માત્ર 72 કલાકમાં જ ચીનના 300 સૈનિકોને ભોંય ભેગા કરીને ચીનને ડરાવી દીધું….વાંચો એ જવાન વિશે !!

ભારતના જ એક યોદ્ધા છે જશવંતસિંહ છે જેના પર તાજેતરમાં જ એક મૂવી બની રહી છે અને હમણાં જ રિલિજ થવાની છે. વાત ઇ.સ 962ના સમયે ચીન સાથે જે યુદ્ધ થયું ત્યારની છે. એ સમયે ચીનના વિશાળ સૈન્ય સામે ભારતના આ એકલા ભડવીર બાથ ભરી હતી. અને જડબાતોડ જવાબ આપીને ચીની સૈન્યને પાછળ હટાવા મજબૂર કરી દીધું હતું. જેના પર એક ફિલ્મ પણ બની છે. ’72 હવર્સ: મારટાયર હૂ નેવર ડાયડ ‘જે 18 જાન્યુઆરીના દિવસે દેશની મોટા પડદા ઉપર જોવા મળી હતી.

જસવંત સિંહની બલિદાની એ સન્માનનીય છે જેણે પોતાના પ્રાણ સાથે ખેલીને પોતાના જીવની પરવા કર્યા વગર માત્ર ને માત્ર દેશ માટે અને સરાહદની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું.

મળતી માહિતી અનુસાર ભારતના આ વીર ભડવીરે ચીન સામેના યુદ્ધમાં સતત 72 કલાક યુદ્ધ કર્યું હતું અને તેને ચીનની આખી વિશલાકાય સેનાને એકલે હાથે રોકી રાખી હતી, ને સરહદ આર પહેરો લગાવી ભારત માતાની રક્ષા કરી હતી.

એ ઉપરાંત એકલે હાથે 300 થી વધારે ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. એવા આ મહાન ભડવીરઉપર બનેલી ફિલ્મ જે હા દેશની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મનુ વધારેમાં વધારે શૂટિંગ ઉતરાખંડમાં થયું છે.

તમને એ પણ જણાવી દઈએ કે આ અકહી મૂવીમાં 1962 દરમ્યાન જે ચીન ભારત વચ્ચે યુદ્ધ થયું હતું તેની સમગ્ર ઘટના અને જસવંત સિંહના જીવન આધારીત આ સ્ટોરી છે, એવું નથી કે ખાલી ભારતે જ આ યોદ્ધાને સન્માનીત કર્યો છે પરંતુ દુશ્મન દેશ ચીને પણ આ યોદ્ધાની શૂરવીરતાને સન્માનીત કરી હતી.

આ મૂવી જોઈને તમારી સામે 1962માં જે ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ થયું હતું તેની ઝાંખી થશે. ઈ એકલા યોદ્ધાએ જ ચીનને તેનું છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દીધું હતું,,,તો વિચાર કરો બીજા સૈન્યને જોઈને ચીનની શું હાલત થઈ હશે એ સમયે.. ? એ સમયે સતત 72 ક્લાક યુદ્ધ કરી ને લડીને ચીનના 300 થી પણ વધારે સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર જસવંત સિંહની બહાદૂરીને શત શત નમન !!