એરપોર્ટ લૂક પાછળ સેલિબ્રિટી લાખો રૂપિયા ખર્ચી નાખે છે ત્યારે કંગનાએ પહેરી માત્ર 600 રૂપિયાની સાડી !

આજે સામાન્ય લોકો પણ સેલિબ્રિટિઝની જેમ વસ્ત્રો પહેરતા થઈ ગયા છે. વિદેશમાં ફરતા થઈ ગયા છે. તેઓ સતત સોશિયલ મિડિયા પર સેલિબ્રિટિઝને ફોલો કરે છે અને તેમના જેવા દેખાવાનો પણ સતત પ્રયાસ કરતા રહે છે.

આપણે જ્યારે ક્યારેય પણ જાહેરમાં સેલિબ્રિટિઝને જોઈએ ત્યારે હંમેશા તેમના લૂકની ચર્ચા સૌ પહેલી થાય છે. તેમણે શું પહેર્યું છે ? તેમણે કેવો મેકઅપ કર્યો છે ? તેમણે કેટલા મોંઘા વસ્ત્રો પહેર્યા છે ? તેમના સેન્ડલની કીંમત શું હશે તેમના પર્સની કીંમત શું હશે વિગેરે વિગેરે.

છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભારતમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે તે છે એરપોર્ટ લૂકનો. પહેલાં તમે સેલિબ્રિટીઝને એરપોર્ટ પર જોતાં તો તેઓ સાદા, કંફર્ટેબલ વસ્ત્રોમાં જોવા મળતા. પણ આજે જાણે કોઈ ફીલ્મનો સીન શૂટ કરવાનો હોય તેવા મોંઘાદાટ વસ્ત્રોમાં તેઓ એરપોર્ટ પર આવતા જતાં જોવા મળે છે. સેલિબ્રિટિઝ તેમના આ લૂક માટે લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે.

પણ તાજેતરમાં કંગનાને સાવજ સસ્તી સાડીમાં એરપોર્ટ પર જોવામાં આવી હતી. તમને આશ્ચર્ય થશે પણ તેણીએ પહેરેલી આ કોટન સાડી માત્ર 600 રૂપિયાની છે. જેને એક અનોખો લૂક તેમજ એક અનોખી સ્ટાઇલ આપીને કંગનાએ લાખોનો કરી દીધો છે.

હા જો કે કંગનાની આ સાડી જ 600ની છે પણ તેના ગોગલ્સ તેની હેન્ડ બેગ તેના સેન્ડલ આ બધાની રકમ તો હજારો ઉપર પહોંચે તેવી છે. તમને જણાવી દઈએ કે તેણીની આ બ્લેક હેન્ડ બેગ પ્રાડાની છે, જ્યારે તેણીએ પહેરેલો આ બ્લેક કોટ કે જેને ટ્રેન્ચ કહેવાય છે તે ગીવેન્શીનો છે જેની કીંમત હજારોથી લાખો સુધીમાં હોઈ શકે છે.

કંગનાએ આ સાડી કોલકાતામાંથી ખરીદી હતી

આમ તો લોકોને ખબર ન પડત કે કંગનાએ 600 રૂપિયાવાળી સાડી પહેરી છે પણ તેની બહેન રંગોલીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તેની ફોટો શેયર કરીને તેની સાડીની કીંમત જણાવી હતી. તેણીએ ટ્વીટ કર્યું હતું, “કંગના, કોલકાતાથી ખરીદવામા આવેલી 600 રૂપિયાની સાડી પહેરીને જયપુરમાં એક ઇવેન્ટ માટે રવાના થઈ રહી છે. તેણી એ જાણીને ચકિત થઈ ગઈ હતી કે આટાલા ઓછા ભાવમાં આટલી સુંદર ગુણવત્તાવાળુ ઓર્ગેનિક કોટન મળી શકે છે. તેણી એ બાબતે ચિંતિત હતી કે આ કારીગરો કેટલી મહેનત કરે છે અને કેટલું ઓછું કમાય છે.”

તમને જણાવી દીએ કે કંગનાની બહેન રંગોલી ચંડેલ તેની પીઆર પણ છે તેણી અવારનવાર સોશિયલ મિડિયા દ્વારા કંગનાને સપોર્ટ કરતી રહે છે.

તેણીએ આ સાડીને લગતી એક ટ્વીટ પણ કરી હતી જેમાં લખ્યું હતું, “આપણા કારીગરો પાસેથી ઇન્ટરનેશન બ્રાન્ડ બધું છીનવી લે તે પહેલાં કૃપા કરી તેમને સપોર્ટ કરો.”

કંગના રનૌત અવારનવાર સાડી પહેરીને જાહેરમાં જોવા મળી છે. તેણીએ મણીકર્ણિકાના પ્રમોશન વખતે દરેક ઇવેન્ટમાં સાડીઓ પહેરી હતી. તાજેતરમાં પણ તેણી જયપુરમાં એક ઇવેન્ટમાં હાજરી આપી રહી હતી ત્યાં પણ તેણીએ સુંદર કોટનની સાડી પહેરી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ