મેદસ્વિતાથી છો ચિંતિત તો આ ચીજો સાથે લો એલોવેરા જેલ ફરક તમે જાતે જ જોઈ શકશો…

એલોવેરા એક એવી ચીજ છે જેનો ઉપયોગ સુંદરતા નિખારવા સાથે જ અનેક બિમારીઓનાં ઈલાજમાં પણ કરવામાં આવે છે. પરંતુ ઓછા જ લોકોને ખબર હશે કે એલોવેરા જેલ વજન ઘટાડવાનો રામબાણ ઉપાય છે.

એલોવેરાની મદદથી ઓછું કરો વજન


એલોવેરાને વચ્ચેથી કાપીને ખૂબ સરળતાથી તેની જેલ કાઢવામાં આવી શકે છે. તમે ઈચ્છો તો તેને પાણી સાથે ગળી જાઓ કે પછી સ્મૂધી બનાવીને પી શકો છો. એલોવેરામાં ઘણી પ્રકારનાં વિટામીન, લવણ, એંઝાઈમ, કાર્બોહાઇડ્રેટ, અમીનો એસિડ, સેલિસિલિક એસિડ અને બીજા પોષક તત્વો મળી આવે છે. એલોવેરાનાં આ તત્વ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ હોઇ છે.


નિયમિત રીતે એલોવેરાનું જ્યૂસ પીવાથી ન ફક્ત વજન ઓછું થાય છે પરંતુ આ શરીરની ઘણીબધી અંદરની બિમારીઓને પણ મટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. જોકે આ જાણવું જરૂરી છે કે એલોવેરાનું સેવન કઈ વસ્તુઓ સાથે કરવું સૌથી વધારે ફાયદાકારક રહેશે.

આમ તો કોઈપણ ઉપાય શરૂ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લઈ લેવી. જેથી તેની કોઈ ખરાબ અસર તમારા પર ન થાય.

૧. તમે ઈચ્છો તો એલોવેરા જેલ કોઈપણ ફળનાં જ્યૂસ સાથે મેળવીને ઉપયોગમાં લઈ શકો છો.


૨.તમે ઈચ્છો તો ફક્ત એલોવેરા જેલ પણ ખાઈ શકો છો કે પાણીની મદદથી ગળી શકો છો.

૩. લીંબુ પાણીમાં એલોવેરા અને થોડી માત્રામાં મધ મેળવીને પણ તેનું સેવન કરી શકાય છે.

૪. વેજીટેબલ સ્મૂધી સાથે પણ એલોવેરા જેલ મિક્સ કરી પી શકાય છે.


એલોવેરા જ્યૂસ પીને આવી રીતે ઓછી કરો વધી ગયેલી મેદસ્વિતા

અત્યાર સુધી આપણે બધા જાણી ચૂક્યા છીએ કે ઘરમાં લગાવેલ કાંટાળુ એલોવેરા આપણા સ્વાસ્થય માટે કેટલું વધારે લાભકારી છે. એલોવેરા વાળ, ચહેરો તેમજ શરીર માટે ખૂબ લાભદાયક છે. પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જેલ વજન ઓછું કરવામાં પણ કામ આવી શકે છે.


એલોવેરા જેલ તમે પાણી, જ્યૂસ કે તેની સ્મૂધી બનાવીને દિવસમાં ઘણીવાર પી શકો છો. એલોવેરા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોઈ છે. આમાં ૭૫ એક્ટિવ વિટામીન્સ, મિનરલ્સ, એન્જાઈમ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, અમીના એસિડ, સેલિસિલિક એસિડ અને ફાઈટોકેમિકલ્સ મળી આવે છે. આ બધી વસ્તુઓ તમારું વજન ખૂબ સરળતાથી અને વગર પૈસા ખર્ચ કર્યે ઓછું કરશે.


જો તમે નિયમિત રીતે એલોવેરા જ્યૂસનું સેવન કરશો તો તમારું ન ફક્ત જાડાપણું ઘટશે પરંતુ શરીરની અન્ય બિમારીઓ પણ મટી જશે. આવો જાણીએ કે એલોવેરાને તમે કઈ કઈ વસ્તુ સાથે મિક્સ કરીને પી શકો છો, જેનાથી તમારી મેદસ્વિતા જલ્દી ખતમ થઈ શકે.


એલોવેરા લેતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. તેની આડઅસર, ઉચિત ખોરાક અને જો તમે એલોવેરા કોઈ દવા સાથે લેશો તો શું તમારા સ્વાસ્થય પર કોઈ આડઅસર પડશે, આ બધી વસ્તુ બાબતે ડોક્ટરને જરૂરથી પૂછી લો.


એલોવેરા કાપીને તેમાથી જેલ કાઢી લો અને તેમાં તમારા મન પસંદ કોઇપણ ફળનો રસ મેળવી દો.

પ્લેન એલોવેરા જેલ અને જ્યૂસ

એલોવેરા છીણીને તેની જેલ કાઢો અને તેને ફ્રિઝમાં આગળનાં ઉપયોગ માટે રાખી દો. તમારે રોજ સવારે દરેક જમણનાં ૧૫ મિનિટ પહેલા અડધો કપ જ્યૂસ પીવાનું રહેશે. આ જ્યૂસ ૧-૨ અઠવાડિયા સુધી પીઓ. જો તમે ઇચ્છો તો ૧ ચમચી જેલ દિવસમાં એકવાર ખાઈ શકો છો.

એલોવેરા અને લીંબુ


એલોવેરા જેલને એક ગ્લાસમાં કાઢી તેની અંદર લીંબુ, પાણી અને થોડું મધ મિક્સ કરીને પી લો. નિયમિત રૂપથી પીવાથી મેદસ્વિપણુ ઓછું થાય છે.

એલોવેરા અને મધ

એક ગ્લાસ એલોવેરા જ્યૂસમાં ૧ ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે હલાવી અને પી લો. તેને નિયમિત રીતે પીવાથી મેટાબોલિઝ્મ વધે છે, પેટ બરાબર રહે છે અને વધારે ચરબી બળે છે.


એલોવેરા અને પાણી

૧-૨ ચમચી એલોવેરા જ્યૂસ પાણી સાથે મિક્સ કરીને પીઓ. આ દિવસમાં એકવાર જરૂરથી પીવું.

એલોવેરા, ફળ અને નાળિયેર સ્મૂધી

૧ મધ્યમ આકારનું એલોવેરાનું પાન, ૧ કપ બદામ કે નાળિયેર દૂધ, ૧/૨ કપ તાજી કેરી કે રસ, ૧/૨ ચમચી નાળિયેર તેલ,૧ ચમચી મધ, ૧ ચમચી અળસીનાં બીજ, પ્રોટીન પાઉડર મિક્સરમાં પીસીને દિવસમાં ૧-૨ વાર દરરોજ પીવું.


ગ્રીન એલોવેરા સ્મૂધી

આ બધી વસ્તુ એક સાથે બ્લેન્ડરમાં નાખી બ્લેન્ડ કરી લો. જેમ કે ૧ મુઠી ધોયેલી પાલક, ૧ મોટો ટુકડો એલોવેરા, ½ છીણેલી કાકડૂ, ¾ કપ નાળિયેર પાણી, ૫-૬ બરફનાં ટુકડા, ½ચમચી સ્પિરુલીના પાઉડર મિક્સ કરી સ્મૂધી બનાવો અને એ દિવસમાં ૨-૩ વાર પીઓ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ