“મથુરાના પેંડા” – હવે ઘરે જ બનાવો અને બધાને ચખાડો.. તમારી વાહ વાહ ચોક્કસ થશે..

“મથુરાના પેંડા” ( 30 નંગ )

સામગ્રી :

250 ગ્રામ મોળો માવો ,
100 ગ્રામ આખી ખાંડ ,
25 ગ્રામ બૂરું ખાંડ ,
4 થી 5 લવિંગ ,
ઇલાયચી નો ભુકો,

રીત :

માવો ફ્રીજમાં મુક્યો હોય તો કલાક પહેલા તેને ફ્રીજમાંથી બહાર કાઢવો. પછી તેને મસળવો. તેમાં આખી ખાંડ નાખી હલાવવું 10 મિનિટ પછી તેને ગરમ કરવા મુકવું. અને હલાવતા જવું. જ્યારે ઘી છૂટે, ગોળી વળે અને કોફી કલર થાય ત્યારે લવિંગ અને ઇલાયચીનો ભુકો નાખી, નીચે ઉતારી તેમાં થોડીક બૂરું ખાંડ નાખવી .બાકીની થાળીમાં પાથરવી. પછી ગરમ ગરમ જ ગોટીઓ વાળવી. અને થાળીમાં મુકવી.તેમને ખાંડના બૂરામાં રગદોળવી. બીજે દિવસે બરાબર કડક થઇ જશે.

નોંધ :

માવો ગરમ કરતી વખતે થોડોક ઢીલો હોય ત્યારે જ ઉતારી લેવો. કોઇક માવો એવો હોય તો ઘી ન છૂટે કે કલર ન આવે. તો પણ ઉતારી લેવું નહિતર ખૂબ કઠણ થઇ જશે.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ શેર કરવાનું ભૂલાય નહિ..

ટીપ્પણી