માત્ર 3 સામગ્રી નો ઉપયોગ કરીને બનવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાટ્ટોમીઠો સ્ટ્રોબેરી જામ…

બાળકો હોય કે મોટા ફ્રુટ જામ બધાનો ફેવરિટ હોય છે. માર્કેટ માં બહુ બધા અલગ અલગ પ્રકાર ના ફ્રુટ જામ મળે છે. પરંતુ બહાર મળતા ફ્રુટ જામ માં ઘણા બધા પ્રકાર ના કેમિકલ હોય છે જેમ કે પ્રિઝર્વેટીવ, કલર, સ્ટેબિલાઈઝર અને બીજા ઘણા બધા…

બાળકો ને ભાવતા જામ જો ઘરે જ ખૂબ સરળતા થી બની જાય તો બહાર થી શું કામ લાવવાના? હું આ જામ છેલ્લા 4 વર્ષ થી બનાવું છું. અને આ સિઝન માં બનાવી ને ફ્રીઝ માં સ્ટોર કરીને રાખું છું. જેને આખું વર્ષ ઉપયોગ માં લઈએ છીએ.. અત્યારે માર્કેટ માં સ્ટ્રોબેરી ખૂબ જ સરસ મળે છે. માત્ર 3 સામગ્રી નો ઉપયોગ કરીને બનવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાટ્ટોમીઠો સ્ટ્રોબેરી જામ.

સ્ટ્રોબેરી એ એક ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ફ્રુટ છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ આપણાં શરીર ને ખૂબ ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્ટ્રોબેરી વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. સ્કિન નું ઍજિંગ ઓછું કરી ને યંગ રાખે છે. બ્લડ પ્રેશર અને આંખો ની તકલીફ ને કન્ટ્રોલ માં રાખે છે. હાર્ટ ની તકલીફો ને દૂર રાખવામાં મદદરૂપ છે. હાડકા ના રોગોને દૂર રાખે છે. જો બને તો ચોક્કસ થી આ સિઝન માં એનો બને એટલો ઉપયોગ કરો ..

સ્ટ્રોબેરી જામ માટે ની સામગ્રી:-

1 કિલો સ્ટ્રોબેરી

600 ગ્રામ ખાંડ

1 લીંબુ નો રસ

મેં કિલો માં માપ એટલે આપ્યું છે કે તમને સમજવામાં સરળતા રહે. બીજું સરળ રીતે માપ એવું છે કે 1 બાઉલ કટ કરેલી સ્ટ્રોબેરી હોય તો અડધાથી થોડીક વધુ બાઉલ ખાંડ ઉમેરો..

રીત:-


સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને બરાબર ધોઈ ને સાફ કરી લો. એના પાન અને ખરાબ ભાગ નીકાળી લો. હવે નાના નાના કટકા કરી લો. (કટકા માંથી જામ બનાવાથી જામ ખાવામાં એ કટકા નો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમે ઇચ્છો તો મિક્સર માં ક્રશ કરી ને પણ લઇ શકો છો.) હવે એક જાડી કડાઈ માં સ્ટ્રોબેરી અને ખાંડ લો. ધીમી આંચ પર મિક્સ કરતા જાઓ. એ લિક્વિડ જેવું થઈ જશે. બસ હવે ધીમી આંચ પર થવા દો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. લગભગ 30- 45 મિનિટ જેટલો સમય લાગશે. ઘટ્ટ થતું લાગે પછી મિક્સ કરતા રહો. એક તાર ની ચાસણી માં જેમ જોઈએ એવું જોવો. જ્યારે 1 તાર થાય પછી એક પ્લેટ માં એક ડ્રોપ જામ નું મુકો અને ઠંડું થાય એટલે પ્લેટ સીધી કરી ને જોવો . જો આ જામ નું ડ્રોપ ત્યાંજ રહે તો ગેસ બંધ કરી દો. અને જો જામ નું ટીપું નીચે ફેલાઈ જાય તો હજુ થોડું વધુ થવા દો. જામ થઈ જાય પછી લીંબુ નો રસ ઉમેરો અને 1 મિનિટ માટે પકાવો પછી ગેસ બંધ કરી દો. જામ ઠંડો થાય પછી વધુ ઘટ્ટ બની જશે. જામ ઠંડો થાય એટલે એક સાફ કરેલી કાચ ની બોટલ માં ભરી લો. અને ફ્રીઝ માં મૂકી દો.. જ્યારે મન થાય ત્યારે રોટલી, બ્રેડ, થેપલા કે ભાખરી માં લગાવી ને મજા માણો..


નોંધ:-

તમે એપલ , કેળા અને સ્ટ્રોબેરી નો મિક્સ જામ પણ આમ જ બનવી શકો છો. તમે આવી રીતે એકલા એપલ નો જામ છાલ નિકાળી ને પણ બનાવી શકો છો.

આ જામ બનાવા માટે સ્ટ્રોબેરી બહુ કાચી કે પોચી હોય એવી ના લેવી. ખાંડ વધુ ઓછી કરી શકો. લીંબુ નો રસ ઉમેરવાથી સ્વાદ માં ખાટ્ટોમીઠો બને છે. અને લીંબુ પ્રિઝર્વેટીવ નું કામ પણ કરે છે. લીંબુ પણ ઓછું કરી શકો છો. બોટલ માં ભર્યા પછી જામ નીકળવા માટે પાણી વાળી ચમચી કે હાથ નો ઉપયોગ ન કરો.આખું વર્ષ એવો જ રહેશે આ સ્ટ્રોબેરી જામ.. સ્ટ્રોબેરી ના કટકા માંથી જામ બનાવામાં આવે તો ખાવામાં વચ્ચે સ્ટ્રોબેરી નો બહુ જ સરસ સ્વાદ આવે છે.
રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી