કોરોના સામે લડત: ક્લેક્ટરના માતાનુ થયુ થતા અંતિમ સંસ્કાર કરીને 24 કલાકમાં જ કામ પર ફર્યા પરત

વલસાડના કલેક્ટર શ્રી સી.આર.ખરસાણ જિલ્લાના વડા તરીકે કોરોના સામેના યુદ્ધમાં દિવસ રાત જોયા વગર કામ કરી રહ્યા છે. માતાના દુઃખદ અવસાન છતાં માત્ર 24 કલાકમાં માતાની અગ્નિસંસ્કાર સહિતની તમામ ધાર્મિક વિધિઓ પૂરી કરીને કલેકટરશ્રી તરીકેની કામગીરી સંભાળી લીધી છે.

ખરસાણ સાહેબના માતૃશ્રી રેવાબેન ખરસાણ સાહેબ સાથે જ વલસાડમાં રહે છે પરંતુ એક માસ પહેલા એક પારિવારિક લગ્ન માટે બનાસકાંઠા ગયા હતા. હજુ લગ્નને વાર હતી અને લોકડાઉન જાહેર થઈ ગયું. લગ્ન સમારંભ પણ મોકૂફ રહ્યો. લોકડાઉનને કારણે માતા બનાસકાંઠા જ રોકાઈ હતા. બનાસકાંઠામાં માતાની તબિયત બગડી અને તા.15/4/2020ના રોજ ખરસાણ સાહેબના માતુશ્રીના અવસાનના દુઃખદ સમાચાર મળ્યા.

image source

વર્તમાન સમયે જિલ્લા કલેક્ટરે જિલ્લાના વડા તરીકેની બહુ મોટી જવાબદારી નિભાવવાની હોય છે . બનાસકાંઠામાં માતાના અગ્નિસંસ્કાર કરીને શ્રી ખરસાણ સાહેબ સીધા જ વલસાડ પરત આવવા માટે નીકળી ગયા અને પોતાની ફરજ પર હાજર થઈ ગયા.

જન્મદાત્રીની વિદાયનું દુઃખ પચાવીને પણ વલસાડના પ્રજાજનોના જીવન બચાવવાના સેવા કાર્યમાં જોડાઈ જનાર કલેક્ટર શ્રી ખરસાણ સાહેબની કર્તવ્યનિષ્ઠાને વંદન.

મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ