મિત્રો, દરેક સ્ત્રીના જીવનમા માતા બનવાનો તબક્કો ખુબ જ વિશેષ હોય છે. આ સ્વપ્ન ખુબ જ વિશેષ હોય છે. જયારે પણ કોઈ સ્ત્રી માતા બનવા માટે જઈ રહી હોય છે ત્યારે તે પોતાના બાળકને લઈને ઘણા બધા વિચારોની આપ-લે કરતી હોય છે પરંતુ, આ સમયે માતાના ગર્ભમા નિર્મિત બાળક શું વિચારતું હશે, તે તેની માતાને પણ ખ્યાલ નથી હોતો પરંતુ, આજે આપણે આપણા પૌરાણિક શાસ્ત્ર ગરુડપુરાણની મદદથી બાળક ગર્ભમા હોય ત્યારે શું-શું વિચારતો હોય તેના વિશે માહિતી મેળવીશુ.

આ શાસ્ત્ર મુજબ સ્ત્રીઓમા માસિક સમયકાળ દરમિયાન નવજાત શીશુની ઉત્પત્તિ થાય છે, જેના કારણે તે ત્રણ દિવસ અપવિત્ર રહે છે. આ દિવસો દરમિયાન તે પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મઘાતિની અને ત્રીજા દિવસે ધોબીનના સ્વરૂપમાં રહે છે. આ ત્રણ દિવસમા નર્કમાંથી આવેલા જીવ ઉત્પન્ન થાય છે.

ઈશ્વર દ્વારા પ્રેરિત થયેલા કર્મો મુજબ શરીર ધારણ કરવા માટે પુરૂષનુ વીર્ય બિંદુ માધ્યમ બનીને સ્ત્રીના ગર્ભમા જીવ પ્રવેશ કરે છે. એક રાતનો આ જીવ સુક્ષ્મ કણ સ્વરૂપમાં હોય છે અને પાંચ રાતના જીવ પરપોટા સમાન હોય છે અને દસ દિવસ પસાર થયા બાદ આ જીવ બોર જેવુ દેખાય છે અને પછી તે એક માંસના પીંડ જેવો આકાર ધારણ કરી ઈંડા સમાન થઈ જાય છે.

માતાના ગર્ભમા રહેલુ આ બાળક નિરંતર પ્રભુ નારાયણનુ સ્મરણ કરે છે કે, હે ઈશ્વર, હુ તમારી માયાથી મોહિત દેહ વગેરેમાં અને આ બધુ જ મારૂ છે આવુ અભિમાન કરીને જન્મ-મરણને પ્રાપ્ત થવા માટે જઈ રહ્યો છુ. હે ભગવાન આ યોનિથી અલગ થઈને તમને સ્મરણ કરીને તમારા ચરણોમા રહીને ત્યારબાદ એવા અમુક ઉપાય કરીશુ, જેથી હું મુક્તિને પ્રાપ્ત કરી શકુ.
આ ગર્ભમા રહેલુ બાળક એવુ વિચારી રહ્યુ હોય છે કે, હુ એક અંધકારમયી મૂત્રના કુવામા પડેલો છુ અને ભૂખથી ખુબ જ વ્યાકુળ આ ગર્ભથી અલગ થવાની ઈચ્છા ધરાવુ છુ. હે ભગવાન, મને અહીંથી કયારે બહાર કાઢશો? બધા ઉપર દયા દાખવનાર હે પરમ ઈશ્વર મને આ જ્ઞાન આપ્યું છે, તે ઈશ્વરના હું શરણમાં જાવ છું, એટલા માટે મારુ ફરી-ફરીને જન્મ-મરણ થવું ઉચિત્ત નથી.

આ પ્રકારે ગર્ભમા વિચારવાયુમા ફંસાયેલ નવજાત શિશુ નવ માસ સુધી સ્તુતિ કરતા નીચે મુખથી પ્રસૂતિના સમય વાયુ વડે બહાર નીકળે છે. પ્રસુતિની હવાના કારણે તે જ સમયે શિશુ શ્વાસ લેવા લાગે છે તેમજ તેને હવે તેને કોઈ જ વાતનુ જ્ઞાન રહેતુ નથી. ગર્ભથી અલગ થઈને તે સાવ જ્ઞાન રહિત થઈ જાય છે અને આ કારણોસર જન્મ સમય તે રડવા લાગે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,