગૃત થાઓ અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ