જલ્સા કરોને જેંતીલાલ

આ મહિલા 10 વર્ષમાં માત્ર 9 મહિના જ પ્રેગ્નન્સી વગર રહી છે, અત્યારે 10 બાળકોની છે માતા

જ્યાં વિશ્વમાં અત્યારે અમે બે અને અમારા બે ના સંકલ્પ સાથે લોકો જીવી રહ્યા છે ત્યાં એક કપલે એક કપલે 12 વર્ષમાં 12 બાળકોને જન્મ આપવાનો નિર્ણય લીધો છે. મોંઘવારીના જમાનામાં એક બાળકનું ભરણ પોષણ અને શિક્ષણનો ખર્ચો પણ પોસાય તેમ હોતો નથી. ઘણા દેશોમાં તો એક અથવા 2થી વધારે બાળકને જન્મ ન આપવાનો કાયદો છે. જાપાન જેવા દેશમાં તો લોકો પૈસાની અછતને લીધે લગ્ન નથી કરી શકતા. આવી પરિસ્થિતિમાં અમેરિકાની કોર્ટની રોજર્સે 12 વર્ષમાં 12 બાળકને જન્મ આપવાનો સંકલ્પ કર્યો છે. 36 વર્ષની ઉંમરમાં 10 બાળકોની તે માતા છે. આ નવેમ્બર મહિનામાં તે 11માં બાળકને જન્મ આપશે.

પતિ પત્ની સહિત તેને 14 લોકોનો પરિવાર જોઈએ છે

આ અંગે કોર્ટનીનું કહેવું છે કે, પતિ પત્ની સહિત તેને 14 લોકોનો પરિવાર જોઈએ છે. જોકે તેના સંકલ્પની શરૂઆત એક મજાકથી થઈ હતી. પતિ દ્વારા કહેવાયેલી મજાકની વાતને કોર્ટનીએ ગંભીર લઈ લીધી. કોર્ટનીએ જણાવ્યું કે લગ્ન પહેલાં ક્રિસ રોજર્સે તેને મજાકમાં કહ્યું હતું કે મારી માતાના 10 બાળકો હતા. અમારો મોટો પરિવાર હતો, શું તું આટલા બાળકોની માતા બની શકીશ? ત્યારે કોર્ટનીએ મજાકમાં કહ્યું હતું કે હું તમારા પરિવાર કરતાં વધારે બાળકોની માતા બનીને બતાવીશ.

6 છોકરાઓ અને 4 છોકરીઓ

વાત કરીએ તેમના પરિવારનો તો, કોર્ટનીના ફેમેલીમાં જોડિયા સાથે 6 છોકરાઓ અને 4 છોકરીઓ છે. નવાઈની વાત એ છે કે ઘરમાં બધાનું નામ ઈંગ્લિશ લેટર ‘C’થી શરૂ થાય છે. ક્લિન્ટ, ક્લે, કેડ, કૈલી, કૈશ, કોલ્ટ, કેસ, કલીના, કેડ્યુ અને કૉલે.કોર્ટની 11મી વખત પ્રેગ્નન્ટ છે. કોર્ટની ગર્ભાવસ્થાના 33માં અઠવાડિયાંમાં છે અને તે સારું ફિલ કરી રહી છે. બાળક જલ્દી આ દુનિયામાં આવે તેના માટે કોર્ટની અને તેમનો પતિ અતિ ઉત્સાહિત છે.

2010માં તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો

આ વાત છે 2007ની. જ્યારે સૌ પ્રથમ કોર્ટની અને ક્રિસ રોજર્સ 2007માં જ્યોર્જિયાના એક ચર્ચ કેમ્પમાં મળ્યા હતા. એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ તેમણે મેરેજ કર્યા હતા. પ્રથમવાર કોર્ટનીનો ગર્ભપાત થયા બાદ 2010માં તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. કોર્ટની 10 વર્ષમાં માત્ર 9 મહિના જ પ્રેગ્નન્સી વગર રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version