સ્ટેજ પર ગીત ગાતા-ગાતા માથામાં લાગી આગ, તસવીર જોઇને ઉડી જશે તમારા હોંશ

ડેટ્રાઈટ.

અમેરિકાના લોઆમાં એક ગાયક સ્ટેજ પરફોર્મન્સ કરતાં પોતાના ગીતમાં એ રીતે ખોવાઈ ગયો કે ગાયકના વાળમાં આગ લાગી ગઈ અને ગાયકને ખબર પણ ના પડી. ગાયક આગ લાગ્યા પછી પણ પોતાની જ ધૂનમાં ગીત ગાતા રહ્યો.

image source

જ્યારે આ ગાયક પોતાના ગીતમાં ખોવાયો હતો તે જ સમયે સ્ટેજ પર આતિશબાજી કરવામાં આવી અને આ આતિશબાજીની એક ચિનગારી ગાયકના વાળમાં જઈ પડી. જેથી ગાયકના વાળ બળવા લાગ્યા હતા. આ બાબત અમેરિકાના હિપ હોપ સિંગર બોબી જેનસન સાથે થઈ છે.

image source

આ આખી ઘટના લોઆના ડેટ્રોઇટ રૉક સિટીમાં જોવા મળી. અહિયાં હિપ હોપ સિંગર બોબી જેનસન પોતાના બેન્ડની સાથે શો કરી રહ્યા હતા. શો દરમિયાન ગાયક જ્યારે ગિટારની સાથે પોતાની પર્ફોમન્સ આપવામાં ખોવાઈ ગયા હતા ત્યારે જ સ્ટેજ પર આતિશબાજી કરવામાં આવે. આ આતિશબાજીની આગ સિંગરના વાળ પર પડી અને વાળ ઝડપથી બળવા લાગ્યા.

image source

આગ લાગ્યા પછી પણ સિંગર બોબી જેનસનએ પોતાનું ગાવાનું રોક્યું નહિ અને ગાતા રહ્યા. ત્યાર બાદ બેન્ડના એક સભ્ય આવ્યા અને તેણે બોબીના વાળમાં લાગેલ આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો. તેણે બોબીના વાળમાં લાગેલ આગ ઓલવી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. જો કે વાળમાં લાગેલ આગ ઓલવાઈ હતી નહિ. ત્યાર પછી ત્યાં હાજર અન્ય બે કર્મચારીઓ આવ્યા અને તેમણે સિંગરના વાળમાં લાગેલ આગને ઓલવી નાખી.

image source

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે સિંગર બોબી જેનસનએ આ વિડીયો જોઈને જણાવ્યું કે તેમને ખબર જ નથી કે તેમના વાળમાં આગ લાગી ગઈ છે. તેઓ જણાવે છે કે તેમણે કોઈ વિગનો ઉપયોગ કર્યો નથી. જો કે બોબી જેનસન આ ઘટના પર મજાક કરતાં કહે છે, કે ‘શો થી પહેલા આ વાસ્તવમાં ખૂબ સારું અને મૂર્ખતાપૂર્ણ હતું, હવે મારી પાસે એલિસ કુપરના સરસ હેર કટ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ