માત્ર 15 દિવસ 1 ચમચી મેથી ખાવાથી થાય છે આટલા બધા ફાયદાઓ…

મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છુ આપણાં જ રસોડા નું એક ઔષધ એવું મેથી કે જેને આપણે ઓળખીએ તો છીએ પણ તેના ફાયદાથી અજાણ જ છીએ. મેથી એ બારેમાસ મળી રહે છે.મેથી ને લીલી , કે સૂકી બંન્ને રીતે ખાઈ શકીએ છીએ. મેથી ને લીલી ખાવ તો પણ તેના અઢળક ફાયદા છે. અને સૂકી ખાવ તો પણ… ગુજરાતી માં એક કહેવત છે.

“કેડમાં છોકરું ને ગામ માં ગોતવા જાય”.

બધી બીમારી નો ઉપાય તો રસોડા ના આ ઔષધ માં જ છે. તો ચાલો જાણીએ તેના અઢળક ફાયદાઓ.

ડાયટ કેવી રીતે કરી શકાય એ પણ મેથી થી ??????


મેથી ને પલાળી તેને ફણગાવી લેવી. સવારે તેનો નાસ્તો માં ઉપયોગ કરી શકાય. તેનાથી શરીર માં ઉર્જાનો સંચાર થાય છે. અને આખો દિવસ ઉર્જા મળી રહે છે.

1. શરીર પર ના ગુમડા દૂર કરવામાં :


• સૌપ્રથમ મેથી ને 1 કલાક સુધી પલાળી રાખો. ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરી તેનો લેપ બનાવી લો. આ લેપ ગુમડા પર કે દાજેલ ભાગ પર લગાવાથી તે નિશાન દૂર થાય છે.

2. પેટ ના દુખવામાં રાહત આપે :


• જો ગૅસ , એસિડિટી અને ખાઈ લીધા પછી જો પેટ નો દુખાવો રહેતો હોય તો છાશ માં ½ ચમચી મેથી નો પાવડર ભેળવી પીવાથી રાહત થાય છે.

• જો મેથી ને લોઢી પર શેકી તેનો પાવડર બનાવી ½ ચમચી જ્યારે પેટ માં દુખાવો થાય ત્યારે પીવાથી આરામ મળે છે.

3. વાળ માં થતો ખોડો માત્ર 1 અઠવાડિયામાં દૂર કરે.


જો વાળ માં ખોડો થતો હોય અને વાળ બરછટ અથવા રૂક્ષ થઈ ગયા હોય તો અપનાવો હેર પેક….

રીત:
2 ચમચી ને મેથી ને થોડીવાર પલાળી લો. ત્યારબાદ મિક્સર માં તેને પીસી લો. આલેપ ને 1 વાટકો દહી માં ભેળવી લો અને આ બંને ને એક મિક્સર માં પીસી ને લેપ તૈયાર કરો.આ લેપ ને અઠવાડિયામાં બે વાર લગાવાથી 100% ખોડો ની સમસ્યા નો અંત આવે છે. વાળ માં એક સરસ ચમક પણ આવી જશે.

4. મેથી છે રામબાણ ઈલાજ ડાયાબિટીસ માટે:


રોજ સવારે 1 ચમચી મેથી ના પાવડર નું સેવન કરવાથી તેનું બ્લડ પ્રેશર બરોબર રહે છે. અને ઇન્સુલિન નું લેવલ પણ સારું રહે છે. આ ડાયાબિટીસ માટે સંજીવની સમાન છે.

5. સાંધા ના દુખાવા માં તુરંત આપે રાહત :


લીલી મેથી ના પાંદડા ને ઉકાળી ને તેનું પાણી પીવાથી અથવા મેથી ના દાણા ને ચાવવાથી હમેશા માટે દુખાવા માં રાહત થાય છે.

6. મોટાપા ઘટાડવાનો સચોટ ઉપાય :


મેથી ના દાણા ને પલાળી તેનું પાણી પીવાથી અથવા તેને ચાવવાથી અથવા તેનું શાક, સૂપ, અથાણું બનાવાથી શરીર માં જમા થયેલો મેદ ઓગળવામાં સરળતા રહે છે.

7. પીઠ ના દર્દ માં આપે રાહત :


15 દિવસ જો નિયમિત મેથીના દાણા અથવા પાવડર પીવાથી પીઠનો દર્દ માટી જાય છે.કારણકે શરીર માં નબળાઈ હોય ત્યારે પીઠના મણકા માં દર્દ થાય છે. મેથી શરીર ને મજબૂતાઈ પૂરી પાડે છે.

8. ડિલિવરી પછી સ્તન માં દૂધ નો સ્ત્રાવ વધારે:


જો બાળક ને દૂધ બારોબાર ન મળી રહેતું હોય ત્યારે જો માતા મેથી માથી બનાવેલા લાડુ નું સેવન કરે તો દૂધ નો સ્ત્રાવ વધારે છે. જેથી બાળક ની શરીર ની રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

9. મેથી દ્વારા રાખીએ ત્વચા ની સંભાળ :


મેથી ના પાવડર માં 1 ચમચી મેથી પાવડર , 1 ચમચી દૂધ ની મલાઈ, 1 ચમચી ગુલાબજળ લો. આ બધી વસ્તુ ને મિક્સ કરી માસ્ક બનાવી લો. તેને ચહેરા પર 15 થી 20 મિનિટ પર લગાવાથી ચહેરા પર ચમક વધે છે અને ખીલ થતાં અટકે છે.

10. પરસેવા ની વાસ ને કરે દૂર:


મેથી ને પલાળી અથવા તેના પાવડર ને દૂધ માં નાખી ખાવાથી પરસેવા ની વાસ આવતી નથી.

લેખન સંકલન : પૂજા કથીરિયા

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી જાણવા ને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.