ગરમીમાં આ તારીખોમાં ગુજરાતમાં આવશે વરસાદ, જાણો આ વિશે શું કરી હવામાન વિભાગે આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવો જાણીએ ક્યાં અને ક્યારે પડશે માવઠું. ગુજરાતમાં કમોસમી વરસાદ આ વર્ષે પીછો જ નથી મુકી રહ્યો. શિયાળો આવ્યો અને જતો રહ્યો પરંતુ વરસાદ ક્યારેક ક્યારે ટપકી પડવાનું ચુકતો નથી. આવતી કાલે એટલે કે, ગુજરાતભરમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વ્રારા આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ જ વાતાવરણ વાદળછાયું થઈ ગયુ છે.

image soucre

ગુજરાતમાં હાલ ઉનાળો બરોબર જામ્યો છે. ત્યારે વાતવરણ રોજે રોજ વધુને વધુ ગરમ બની રહ્યુ છે એવામાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ નકારી શકાય નહીં. એવામાં હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી

image soucre

19 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આવશે. ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા રાજ્યનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.

ક્યાં પડશે વરસાદ?

image soucre

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, બીજા દિવસે પણ આ વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.

ખેડૂતોની હાલત કફોડી

image source

જો માવઠું વધારે થશે તો રવિ પાકને પારવાર નુકશાન થઈ શકે છે. રવિ પાક ઉપરાંત કેરીમાં પણ નુકશાની થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. લાંબુ ચોમાસું અને કમોસમી વરસાદના કારણે અગાઉથી જ ખેડૂતોની સ્થિતિ ખરાબ હતી આમ ફરીથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને રોવાનો વારો આવે તેવી વકી છે.

અમદાવાદમાં પણ હવામાનમાં પલટો

image soucre

અમદાવાદમાં પણ તપતો સૂરજથી રાહત મળશે અને બે દિવસ વાદળ છાયુ વાતાવરણ રહેશે. વાતાવરણમાં એક પ્રકારનો બોઝ અને ભેજ મહેસૂસ થશે. અમદાવાદમાં વરસાદ પહેલા બે દિવસ કાળ ઝાળ ગરમી પડવાની પણ વકી છે.

આ બે દિવસ અહીં હિટવેવની આગાહી

image soucre

જો કે બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. અમદાવાદ,ગાંધીનગર,વડોદરા સહિત ગરમીનો પ્રકોપ રહેશે . 17 થી 19 માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને ત્યાર બાદ કમોસમી વરસાદની સંભાવનાઓ છે.

કેરીનો ફાલ બગડશે

image soucre

હાલ કેરીની સિઝન આવી ગઈ છે ત્યારે આંબે લટકી રહેલી કેરીઓ આ માવઠાને લીધે ખરી પડશે અથવા તો તેમાં સડો બેસસે. એટલે કે આંબાના વાવેતર કરનાર ખેડૂતોની આ સિઝન ખાટી થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ