હેલ્ધી અને કલરફૂલ ‘મટર ઢોકળા’, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને ટ્રાય કરો ખુબ ટેસ્ટી છે

મટર ઢોકળા (Matar Dhokla)

મિત્રો,વટાણા માંથી ઘણી વાનગી બને છે જેમ કે કચોરી,પુરી,મટર ચાટ,મટર પુલાવ વગેરે વાનગી વટાણા માંથી બને છે પણ ઢોકળા નું નામ પડે એટલે નાના મોટા બધા ના મોં માં પાણી આવી જાય સાચી વાત ને? તો ચાલો આજે બધા ને મજા પડી જાય તેવી રેસીપી બનાવીએ

સામગ્રી

1 કપ લીલા ફ્રેશ વટાણા,
1 કપ કોથમીર,
1.5 કપ ચણાનો લોટ,
4 tbsp રવો/સોજી,
1 tsp આદું લસણ મરચાંની પેસ્ટ,
2 tbsp દહીં,
1/2 કપ પાણી,
1.5 tsp ઈનો સોલ્ટ,
2 tsp તેલ,
મીઠું.

વધાર માટે

4 tsp તેલ,
1/2 tsp રાઇ,
1/2 tsp તલ,
1-2 લીલા મરચાની ચીરી,

ગાર્નિશ માટે

2-3 tbsp ફ્રેશ છીણેલું નાલીયેર,
2 tbsp કોથમીર,

રીત

સૌ પ્રથમ મિક્ષર જારમાં વટાણા અને કોથમીર લઈ થોડુ પાણી ઉમેરી પ્યૂરિ બનાવી એક બાઉલમાં કાઢી લેવી.


તે જ બાઉલમાં ચણાનો લોટ, રવો, મીઠું, આદું લસણ મરચાંની પેસ્ટ, દહીં ઉમેરી જરૂર મુજબ પાણી લઈ મિક્ષ કરવું. .

હલાવી ખીરું તૈયાર કરવું.

ઢોકલીયાને ગરમ કરવા મૂકવું, ત્યાંસુધીમાં તેની પ્લેટ ગ્રીસ કરી લેવી.

ખીરામાં ઈનો સોલ્ટ ઉમેરી મિક્ષ કરી ગ્રીસ કરેલ પ્લેટમાં રેડી મિડીયમ તાપે 12-15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવા.

ઢોકળા ચડી જાય એટલે 2-4 મિનિટ સીજે પછી મનગમતા શેપમાં કટ કરવા.


પછી પેનમાં તેલ લઈ રાઇ , મરચાંની ચીરી અને તલનો વઘાર કરી ઢોકળા પર રેડી દેવો. પછી લીલું નલીયેર, કોથમીર વડે ગાર્નિશ કરવું. તો તૈયાર છે મટર ઢોકળા.

રસોઈની રાણી:ચાંદની જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી