મટર સમોસા – આ નવીન પ્રકારના સમોસા ખાઈને આવનાર મહેમાન ખુશ થઇ જશે, તો હવે કોઈ મહેમાન આવે ત્યારે બનાવજો આ ટેસ્ટી સમોસા…..

મટર સમોસા

બીટના પડની લેયર અને એમાં લીલાછમ મટરનું પુરણ ભરેલુ હોય તો આવા કલરફૂલ મિશ્રણની વેરાયટી ખાઈને તમારા મહેમાનો તો ખૂશ થવાના જ…આ સમોસાનું હેલ્ધી વર્જન ચોક્કસ ટ્રાય કરજો.. એમાં ય વળી ફ્રેશ ગ્રીન ચટની સાથે તો બહુજ ટેસ્ટી લાગે..

બનાવવાની રીત:

સમોસાના સ્ટફિંગ માટેની સામગ્રી :

 • ૨ કપ મટર
 • ૧ કાંદો
 • ૧ બ્રેડ ની સ્લાઈસ ના ક્રમ્સ
 • ૧ ટે.સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
 • ૧ ટે.સ્પૂન આદુ ની પેસ્ટ
 • ૧ ચપટી હિંગ
 • ૧ટે.સ્પૂન ગરમ મસાલો
 • ૧ ટે. સ્પૂન આમચૂર પાઉડર
 • સ્વાદ અનુસાર મીઠું
 • તેલ.
 • બહારની લેયર માટે:
 • ૨ કપ મેંદો
 • ૧ કપ મેંદો
 • ૧ બીટરૂટ
 • ૧ ટે.સ્પૂન અજમો
 • સ્વાદ અનુસાર મીઠું
 • તેલ

રીત:
(1) બીટ રૂટ ના છિલકા કાઢીને મીક્ષરમાં ફાઈન પેસ્ટ તૈયાર કરી લો ( જરૂર મુજબ પાણી નાખવું)

(૨) એક વાસણમાં મેંદો અને રવો લો, એમાં મીઠુ, અજમો અને તેલ નાખવા.

(૩) એમાં બીટરૂટ પેસ્ટ નાખી સમોસા માટે લોટ બાંધી ને ૧૫ મિનીટ માટે ઢાંકી દો.

(4) હવે એક પૅનમાં તેલ મૂકી ને હિંગ નાખવી.

(5) એમાંજ કાંદા નાખી ને સાંતળો; પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દેવા.

(6) તેમાં ક્રશ કરીને મટર અડદ કરો.આ મિશ્રણમાં મીઠુ, ગરમ મસાલો, આમચૂર પાવડર નાખી ને સરખું હલાવીલો.

(7) પૂરણ ઢીલું લાગે તો;પુરણ માં બ્રેડ ક્રમ્સ નાખવા.

(8)ગેસ બંધ કરી ને પુરણને ઠારવા મુકવું.

(9)હવે ગુલાબી લોટમાંથી, ગોળાકાર વાળી અને વચ્ચે કટ કરવું.

(10)કોન આકારનો શેપ વાળીને એમાં તૈયાર મટર નું મીશ્રણ ભરવુ

(11)આ રીતે બધા લોટમાંથી સમોસા સ્ટફ કરો.ગ્રામ તેલમાં તેને તળીલો.

(12) ગરમાગરમ ” મટર સમોસા ” ગ્રીન ચટની સાથે પીરસો.

આ સમોસાને એર ફ્રાયરમાં પણ બનાવાય.

રસોઈની રાણી: રૂપા શાહ (ઓસ્ટ્રેલીયા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી