ગૂચ્છામાં એક સાથે ઉતરે છે વાળ? ચેતી જાવ!! ટાલ પડવાના આ ૬ લક્ષણો છે નુક્સાનકારક…

ગૂચ્છામાં એક સાથે ઉતરે છે વાળ? ચેતી જાવ!! ટાલ પડવાના આ ૬ લક્ષણો છે નુક્સાનકારક… સાવધાન! માથાની ટાલ પડવા પાછળ છે આ મૂળભૂત ૬ કારણો…


સ્ત્રી હોય કે પુરુષ, જો તમારા વાળ એક દિવસમાં સારા એવા પ્રમાણમાં ઉતરતા હોય તો તમારે ચેતી જવું જોઈએ. તમને ટાલ પડવાની તકલીફ થઈ શકે છે. આ માટે લોકો કેટલીય દવાઓ કરાવે છે અને પાણીની જેમ વાળની સારવારમાં પૈસા વહાવે છે પરંતુ એમાં ૧૦માંથી ૮ લોકોને જોઈએ તેવી અકસીર અસર થતી નથી. લોકોને નાની ઉંમરમાં વાળ ઉતરવા લાગે છે, તો ક્યારેક વાળ પાતળા થવા લાગે છે. આવો જાણીએ અચાનકથી વાળ ખરવા લાગે તો તેની પાછળ કયાં કારણો હોઈ શકે છે. બની શકે તમને કોઈ એવી બીમારીઓ લાગુ પડી રહી હોય જેનું પહેલું લક્ષણ હોય વાળ ખરી જવા… તો આવો એ લક્ષણો વિશે વિગતવાર માહિતી મેળવીએ.

અસંતુલિત થાઇરોઇડ


થાઇરોઇડના અસંતુલિત સ્તરને લીધે શરીરમાં વાળને નુકશાન થઈ શકે છે. થાઇરોઇડના રોગથી વાળની ગુણવત્તા અને તેના વિકાસમાં અવરોધ આવે છે. હાયપર થાઇરોઇડિઝમ અથવા હાઈપો થાઇરોડીઝમના કારણે તમારા વાળ જલ્દી તૂટી જાય તેવા હોઈ થઈ શકે છે.

માનસિક તાણ અથવા લાંબી અને ગંભીર માંદગીને લીધે


એમાં કોઈ બે મત નથી કે વધુ પડતા તણાવને કારણે તમારા વાળ તૂટી રહ્યા છે કે પછી પાતળા થઈ રહ્યા છે તો તેની પાછળનું પહેલું કારણ માનસિક તણાવ હોઈ શકે. ઘણી વખત તમારા વાળ ખરવાની તકલીફ શ્વાસમાં થતી તકલીફને કારણે પણ થઈ શકે છે. જેમાં માથાનો સતત રહેતો દુખાવો અને અનિયમિત ચાયત પણ એક કારણ હોઈ શકે. તમે નોંધ્યું હશે કે ખરતા વાળની સારવાર કરતા પહેલાં ડૉક્ટરો તમારી કોઈ બીમારી છે કે કેમ તેની ચર્ચા કરે છે. કેન્સર જેવી બીમારી બાદ કેમો થેરાપીની ગરમી લાગવાથી પણ દર્દીના માથાના વાળ સહિત શરીર આખાના વાળ ઉતરી જતા હોય છે. જો કે આ તકલીફમાં ૧૦માંથી ૮ વ્યક્તિઓના વાળ પાછા ઊગી આવે છે.

ચેપને લીધે


કોઈ એવા તાવથી થયેલ ચેપને કારણે વાળનું નુકસાન ખૂબ જોખમી માનવામાં આવે છે. એથલિટના પગમાં કસરત કરતી વખતે વાગવાના ચેપને લીધે થઈ શકે છે. કે પછી કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અથવા ટુવાલ તેમના ઉપયોગ દ્વારા સીધી સંપર્કમાં આવવાથી આવું આ ચેપને લીધે થયલા નુક્સાનમાં ઘટેલા વાળ યોગ્ય સારવાર કરાવ્યા બાદ ફરીથી ઊગી જઈ શકે છે.

દવાઓની ગરમીને લીધે

કેટલીક દવાઓમાં, સ્ટેરોઇડ્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ અને આઇસોટ્રેટીનોઇનની માત્રા ખૂબ ઊંચી હોય છે. આ દવાઓનો ઉપયોગ કરીને, તમારા વાળ ઝડપથી ક્ષીણ થવાનું શરૂ થાય છે. તે જ સમયે કેટલીક દવાઓ છે જેમાંના બધામાં એક રચના હોય છે. આવી દવાઓ તમારા વાળ માટે એક સમસ્યા હોઈ શકે છે. સતત લેવાતી દવાઓ શરીરની તાસીરને ગરમ પડે છે. જેમાં પહેલું નુક્સાન વાળના ખરવા પર પડતું હોય છે.

યોગ્ય કાળજી ન લેવાથી


બજારમાં મળતાં નીતનવાં તેલ, શેમ્પૂ, કંડિશ્નર અને હેરપેકની જાતજાતની પ્રોડક્ટ્સનો આપણે તેની યોગ્ય રીત જાણ્યા વિના જ વાપરી લઈએ છીએ. વળી, વાળમાં આપણે કોઈપણ ગુણવત્તાની ચકાસણી કર્યા વગરના હેર કલર કે ડાઈનો વારંવાર ઉપયોગ કરી લેતાં હોઈએ છીએ. આ બધી જ વસ્તુઓ તેમની ક્વોલીટી અને આપણને કયું પ્રોડક્ટ સૂટ થશે આપણી સ્કીન ટાઈપ અને કોઈ એલર્જી હોય તો તેના મુજબની જ ખરીદીને વાપરવી જોઈએ. વળી માથામાં શેમ્પૂ કર્યા બાદ યોગ્ય રીતે પુષ્કળ પાણીએ ધોઈને તેને ટૂવાલથી ભીના વાળને સુકવવા જોઈએ. ઝાટકા મારીને કે ભીના જ વાળમાં કાંસકો ફેરવીને ઓળવા ન જોઈએ. આવી કેટલીક નાની મોટી તકેદારી પણ ન રાખી હોય તો વાળ ખરવા લાગે છે તેમ જ પાતળા થવા લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ