મેક્રોની પાસ્તા એ પણ ચાઈનીઝ તડકા સાથે, આજે જ ટ્રાય કરજો ઘરમાં બધાને પસંદ આવશે…

પાસ્તા આમતો રેડ ,સફેદ અને ગ્રીન બનાવતા હોય છે પણ આજે ચાયનીઝ રીત થી ચટપટા પાસ્તા શીખીશું ..તેમા જેટલા શાકભાજી નાખવામાં આવશે એટલું જ વધારે પૌષ્ટિક થશે .તો આવો જોઇએ કેવી રીતે ચાયનીઝ રીત પાસ્તા જે બનાવવામાં એકદમ સહેલું અને બાળકો પણ ફટાફટ ખાઈ જશે.

સામગ્રી :

  • – 1 બોવેલ મેક્રોની પાસ્તા
  • – બાફવા માટે જરુર મુજબ પાણી
  • – સ્વાદ મુજબ મીઠું
  • – 2 ચમચી રેડ ચિલ્લી સોસ
  • – 1 ચમચી ગ્રીન સોસ
  • – 2 નગ મરચું
  • – 1/2 ઇંચ આદુ નો ટુકડો
  • – 5-6 લસણ કળી
  • – 1 બોવેલ લાંબી સુધારેલી કોબી
  • – 1 નગ કાંદો લાંબો સુધારેલો
  • – 1 નગ ગાજર લાબું સુધારેલું
  • – 2 ચમચી તેલ
  • – 3 ચમચી પાણી માં પીગળેલું કોર્ન ફ્લોર
  • – 1/2 મરી પાવડર

રીત :

1.સૌ પ્રથમ એક મોટી તપેલી માં 3 ગ્લાસ જેટલું પાણી લેવું ..આ પાણી ઉકળે એટલે તેમાં મીઠું અને મેક્રોની ઉમેરી ..એને 10 મિનિટ માટે બાફવા મૂકી દેવું …બફાય જાય પછી તેને ઠડા પાણી ઉમેરી ચારણી માં કાઢી લઇ તેની ઉપર તેલ લગાવી ને રાખી દેવા ..

2.હવે એક પેન માં તેલ લઇ તેમાં 1 બોવેલ લાંબી સુધારેલી કોબી , 1 નગ કાંદો લાંબો સુધારેલો ,1 નગ ગાજર લાબું સુધારેલું ઉમેરી 2-3 મિનિટ માટે સાંતળી લેવું ..પછી આદુ – માર્ચ અને લસણ ની પેસ્ટ ઉમેરવી ..હવે વેજિટેબલે માં સૌસ , મરચું પાવડર અને મીઠું અને મરી પાવડર ઉમેરી સાંતળી લેવું …

3..પછી છેલ્લે 3 ચમચી પાણી માં પીગળેલું કોર્ન ફ્લોર ઉમેરવું …અને બોઈલ પાસ્તા ઉમેરી મિક્સ કરી દેવું …અને ગરમ સર્વ કરવું …

નોંધ –

– તમને જે વેજિટેબલ ભાવે એ લઇ શકો છો ..

– કોર્ન ફ્લોર ના હોય તો મેંદા ની સ્લરી પણ ચાલે …રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.