જલ્સા કરોને જેંતીલાલ

મોહમાયાની નગરી મુંબઈમાં રાત્રે બિન્દાસ્ત રીક્ષા ચલાવે છે આ મહિલાઓ…

ભારતમાં કામ કરનારી મહિલાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. કોર્પોરેટ ક્ષેત્રથી લઈ પાયલટ, અથવા અન્ય કોઈ સેક્ટર કેમ ન હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો કરતા બહુ જ આગળ નીકળી ગઈ છે. તેમ છતાં ભારતમાં આજે પણ મહિલાઓની સુરક્ષા એક મોટો સવાલ બની ગયો છે. મહિલાઓ પોતાના ઘરથી દિવસે પણ બહાર નીકળવા માટે સો વાર વિચારે છે કે બહારના લોકોની વચ્ચે તે સુરક્ષિત છે કે નહિ.

આવામાં જ્યારે મહિલાઓના રીક્ષા ચલાવવાની વાત આવે તો. મુંબઈની મહિલા રીક્ષા ડ્રાઈવરની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જે મહિલાઓને બહુ જ પ્રેરિત કરે છે. મુંબઈની વિજેયતા નામની મહિલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક મહિલા રીક્ષા ડ્રાઈવરની તસવીર શેર કરી છે. તસવીરમાં મહિલા રાત્રના સમયે રીક્ષા ચલાવતી દેખાઈ રહી છે.

જેના બાદ આ મહિલાની રીક્ષા ચલાવતી તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગી. વિજેયતાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, અડધી રાતના સમયે પવઈ વિસ્તારમાં મારી કેબ ખરાબ થઈ ગઈ હતી. મેં એક રીક્ષા રોકી અને મહિલાને રીક્ષા ચલાવતા જોઈને હું ચોંકી ગઈ હતી. તેને મને ઘરે છોડી દીધી. રસ્તામાં અમે બહુ જ વાતો કરી. આવા શહેરમાં રહેવું બહુ જ સારુ લાગે છે. જ્યાં મહિલાઓ કોઈ પણ સમયે બહાર જવામાં સુરક્ષિત અનુભવે છે. કાશ આવું હંમેશા રહે.

ભારતમાં રીક્ષા ડ્રાઈવરને એક પુરુષના રૂપમાં જ જોવામાં આવે છે. જ્યાં એક મહિલાને રીક્ષા ચલાવતા જોઈને લોકોને તકલીફ થાય છે, તો કેટલાકને બહુ જ ખુશી થાય છે કે મહિલાઓ રાતના સમયમા પણ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે. આ મહિલાઓ દિવસભર પોતાના પરિવાર અને બાળકોને સંભાળે છે અને રાતમાં રીક્ષા ચલાવે છે.

વર્ષ 2017માં 19 મહિલાઓએ મુંબઈમા રીક્ષા ચલાવવાનું શરૂ કર્યું હતું. આ તમામને રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણની સ્કીમ અંતર્ગત રીક્ષા ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

શું છે રાજ્ય સરકારની યોજના

રાજ્ય સરકારની નવી સ્કીમ વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. જેના અંતર્ગત મહારાષ્ટ્રમા રીક્ષા પરમિટને પાંચ ટકા મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી હતી. આ પ્રકારની સ્કીમ નવી દિલ્હી અને રાંચીમાં પણ ચાલી રહી છે, જ્યાં ગુલાબી રીક્ષાને મહિલાઓ ચલાવે છે અને આ રીક્ષામાં માત્ર મહિલાઓ જ સફર કરી શકે છે. પણ મહારાષ્ટ્રમાં આ મહિલાઓની રીક્ષામાં પુરુષો પણ સવારી કરી શકે છે.

વિજેયતાની આ ટ્વિટને અનેક લોકોએ રિટ્વિટ કરી છે, અને પોતાની વાત કહી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, મુંબઈ હંમેશાથી મહિલાઓ માટે સુરક્ષિત રહ્યું છે, ક્યારેય અહીંથી મોડી રાત્રે કામથી પરત ફરતા સમયે ડર નથી લાગતો. તો બીજા એક યુઝરે લખ્યુ કે, આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે કોઈ મહિલાને રીક્ષા ચલાવતા જોઈને ખુશ થઈ જઈએ છીએ. અસલી ખુશી તો ત્યારે થસે જ્યારે આ બધુ કરવું એટલું જ સામાન્ય લાગશે, જેટલું સામાન્ય પુરુષો માટે લાગે છે. આવા સમયની રાહ જોઈશું. બદલાવ રીક્ષાને કારણે નહિ, પરંતુ એ મહિલાઓને કારણે જોવા મળી રહ્યો છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ અને પ્રેરણાદાયી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version