જલ્સા કરોને જેંતીલાલ

માત્ર 21 વર્ષની ઉંમરે આ યુવતિએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, વિશ્વના 196 દેશ ફરી ચૂકી છે.

સમગ્ર વિશ્વના 196 દેશ ફરીને આ અમેરિકન યુવતિએ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે.

કોઈને તેના શોખ વિષે પુછવામાં આવે તો તેમાં ફરવાનો શોખ તો સો ટકા શામેલ થતો જ હોય. પણ અહીં માત્ર શોખની વાત નથી કારણ કે જ્યારે આ શોખ પુરો કરવાની વાત આવે ત્યારે તેમાંથી 90 ટકા લોકો ઓછા થઈ જાય છે. કારણ કે તેઓ કોઈને કોઈ કારણસર ફરી નથી શકતા.

આ છોકરીએ આટલી નાની ઉંમરમાં વિશ્વના 196 દેશોની યાત્રા આપમેળે એકલા જ પૂર્ણ કરી લીધી છે. અને અહીં આપણે છીએ કે લોનાવાલા જવા માટે પણ વર્ષોથી પ્લાનીંગમાં જ પડ્યા છીએ.

21 વર્ષિય લેક્સી આલફોર્ડે વિશ્વના સૌથી વધારે દેશ ફરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમાં કોઈ જ શંકા નહીં.

પણ આ યુવતિ એકલી જ નથી કે જેણે આ રેકોર્ડ બનાવ્યો હોય આ પહેલાં 24 વર્ષિય જેમ્સ એસ્ક્વીથે પણ સૌથી વધારે દેશ ફરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જે લેક્સીએ તાજેતરમાં જ તોડી નાખ્યો છે.

તમને જણાવી દઈએ કે લેક્સીના લોહીમાં જ પ્રવાસ લખ્યો છે. કારણ કે તેના માતાપિતા એક ટ્રાવેલ એજેન્સી ધરાવે છે. માટે તેના ઘરમાં હંમશા વિશ્વના અવનવા દેશની જ વાતો થતી રહી છે. એટલે બાળપણથી જ તેણી એવા વાતાવરણમાં જીવી છે કે જ્યાં પ્રવાસનને અત્યંત મહત્ત્વ અપાતું આવ્યું છે. તેણીના માતાપિતાનો તેને સંપૂર્ણ સપોર્ટ છે.

તમને જણાવી દઈએ કે બારમું ધોરણનો અભ્યાસ પુરો કરીને તેણી દુનિયાના પ્રવાસે નીકળી ગઈ. જો કે તેણીને પ્રવાસનો ખુબ શોખ છે માટે તે ફરવા નીકળી પણ એક પછી એક કેટલાએ દેશ ફર્યા બાદ તેના મિત્રોએ તેને જણાવ્યું કે તેણી તો તેના પ્રવાસ પર એક રેકોર્ડ પણ બનાવી શકે છે.

ત્યારે તેણે રેકોર્ડ બનાવવાનો વિચાર કર્યો અને દરેક મુશ્કેલીઓ પાર કરતાં કરતાં છેવટે તેણે પૂર્વ રેકોર્ડ તોડી પણ લીધો અને પોતાનો નવો રેકોર્ડ સ્થાપી પણ લીધો.

વિશ્વ પ્રવાસ એ સાંભળવામાં તો બહુ સરસ લાગે પણ તેના માટે એક તો પૂરતા પૈસા હોવા જોઈએ અને પાક્કુ આયેજન હોવું જોઈએ અને તમારા મનમાં સાહસ ખેડવાની ઇચ્છા હોવી જોઈએ. કારણ કે એકવાર તમે તમારા જાણીતા વિસ્તારની બહાર નીકળ્યા કે તરત જ બધું જ નવું અને અજાણ્યું થઈ જાય છે.

લોકોની બોલી બદલાઈ જાય છે. રીતભાત બદલાઈ જાય છે. માટે આ એક મોટું સાહસ છે.

જો કે તેણે અભ્યાસ સાવ પડતે જ મુક્યો તેવું નહોતું. શરૂઆતમાં તો તે પોતાના ફ્રી ટાઈમમાં પ્રવાસ કરતી હતી. અને હાઇસ્કૂલ પૂર્ણ કર્યા બાદ તેણે સ્થાનીક કોલેજમાં એસોસિએટ ડીગ્રીનો કોર્સ પણ કર્યો. પણ તેના અભ્યાસ દરમિયાન તેને આ રેકોર્ડ બનાવવાનો વિચાર આવ્યો અને તેણે અભ્યાસને થોડો વિશ્રામ આપ્યો અને દુનિયા ફરવા નીકળી પડી.

લેક્સીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે લેક્સીલીમીટલેસ તેના પર તેણી અવારનવાર પોતાના સાહસુ પ્રવાસો વિષે ફોટોઝ શેયર કરતી રહે છે. આ ઉપરાંત તે પોતાનો ટ્રાવેલ બ્લોગ પણ ધરાવે છે.તેમ જ તેણી પોતાના વિશ્વ પ્રવાસ દરમિયાન કેટલાક ટ્રાવેલ શો પણ હોસ્ટ કર્યા છે. જે હજુ પ્રકાશીત થયા નથી.

બધાના અલગ અલગ શોખ હોય છે. જેને લોકો અલગ અલગ રીતે પૂર્ણ કરતા હોય છે અને ઘણીવાર એવું પણ બને છે કે શોખ પૂરા કર્યા વગર જ દુનિયામાંતી વિદાય લેવી પડે છે. પણ કેટલાક લોકો પોતાના શોખને જ પોતાનું પ્રોફેશન બનાવી દે છે. અને આમ કરવાથી એક અલગ જ પરિણામ મળે છે. જે આપણે અવારનવાર સફળ લોકોના ઉદાહરણરૂપે જોતા જ હોઈએ છીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version