માત્ર ખાવાની જ ચીજ નહિ, પંરતુ ખાવાનો સમય પણ હેલ્થ પર બહુ જ પ્રભાવ પાડે છે…

આપણે જે પણ ખાઈએ છીએ, તેની સીધી અસર આપણા હેલ્થ પર પડે છે. માત્ર ખાવાની જ ચીજ નહિ, પંરતુ ખાવાનો સમય પણ હેલ્થ પર બહુ જ પ્રભાવ પાડે છે. ખાવા-પીવાની બાબતો એવી છે કે, જેનુ જો સાચા સમયે સેવન કરવામાં આવે, તો તેનાથી હેલ્થને વધુ ફાયદો પહોંચે છે.


તેથી જ આપણા ઘરના વડીલો આપણને કેટલીક વસ્તુઓ કેટલાક સમયે ખાતા રોકે છે. વડીલો જો આવી સલાહ આપતા હોય તો, તેને આંખ આડા કાન ન કરતા. તે આપણા સારા માટે જ કહે છે.


તેથી, આજે અમે તમને એવું લિસ્ટ આપીએ છીએ, જેનાથી તમે જાણી શકશો કે કઈ વસ્તુ કયા સમયે ખાવી. આ વસ્તુઓ ઊંઘા સમયે ખાવાથી શરીરને નુકશાન કરી શકે છે. તેથી જો તમને પરફેક્ટ સમય ખબર હોય, તે તમારા શરીર માટે વધુ અસરકારક સાબિત થશે.

દૂધ – રાત્રે


આ સમયે દૂધ પીવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે.

કેળુ – બપોરે


બપોરે કેળુ ખાવાથી તે પાચનમાં મદદ કરે છે અને હેલ્થબર્નમાંથી મુક્તિ અપાવે છે.

દહીં – બપોરે


બપોરે દહી ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે.

સફરજન – નાસ્તામાં


સફરજનની છાલમાં રહેલા ફાઈબર કબજિયાત થવાથી બચાવે છે.

ખાંડ – નાસ્તામાં


મીઠી વસ્તુઓ દિવસમાં આસાનીથી પચી જાય છે.

ચોખા – બપોરે


ચોખામાં કાર્બોહાઈડ્રેટની માત્રા વધુ હોય છે, તેનાથી તમે દિવસભર સક્રિય રહી શકશો.

ટામેટા – નાસ્તામાં


ટામેટા ખાવાથી પાચનક્રિયા મજબૂત બની રહે છે અને પેટ પણ દુરસ્ત રહે છે.

તૂરિયા – રાત્રે


તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, અને તે આંતરડાના સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે.

બટાકા – નાસ્તામાં


તેમાં રહેલુ સ્ટાર્ચ બ્લડ કોલેસ્ટ્રોલ લેવને ઓછું બનાવી રાખે છે અને શરીરની જરૂરી મિનરલ્સ પ્રદાન કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી સ્વાસ્થ્યને લગતી અલગ અલગ ટીપ્સ મેળવો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ