ધ્યાન રાખજો, મે મહિનાની આ તારીખથી શનિ ગ્રહ થશે માર્ગીમાંથી વક્રી, જાણો કઇ રાશિના જાતકોની વધી જશે સમસ્યા

11 મેથી શનિ ગ્રહ થશે માર્ગીમાંથી વક્રી, આ 4 રાશિના જાતકોની વધી જશે સમસ્યા, જાણો કેવો હશે શનિનો પ્રભાવ

ન્યાયના દેવતા શનિ 11 મેના રોજ માર્ગીથી વક્રી થશે. જ્યારે કોઈ ગ્રહની ઉલટી ચાલ શરુ થાય છે ત્યારે તેને વક્રી થયા કહેવામાં આવે છે. તેવામાં સૌથી વધુ જો કોઈ ગ્રહની ઉલટી ચાલ અસર કારક હોય તો તે શનિદેવ છે. 11 મેથી વક્રી થનાર શનિ 29 સપ્ટેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે. શનિની ચાલ બદલવાની સાથે જ બધી રાશિ પર સારા અને ખરાબ પ્રભાવ દેખાવા લાગશે. જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર શનિની આ વક્રી અવસ્થા આગામી સમયમાં વૃષભ, સિંહ, ધન અને કુંભ રાશિના લોકો માટે અશુભ સાબિત થશે. જ્યારે અન્ય રાશિના જાતકોને કેવું ફળ આપશે તે પણ જાણીએ વિગતવાર.

મેષ

શનિની ચાલ બદલાતાં જ મેષ રાશિના લોકોને ઘણો લાભ થશે. જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટથી મુક્તિ મળશે. ધંધા અને નોકરીમાં શનિની ઉલટી ચાલ લાભ આપી શકે છે. સફળતા દરેક કાર્યમાં હાથવગી થઈ જશે. દેવું, રોગ વગેરેથી રાહત મળી શકે છે. જીવનસાથી સાથે સારા સમય પણ વિતાવશો.

વૃષભ

શનિ વક્રી થયા પછી વૃષભ રાશિના જાતકોઓને ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. કેટલીક બાબતોમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. યાત્રાઓ વિશે પણ કાળજીપૂર્વક વિચાર કરવો. આ સમયે મુસાફરી કરવી તમારા માટે યોગ્ય નથી. સ્વાસ્થ્ય માટે પણ ખાસ કાળજી લેવી પડશે. ઉતાવળમાં નિર્ણય કરવો નહીં અને ક્રોધ ટાળો.

મિથુન

શનિની ઉલટી ચાલ મિથુન રાશિના લોકો માટે શુભ પરીણામો સાથે શરુ થશે. શનિની વક્રી ચાલ વેપારીઓ માટે નફાના દરવાજા ખોલશે. નોકરી કરનારા લોકોને પણ સમાન લાભ થશે. પડવા-વાગવાથી ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. આ સમય દરમિયાન તમારી લવ લાઈફ પણ સારી રહેશે.

કર્ક

કર્ક રાશિના લોકો માટે અત્યંત શુભ સમય આવી રહ્યો છે. કારકિર્દીની દ્રષ્ટિએ શનિની વક્રી ચાલ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તમે તમારા હરીફોને પાછળ છોડી સફળતાના શિખરોને સ્પર્શ કરશો. અભ્યાસ અને કારર્કિદીની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય રહેશે.

સિંહ

શનિની વક્રી ચાલ સિંહ રાશિના લોકો માટે વિપરીત હિલચાલ અને મોટા નુકસાનના સંકેત આપી રહી છે. વેપારમાં કાર્યરત લોકો માટે આ સમય થોડો મુશ્કેલ હોઈ શકે છે. આર્થિક તંગ સ્થિતિ પરિવારને ઘેરી શકે છે. તમારે ખૂબ ધીરજ રાખવાની છે અને હિંમત સાથે પડકારોનો સામનો કરવાની જરૂર પડશે.

કન્યા

કારકિર્દીની બાબતમાં કન્યા રાશિના લોકોને શનિની વિપરીત ચાલથી લાભ થશે. નાણાકીય વ્યવહારોમાં સ્થિતિ સારી રહેશે. અટકેલા પૈસા પરત મળશે. જમીન કે સંપત્તિના કિસ્સામાં લાંબા ગાળાના રોકાણથી ફાયદો થશે. અજાણ્યા લોકો સાથે સાવચેતીથી કામ કરવાની જરૂર છે. કોઈ નિર્ણય લેતા પહેલા તમારા શુભેચ્છકોનો અભિપ્રાય લેવો.

તુલા

આ સમય તુલા રાશિ લોકો માટે ભાગ્યશાળી સાબિત થવાની ખાતરી છે. શનિની વક્રી ચાલ તમને સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ મજબૂત બનાવશે. શનિ મુશ્કેલ સમય હોવા છતાં તમારા પર કૃપા કરશે. તમને તમામ સંકટોમાંથી બહાર કાઢવા માટે કામ કરશે. ખર્ચ સંતુલિત રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકો પર શનિની વક્રી ચાલની કોઈ અસર થશે નહીં. જાન્યુઆરીમાં શનિના રાશિ પરિવર્તન બાદ તમારી સ્થિતિ જેવી હતી તેવી જ રહેશે. શનિ તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે નહીં અને વધુ પડતો લાભ થાય તેવું પણ નહીં હોય.

ધન

શનિની વક્રી ગતિ ધન રાશિના લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે. પૈસાની બાબતમાં તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. ધંધા અને નોકરીમાં મુશ્કેલીઓ વધી શકે છે. પિતા અથવા સાસુ-સસરા તરફથી આર્થિક મદદ મળી શકે છે. માનસિક તાણ તમને ઘેરી શકે છે. સફળતા માટે તમારે સખત મહેનત પણ કરવી પડશે.

મકર

પૈસાની બાબતમાં શનિની ઉટલી ચાલ તમારા માટે સારા સંકેતો લાવશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. દેવાથી મુક્ત થશો અને ખર્ચ ઉપર પણ નિયંત્રણ આવશે. જો કે આરોગ્ય અને વાહન ચલાવવામાં થોડી કાળજી લેવી પડશે. આ સમયે વિદેશ યાત્રા મોટા નુકસાનનું કારણ બની શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકોએ કેટલાક નિર્ણયોમાં વધુ કાળજી લેવાની જરૂર રહેશે. નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. જમીનનો સોદો, નવો વ્યવસાય અને નવું વાહન ખરીદતા પહેલા નજીક લોકોની સલાહ લેવી. પારિવારિક તકરારથી આર્થિક મામલામાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

મીન

શનિની વક્રી ચાલ શરુ થવાથી હવે પછીના 143 દિવસ લગ્ન જીવન માટે પણ સારા બનશે. સામાજિક સંબંધો વધશે. લોકો વચ્ચે તમારી છાપ સારી સાબિત થશે. જો કે આળસ તમને થોડી મુશ્કેલીમાં મુકી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ