વાંચો એવી કઈ જગ્યા છે જ્યાં સોનમ કપૂર પોતાના મનપસંદ વ્યક્તિ સાથે જવાનું વિચારી રહી છે…

સ્ટાઇલિશ ટ્રાવેલિંગ અને જોખમી ટ્રેકીંગ પસંદ કરતી સોનમ

સોનમ કપૂરને કોઇપણ ઓળખની જરૂર નથી. બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂરની આ દિકરી ફેશનિસ્ટ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે. સોનમ બ્રાન્ડ કોન્સિયસ છે અને સાથે ટ્રાવેલ કોન્સિયસ પણ છે. સોનમ પ્લાનિંગ કરીને નહીં પણ મૂડ પ્રમાણે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. સોનમ ફિલ્મી શૂટીંગ દરમિયાન ન ફરી શકાય તેટલું તે પોતાની રીતે ટ્રાવેલિંગ કરી ચૂક્યા છે. તો ચાલો સોનલ વિશે જાણીયે તેના દેશ-દુનિયાના રસપ્રદ અનુભવ વિશે.

સોનમને ટ્રાવેલિંગ કેટલું પસંદ છે.ટ્રાવેલિંગ મારા માટે સૌથી વધારે એન્જોય કરવાની મુવમેન્ટ છે. હું થોડી પણ ફ્રી હોઉં તો ફરવા જવાનું પ્લાનિંગ કરી લઉં છું. લાઇફને એન્જોય કરવી હોય તો ટ્રાવેલિંગ બેસ્ટ ઓપ્શન છે. તેમાં તમે એન્જોય તો કરી શકો છો, પણ સાથે જ તમે ઘણું બધું નોલેજ પણ મેળવી શકો છો.

તમે સ્ટાઇલ આઇકોન છો, તો તમને કેવા પ્રકારનું ટ્રાવેલિંગ પસંદ છે.હું સ્ટાઇલિશ છું પણ મને જોખમ પસંદ છે. તેમાં પણ ટ્રેકીંગને હું વધારે પસંદ કરું છું. તે સિવાય મને બીચ ખૂબ ગમે છે. હું આખો દિવસ બીચ પર પસાર કરી શકું છું.

ટ્રાવેલિંગ કરવાનું કોની સાથે પસંદ છે.

હું મારા ફ્રેન્ડ્સ અને ફેમીલી બંને સાથે ફરવાનું પસંદ કરું છું. બીચપર કે હીલ સ્ટેશન પર જવાનું હોય તો ફ્રેન્ડ્સ સાથે જાઉં છું. શોપિંગ કરવા ક્યારેય મમ્મી સાથે જાઉં છું. હાલમાં જ હું અને મમ્મી બંને દુબઇ શોપિંગ કરીને આવ્યા છીએ.

ફેમીલી સાથે વીતાવેલા પ્રવાસના કોઇ યાદગાર પ્રસંગ જણાવશો.

ઘણા વર્ષ પહેલાં અમે સૌ એકસાથે રોમ ફરવા ગયા હતાં ત્યાંની ટ્રિપ ખૂબ યાદગાર રહી. અમે સાઇટસીઇંગ કર્યું હતું, સ્વાદિષ્ટ ભોજન કર્યું હતું (અલબત્ત, ભોજન ઇટાલિયન હતું) અને ખૂબ ખૂબ વાતો કરી હતી. એ સૌથી યાદગાર પ્રવાસ બની રહ્યો છે મારા માટે. તે સમય અમે સૌએ ખૂબ એન્જોય કર્યું. મારા લાઇફની તે બેસ્ટ ટ્રીપ હતી.

તમે સિંગાપુરમાં અભ્યાસ કર્યો છે. તમને એ સ્થળની કઇ બાબત સૌથી વધારે પસંદ છે.

સિંગાપુર ખરેખર અનેકવિધ રંગે રંગાયેલું શહેર છે અને ત્યાં એ રીતે રહેવાની મજા આવે છે. આથી જ ત્યાં મળતા ક્યુઝીનમાં તમને જાતજાતનું વૈવિધ્ય જોવા મળે છે અને ત્યાંનું સ્ટ્રીટફૂડ પણ અત્યંત મજેદાર હોય છે. મને ત્યાંના બોટક્વે, ક્લક્વે અને મોહમ્મદ સુલતાન રોડ પર આવેલાં ઇટકીઝ અને બારમાં ભોજન લેવાનું ગમે છે.

ક્યા સ્થળો તમને વધારે પસંદ છે.

તમારી ગમતી જગ્યાની પસંદગી દરેક વખતે કરવી મુશ્કેલ છે. જોકે પ્રવાસ કોઇ પણ પ્રકારનો હોય તેની મજા જ કંઇ ઓર છે. મને બોરા બોરા, મોન્ટ બ્લેનના પર્વતો, સિક્સ સેન્સીસ રિસોર્ટ્સ ખાતે અને થાઇલેન્ડના સ્પા ખૂબ પસંદ છે. ન્યૂઝીલેન્ડ એટલે પસંદ છે કે ત્યાં સાહસિક અનુભવ કરવાની મજા આવે છે.

છેલ્લે ભારતના ક્યા સ્થળે ફરવા ગયા હતા.

હિમાલય પાસે આવેલા ઋષિકેશના અનંદા ગઇ હતી. એ ટ્રિપ સાચે જ અદભુત હતી.

એવી કોઇ જગ્યા છે જ્યાં ફરવા જવા માટે તમારી તીવ્ર ઇચ્છા હોય.

મને મારી ગમતી વ્યક્તિઓ સાથે પેરિસ ફરવા જવાની તીવ્ર ઇચ્છા છે. એ અત્યંત રોમેન્ટિક શહેર છે…. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દરેક સ્થળ અનોખું છે.

તમે વેકેશન ગાળવા અથવા તો કોઇ કામથી ટ્રાવેલિંગમાં ગયા હો ત્યારે ક્યા સ્થળેથી કઇ વસ્તુંનું શોપિંગ કરવાનું પસંદ કરો છે.હું કોઇપણ સ્થળે ફરવા માટે જાઉં તો શોપિંગ કરું છું પણ જરૂરી નથી કે તે ત્યાની ફેમસ વસ્તુઓ જ હોવી જોઇએ. હું સ્કોટલેન્ડની અવિસ્મરણીય સ્મૃતિ, કાશ્મીરથી ગરમ કપડાં, ન્યૂઝીલેન્ડથી ઓલિવ પ્રોડક્ટસ અને મધ, થાઇલેન્ડથી ફર્નિચર….આવું કઇક પણ લાવવાનું પસંદ કરીશ. જોકે આ યાદી તો ખૂબ લાંબી થાય એવી છે. મને શોપિંગનો ક્રેઝ છે.

તમને ખાવાનો શોખ છે. ક્યુઝેનમાં તમને શું ભાવે છે.

મને ખાવાનો જબરો શોખ છે અને ક્યુઝેનમાં મને થાઇ અને જાપાનીઝ ખૂબ ભાવે છે. જોકે દુનિયાભરમાં દરેક સ્થળના ભોજનનો સ્વાદ અનેરો જ હોય છે. તમને શું ભાવે છે એના પર તમામ આધાર રહેલો છે.

તમારા શહેર મુંબઇમાં શું જોવાનું પસંદ કરો છો.

મુંબઇની સંસ્કૃતિ અને તેની અસલી મજા માણવા માટે એક વાર તો મુંબઇની મુલાકાત લેવી જ જોઇએ. અહીની કોઇ ખાસ જોવાલાયક જગ્યા કે સ્થળ વિશે હું તમને ખાસ ન જણાવી શકું, એ તો તમારે જ અનુભવવાની અને માણવાની જરૂર છે.તમારા કામ માટેના ટ્રાવેલિંગદરમિયાન થયેલા ખરાબ અનુભવ વિશે જણાવીશો.

મારે ક્યારેય કોઇ અણગમતી ટ્રિપમાં જવાનું નથી થયું. જોકે હું વિશ્વના મારા ગમતા શહેર ન્યૂયોર્ક ગઇ હતી અને ત્યાં મને ટાઇફોઇડ થયો એ ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો. મારામાં ત્યાં ફરીને એન્જોય કરવાની શક્તિ જ રહી નહોતી. હું તે ટ્રીપને હંમેશા ખરાબ એક્સપીરીયન્સ તરીકે યાદ કરતી રહું છું.

ફરવા જતી વખતે કયા પુસ્તકો સાથે લેવાનું પસંદ છે?મને ટ્રાવેલિંગ દરમિયાન પેપરબેક્સ હોય એવા પુસ્તકો વાંચવાનું ગમે છે. અત્યારે હું એમા ડોનોગની `રૂમ’ વાંચી રહી છું.

તમારી સાથે ટ્રાવેલિંગમાં કઇ ત્રણ વસ્તુઓ હોવી જ જોઇએ.

મારો કેમેરા,ચાલવા માટે શૂઝ અને શાલ.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

દરરોજ બોલીવુડના અનેક કલાકારની જાણી અને અજાણી વાતો વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી