માત્ર 130 રૂપિયા જમા કરશો તો દીકરીના લગ્નમાં મળશે 27 લાખ રૂપિયા, જાણો જબરજસ્ત રિર્ટન મળતી આ સ્કિમ વિશે

પરિવારમાં દીકરીનો જન્મ થાય છે ત્યારથી જ તેના માતા- પિતા પોતાની દીકરીના સુરક્ષિત ભવિષ્ય આપવા માટે પૈસા ભેગા કરવાનું શરુ કરી દેતા હોય છે. ત્યારે આજે અમે પાને એક એવી સ્કીમ વિષે જણાવીશું જેની મદદથી આપ આપની લાડકી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરી શકશો.

-આ ખાસ યોજનામાં રોકાણ કરવાથી દીકરીના લગ્નની ચિંતા રહેશે નહી.

-પ્રતિ દિન ૧૩૦ રૂપિયા જમા કરાવીને મેળવી શકો છો ૨૭ લાખ રૂપિયા.

-આ યોજના આપની લાડકીનું ભવિષ્ય સુરક્ષિત કરશે.

image source

સારી ઇન્વેસ્ટમેન્ટ પોલીસીનું આયોજન કરવું અત્યંત આવશ્યક છે. જેથી કરીને ભવિષ્યમાં આપની દીકરીના અભ્યાસ અને લગ્ન પ્રસંગમાં કોઈપણ પ્રકારે નાણાકીય મુશ્કેલી આવે નહી. આવા જ કારણોના લીધે દીકરીના સુરક્ષિત ભવિષ્યને ધ્યાનમાં રાખતા ભારત સરકાર તરફથી કેટલીક યોજનાઓનો અમલ કરવામાં આવે છે. ત્યારે ભારત સરકારનું સાહસ એટલે કે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)તરફથી દીકરીના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખતા એક યોજના બનાવવામાં આવી છે. જેનું નામ એલઆઈસી કન્યાદાન પોલીસી છે. એલઆઈસીણી આ સ્કીમ ઓછી આવક ધરાવતા માતા- પિતાની દીકરીઓ માટે પૈસા ભેગા કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

હવે જાણીશું કન્યાદાન પોલીસી વિષે

image source

એલઆઈસીની કન્યાદાન પોલીસી અંતર્ગત, પોલીસીધારકને દરરોજ ૧૩૦ રૂપિયા (વાર્ષિક ૪૭૪૫૦ રૂપિયા) જમા કરાવવાના રહે છે. એલઆઈસી કન્યાદાન પોલીસીનો સમયગાળો 3 વર્ષ કરતા ઓછા સમય માટે પ્રીમીયમ ચુકવવામાં આવી શકે છે. ૨૫ વર્ષ બાદ એલઆઈસી પોલિસીધારકને અંદાજીત ૨૭ લાખ રૂપિયા ચૂકવી શકે છે. એલઆઈસી કન્યાદાન પોલીસીમાં નોંધણી કરાવવા માટે રોકાણકાર વ્યક્તિની ઉમર ૩૦ વર્ષ અને રોકાણકાર વ્યક્તિની દીકરીની ઓછામાં ઓછી ૧ વર્ષ જેટલી હોવી જરૂરી છે.

image source

એલઆઈસી કન્યાદાન પોલીસીનો ઓછામાં ઓછો મેચ્યોરીટી પીરીયડ ૧૩ વર્ષ જેટલો છે. આ સમયગાળા દરમિયાન પોલીસીધારક વ્યક્તિનું કોઈ કારણના લીધે મૃત્યુ થઈ જાય છે તો તે વ્યક્તિને એલઆઈસી દ્વારા વધારાના ૫ લાખ રૂપિયા ચુકવવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ ૫ લાખ રૂપિયાનો ઈન્સ્યોરન્સ લે છે તો તે વ્યક્તિને ૨૨ વર્ષ સુધી પ્રતિ માસ ૧૯૫૧ રૂપિયા ચૂકવવાના આવે છે. સમય સમાપ્ત થતા પોલિસીધારકને એલઆઈસી તરફથી ૧૩.૩૭ લાખ રૂપિયા મેળવી શકે છે. આવી જ રીતે, જો કોઈ વ્યક્તિ ૧૦ લાખ રૂપિયાની ઈન્સ્યોરન્સ પોલીસી લે છે તો તે પોલિસીધારકને પ્રતિ માસ ૩૯૦૧ રૂપિયાનો EMI ચૂકવવાનો આવે છે. એલઆઈસી તરફથી ૨૫ વર્ષ પછી ૨૬.૭૫ લાખ રૂપિયા ચુકવવામાં આવી શકે છે.

ટેક્સમાં છૂટ મળી શકે છે.

image source

આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦સી અંતર્ગત એલઆઈસીની કન્યાદાન પોલીસીમાં ચુકવવામાં આવતા પ્રીમીયમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. ટેક્સ છૂટ વધુમાં વધુ 1.૫૦ લાખ રૂપિયા સુધીની મળી શકે છે. આપને જણાવી દઈએ કે, એલઆઈસી કન્યાદાન યોજનામાં રોકાણ કરવા માટે અરજી કરવા માટે, આપનું આધાર કાર્ડ, આવકનો દાખલો, ઓળખ કાર્ડ, બર્થ સર્ટીફીકેટ જેવા અગત્યના દસ્તાવેજોની જરૂરિયાત પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong