નોકરી પહેલા આ કપલ રોજ સવારે કરે છે આ કામ, શું તમે જાણો છો તેની પાછળનુ કારણ?

MBA થયેલું આ કપલ રોજ સવારે મુંબઈના સ્ટેશન પર ચલાવે છે ફૂડ સ્ટોલ – કારણ છે અત્યંત લાગણીભર્યું, આ પતિ-પત્ની કામે જતાં પહેલાં કરે છે આ સદકાર્ય – હજારો લોકો તેમના આ કામને બીરદાવી રહ્યા છે

image source

સમાજમાં વર્ષોથી ચાલ્યું આવ્યું છે કે ગરીબ ઓર વધારે ગરીબ બનતો જાય છે અને ધનવાન ઓર વધારે ધનવાન બનતો જાય છે. અને આ અસમાનતાની ખીણ દીવસેને દીવસે ઊંડી અને ઊંડી જ થતી જાય છે. કોઈ કોઈનો હાથ ખેંચીને ઉપર લાવવાનો ભાગ્યે જ પ્રયાસ કરતું હોય છે.

image source

હાલના જમાનામાં જ્યાં ભાઈ પણ ભાઈને મદદ નથી કરતો ત્યાં કેટલાક એવા લોકો પણ છે જેઓ પોતાની સાથે અન્યોને લઈને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. આજે પણ એવા કેટલાક લોકો છે જેઓ બીજાનો વિચાર કરી રહ્યા છે. આજે અમે તમારી સમક્ષ એવા જ એક પતિ-પત્નીની વાત લાવ્યા છીએ જે પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને ગર્વ થાય તેવું કામ કરી રહ્યા છે.

image source

આપણે હંમેશા બધું ભગવાન પર છોડી દેતા હોઈએ છીએ પણ વાસ્તવિકતામાં આપણા હાથમાં પણ ઘણું બધું ભગવાને આપ્યું હોય છે જો જાગૃત રીતે જીવવામાં આવે તો આપણામાં પણ એવી સક્ષમતા રહેલી છે જેનાથી બીજા લોકોને મદદ થઈ શકે. આ દંપત્તી પણ પોતાની સક્ષમતાને સારી રીતે જાણે છે.

આ દંપત્તી સારી નોકરી ધરાવે છે પણ તેમ છતાં તેઓ રોજ સવારે વહેલા મુંબઈના કાંદીવલ સ્ટેશન આગળ સ્ટોલ લગાવીને પૌંઆ, ઉપમા, ઇડલી, પરાઠા વેચે છે. વાસ્તવમાં આ દંપત્તી આ રીતે રૂપિયા કમાવીને પોતાના ઘરના 55 વર્ષિય કામવાળા બેનના પતિના લકવાની સારવાર માટે મદદ કરી રહ્યા છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે હોસ્પિટલના ઉંબરે ચડતાં જ હજારો અને લાખો રૂપિયા સ્વાહા થઈ જતા હોય છે.

image source

બીજી બાજુ 55 વર્ષિય કામવાળા બેન પણ આ ઉંમરે કંઈ એટલા રૂપિયા ન કમાઈ શકે કે પોતાના પતિના લકવાની સારવાર કરાવી શકે. માટે જ આ દંપત્તિએ આ ઉપાય શોધ્યો છે. તેઓ મુંબઈના કાંદીવલી રેલ્વે સ્ટેશન પર સવારના 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી સ્ટોલ પર નાશ્તો વેચે છે અને ત્યાર બાદ પોતાના કામ પર જતા રહે છે. આ બન્ને એમબીએ ગ્રેજ્યુએટ છે અને સારી નોકરીઓ પણ ધરાવે છે.

દીપાલી ભાટિયા નામની એક મહિલાએ આ સ્ટોરી વિષે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેણી સ્વાદિષ્ટ નાશ્તાની શોધમાં આ ફૂડ સ્ટોલ પર આવી ચડી હતી. શ્રીમતી શાહ અને તેમના પતિ અહીં પૌઆ, ઉપમા, પરાઠા તેમજ ઇડલીનો નાશ્તો વેચી રહ્યા હતા. ત્યારે તેણીએ તેમનો નાશ્તો ચાખતા તેમને પુછ્યું હતું કે તેઓ રોડ પર શા માટે સ્ટોલ ચલાવી રહ્યા છે.

image source

ત્યારે તેણીએ જણાવ્યુ હતું કે તે દંપત્તી વાસ્તવમાં તે ફૂડ સ્ટોલ પોતાની 55 વર્ષિય કામવાળી માટે ચલાવી રહ્યા હતા. કામવાળીનો પતિ છેલ્લા કેટલાક સમયથી લકવાગ્રસ્ત છે અને તેણી જે ફૂડ બનાવી આપે છે તેને આ પતિ-પત્ની અહીં વેચે છે. મિસ ભાટીયા આ બન્ને પતિ-પત્નીને કંઈ સુપરહીરોઝથી ઓછા નથી આંકતી. આ દંપત્તિએ તેમને જણાવ્યું હતું કે તેઓ પોતાની રસોયણને સપોર્ટ કરી રહ્યા છે જેથી કરીને આ ઉંમરે તેમણે આર્થિક મદદ માટે દોડાદોડી ન કરવી પડે. દીપાલી ભાટિયાની આ પોસ્ટને ફેસબુક પર 12000 લાઇક્સ મળી છે સેંકડો કમેન્ટ્સ કરીને આ દંપત્તિને તેમના સેવાભાવી કામ બદલ વધાવવામાં આવ્યું છે.

Source – ndtv

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ