માથાના વાળથી લઈને બાથરૂમની સફાઈ સુધી કામ લાગશે એસ્પિરિન… જાણો અને અપનાવો…

એસ્પિરિનને એક સુપર મેડિસિન માનવામાં આવે છે જે તમને પીડા, તાવ, બળતરા અને બીજી ઘણી બધી તકલીફોમાં રાહત આપે છે. તમે કોઈ પણ ફર્સ્ટ-એઇડ બોક્સ ખોલશો તો તમને તેમાં એસ્પિરિન તો ચોક્કસ મળી જ રહેશે. તેને સ્ટ્રોક્સ, હાર્ટ એટેક અને છાતીનો દુખાવો રોકવા માટે પણ વાપરવામાં આવે છે. પણ તેના આ ઉપયોગો સિવાય આ હાથવગી પેઈન રીલીવર એસ્પિરિન અન્ય એવા ઘણાબધા ચકિત કરનારા કામ કરે છે જે વિષે તમે કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

અહીં અમે તમને કેટલાક બિનતબીબી રસ્તાઓ બતાવ્યા છે જેમાં તમે એસ્પિરિનનો ઉપયોગ કરી શકો છો. અમે શરત લગાવીએ છીએ કે તમે આ રીતો અપનાવી જરા પણ નીરાશ નહીં થાઓ !

1. તે તમને ડેન્ડ્રફ દૂર કરવામાં મદદ કરે છે

એસ્પિરિનમાં સોલિસિક એસિડ હોવાથી તે એક ઉત્તમ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે. અને તે કારણસર તે તમારા માથામાં ડેન્ડ્રફ ઉત્પન્ન થતાં રોકે છે.

તમે ઘણી રીતે એસ્પિરિનનો ઉપયોગ ડેન્ડ્રફને દૂર કરવા માટે કરી શકો છો, પણ તેમાંની ઉત્તમ રીત અમે તમને જણાવી રહ્યા છીએ. 3-4 એસ્પિરિનની ગોળી લો તેનો પાવડર બનાવી લો. હવે તમારા વાળમાં શેમ્પુ કરતી વખતે તમારા શેમ્પુમાં એસ્પિરિનનો આ પાવડર મિક્સ કરી લો અને તમારા માથામાં તેનાથી મસાજ કરો. તેને 5-10 મિનિટ તેમજ છોડી દો અને પછી તમારા વાળ ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો, તમને થોડાક જ સમયમાં ડેન્ડ્રફમાં ફેર પડતો દેખાશે.

તમે એસ્પિરિનને તમારા હેર માસ્કમાં પણ મિક્સ કરી શકો છો. તેનાથી તમારા વાળ સુંવાળા અને ચમકદાર બનશે.

2. ખીલ અને ફોડકી દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો

એસ્પિરિનનો ઉપયોગ જુના સમયથી ખીલ તેમજ ફોડકીઓ દૂર કરવા તેમજ ત્વચાની અન્ય સમસ્યાઓ માટે વાપરવામાં આવે છે. તેમાં હાજર સેલિસિક એસિડ ત્વચાના મૃત કોષોને ઓગાળવામાં મદદ કરે છે અને ત્વચા પરનું સૌથી ઉપરનું લેયર પણ દૂર કરે છે. તેનાથી રુંધાઈ ગયેલા છીદ્રો ખુલા થાય છે, લાલ ચકામાં દૂર થાય છે અને ચહેરા પરની થોથર પણ દૂર થાય છે.

એસ્પિરીનનો ઉપયોગ ખીલને દૂર કરવા માટે કેવી રીતે કરવો. 3-4 કોટિંગ વગરની એસ્પિરિન લો હવે તેને વ્યવસ્થિત રીતે ક્રશ કરી તેનો પાવડર બનાવી લો. હવે 4-5 ટેબલસ્પૂન હુંફાળુ પાણી લો અને તેમાં એસ્પિરિનનો પાવડર નાખો. મિશ્રણને બરાબર મિક્સ કરી તેની સ્મૂધ પેસ્ટ બનાવો. તેને અસરગ્રસ્ત ભાગ પર લગાવો અને 10 મિનિટ રાખી મુકો. તમારા ચહેરાને હુંફાળા પાણી વડે ધુઓ અને તેના પર મોશ્ચરાઇઝર લગાવી લો.

3. જીવાતના ડંખમાં રાહત આપે છે

અસંખ્ય અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે એસ્પિરિનનો ઉપયોગ તેમાં રહેલા દાહરોધી ગુણના કારણે જીવાતના ડંખના કારણે થતી બળતરા અને દુઃખાવો ઘટાડવામાં મદદ કરે છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે એક કોટિંગ વગરની એસ્પિરિન લેવાની છે, તેને થોડા પાણીમાં પલાળી રાખવી, હવે ભીની એસ્પિરિનને ડંખ પર થોડો સમય ઘસવી. તે તરત જ ખજવાળમાં રાહત આપશે.

4. ઉત્તમ સ્ટેઇન રીમૂવર

એસ્પિરિનમાં હાજર સેલિસિલિક એસિડ કપડાં પરના ડાઘાને નિષ્ક્રિય બનાવે છે.

પ્રક્રિયા લગભગ સરખી જ છે. એસ્પિરિનની 3-4 ગોળી લો, તેનો બરાબર પાવડર બનાવી લો તેને એક કપ હુંફાળા પાણીમાં ભેળવો. કપડાનો ડાઘ લાગેલો ભાગ તેમાં અરધા કલાક માટે પલાળી રાખો અને સાદા પાણી વડે ધોઈ લો. તમે આ પાણીનો ઉપયોગ ગેસ સ્ટવ અથવા બળી ગયેલા વાસણ સાફ કરવા માટે પણ કરી શકો છો. જો તમારી કાર્પેટ પર કોઈ ધબ્બો પડી ગયો હોય તો તેના પર આ મિશ્રણ રેડો, તેને થોડી વાર માટે છોડી દો અને પછી બ્રશ વડે હળવેથી ઘસી નાખો. હવે તે ડાઘને સ્વચ્છ કપડા અથવા ટીસ્યુ વડે લૂછી લો.

5. મસા દૂર કરવા માટે

પલાળેલી એસ્પિરિન લઈ તેનો ભુક્કો કરી લો હવે તેને મસા પર લગાવી લો. તેને એક કાપડના નાના ટુકડા અથવા ટેપથી ઢાંકી લો. તેને આખી રાત તેમજ રાખો. આ પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખશો તો મસો ટુંક જ સમયમાં ગાયબ થઈ જશે.

6. તેનો બાથરૂમની સફાઈ માટે પણ ઉપયોગ કરી શકાય

રસાયણો અને બાથરૂમ ક્લિનર્સ પાછળ વધારે પૈસા ખર્ચ્યા વગર, બાથરૂમની સફાઈ માટે એસ્પિરિનની ગોળીઓનો ઉપયોગ કરવો વધારે સસ્તો છે. કોટીંગ વગરની બે એસ્પિરિન ગોળીને હુંફાળા પાણીમાં મિક્સ કરો અને બાથરૂમની ટાઇલ્સ તે પાણી વડે ઘસો. તેનાથી તમે સાબુના ડાઘ અને ટાઇલ્સ પર લાગેલી અન્ય અશુદ્ધિઓ પણ દૂર કરી શકો છો.

7. સોઇલ કન્ડીશનર તરીકે

તમારા ઘરના ગાર્ડનમાં એસ્પિરિનવાળા પાણીનો ઉપયોગ કરી તમે તેમાં લાગેલી ફુગને દૂર કરી શકો છો. માટીમાં લાગેલી આ ફૂગ તમારી માટીની ફળદ્રુપતાને અસર કરે છે અને તેમાં રહેલા પોષણને પણ દૂર કરી દે છે. જો કે વધારે પડતી ગોળીઓ જમીનની ગુણવત્તાને અસર કરી શકે છે. માત્ર એક કે બે ગોળીઓ એક ડોલ પાણીમાં નાખવી યોગ્ય રહેશે.

8. તમે તેનો હેન્ડ સેનેટાઇઝર તરીકે ઉપયોગ કરી શકો છો.

જ્યારે તમે એસ્પિરિનના સ્ટેઇન રીમુવર ગુણને લીંબુના એસિડિક ગુણ સાથે ભેગા કરો છો ત્યારે તેમાંથી એક ઉત્તમ હેન્ડ સેનિટાઇઝર બને છે. તમારું પોતાનું હેન્ડ સેનિટાઇઝર બનાવવા, એસ્પિરિનની કેટલીક ગોળીઓનો પાવડર બનાવી લો તેને લીંબુના જ્સુમાં મિક્સ કરો. તમારું હેન્ડ સેનિટાઇઝર ઉપયોગ માટે તૈયાર છે ! આ મિશ્રણના માત્ર એક-બે ટીપાં જ તમારા હાથ પરની ગંદકી દૂર કરી દેશે.

9. લવ બાઈટ કન્સિલર તરીકે એસ્પિરિનનો ઉપયોગ

તેમાં કોઈ જ શંકા નથી કે એક દૃશ્યમાન લવ બાઇટના કારણે તમે અપમાનજનક સ્થિતિમાં મુકાઈ શકો છો. પણ અમારી પાસે એક ઉપાય છે જેના દ્વારા તમે તે લવ બાઇટને છૂપાવી શકો છો અને તમારે છોભીલા પડવાનો વારો નહીં આવે. એક ભીની એસ્પિરિન ગોળીને તમારા લવબાઈટ પર ઘસો અને તેને એક આઇ ડ્રોપ સોલ્યુશનથી સાફ કરી લો. તરત જ લવ બાઇટનું નિશાન જતું રહેશે. તેમ છતાં, તે હજુ પણ રહી ગયું હોય તો તેના પર તમે કન્સિલર લગાવી શકો છો.

આ હતા એસ્પિરિનના હટકે ઉપયોગો. શું તમને તેમાંના કોઈ વિષે જાણ હતી ? શું આ સિવાય પણ તમે તેનો અલગ રીતે ઉપયોગ કર્યો છે ? તો અમને ચોક્કસ જણાવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ