માર્ગ દૂર્ઘટનામાં માતાના મૃતદેહ પાસે ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહેલી ભૂલકી કેવી રીતે બની ખાન કુટુંબની લાડકી દીકરી અર્પિતા ખાન, તેના જન્મદીવસે જાણો તેની સાથે જોડાયેલી અજાણી વાતો

આજે સલમાનખાનની સૌથી નાની બહેન અર્પિતા ખાનનો બર્થડે છે. અર્પિતા આજે પોતાના ત્રીસમા વર્ષમાં પગ મૂકી રહી છે. અરર્પિતાને લઈને ઘણા ફિલ્મી રસીયાઓના મનમાં જાત જાતના પ્રશ્નો ઉભા થાય છે. કે તેણી કેવી રીતે સલમાન ખાનની બહેન બની, તેણીને કેવી રીતે દત્તક લેવામાં આવી વિગેરે વિગેરે તો આજે તેણીના બર્થડે નિમિતે તેણીની સલમાનના ઘર સુધી પહોંચવાની તેમજ બધાની લાડકી બનવાની હકીકતો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


સલમાન ખાનના કુટુંબે અર્પિતાને એડોપ્ટ કરી છે અને એવું પણ કહેવાય છે કે સલમાને પોતે જ અર્પિતાને એડોપ્ટ કરી છે જો કે એવી પણ વાત સાંભળવા મળી છે કે સલમાનની પારકી માતા હેલને અર્પિતાને રસ્તા પર તેની માતાના મૃતદેહ આગળ રડતી જોઈ હતી અને ત્યારે જ તેણીને એડોપ્ટ કરવાનું નક્કી કરી લીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


આવી રીતે રસ્તે માતા-પિતા વગરની નિરાધાર રઝળી પડેલી અર્પિતાને અત્યંત પ્રેમ આપવા વાળુ કુટુંબ મળી ગયું. અને બસ ત્યારથી તેણી આ કુટુંબની દીકરી છે જેને ખુબ જ લાડકોડથી ઉછેરવામા આવી છે. સગી દીકરીની જેમ જ કુટુંબના દરેક સભ્યોએ તેને ખુબ જ પ્રેમથી મોટી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


અર્પિતાએ પોતાનો શાળાનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો છે જ્યારે ત્યાર બાદનો અભ્યાસ તેણે ફેશન ડિઝાઈનીંગમાં લંડન ખાતે કર્યો છે. ત્યાંથી પાછા આવ્યા બાદ તેણીએ ઇન્ટીરીયર ડીઝાઈનિંગનો પણ અભ્યાસ કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ કુટુંબમાંથી આવતી હોવાથી અર્પિતાનું મિત્રવર્તુળ પણ બોલીવૂડ સ્ટાર્સથી ભરેલું છે. તેણી પ્રિયંકા ચોપરાની પણ સારી મિત્ર છે અને અવારનવાર તેણીને મળતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


અર્જૂન કપૂર હતો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ થોડા વર્ષો પહેલાં અર્પિતા અને અર્જૂનકપૂર એકબીજાને ડેટ કરતા હતા. તે વખતે અર્જુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ પણ નહોતો મુક્યો અને તે વખતે તેનું વજન લગભગ 140 કી.ગ્રામ હતું. અર્જુનની ઉંમર તે વખતે માત્ર 18 વર્ષની જ હતી. તેમનો આ સંબંધ માત્ર બે જ વર્ષ ચાલ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


2014માં આયુષ શર્મા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા

ત્યાર બાદ અર્પિતાને કોઈ બોયફ્રેન્ડ રહ્યો હતો તેવા કેઈ અહેવાલ જાણવા મળ્યા નથી. પણ તેણી છેલ્લા કેટલાક સમયથી આયુષ શર્માને ડેટ કરી રહી હતી અને તેમણે 2014માં તેની સાથે લગ્ન કર્યા. આયુષ મૂળે હિમાચલ પ્રદેશના એક રાજકારણી પરિવારનો દીકરો છે. તેના દાદા કેન્દ્રીય મંત્રી હતા અને તેના પિતા કોંગ્રેસના નેતા હતા જે હાલમાં ભાજપા સાથે જોડાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


તેમના લગ્નમાં આખુએ બોલીવૂડ ઉમટી આવ્યું હતું. આમિર ખાન, કેટરીના કેફથી લઈને કબીર ખાન સુધીના સુપરસ્ટાર્સે હાજરી આપી હતી. તેમના લગ્ન મુંબઈમાં નહીં પણ હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


હાથ પર કુટુંબ તેમજ પતિ માટે ટેટુ કોતરાવેલું છે

અર્પિતાએ પોતાના પતિના નામનું ટેટુ પણ પોતાના હાથમાં કોતરાવ્યું છે. જેની તસ્વીર તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી. તેના જવાબમાં આયુષે પણ અર્પિતાનું નામ પોતાના હાથ પર કોતરાવ્યું હતું. આ ઉપરાંત તેણીએ પેતાના ખાન કુટુંબ માટે પણ એક ટેટુ કોતરાવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


તેણી પોતાના ત્રણે ભાઈઓની ખુબ જ નજીક છે ખાસ કરીને સલમાન અને સોહિલની. તેણી અવારનવાર પોતાના ટ્વીટર અકાઉન્ટ પર તેમને લગતી પોસ્ટ શેયર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે અર્પિતાના આ ભાઈ તેને લઈને એટલા પ્રોટેક્ટિવ છે કે તેણીના લગ્નનો ડ્રેસ તેણીની પસંદ મુજબ ન બનતાં સલમાન અને ડીઝાઈનર અબુજાની વચ્ચેનો સંબંધ કડવો થઈ ગયો હતો. અને આજે પણ તે તેમની કોઈપણ ઇવેન્ટમાં હાજરી આપવાનુ ટાળે છે.

બીજી વાર માતા બનવા જઈ રહી છે

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on


તાજેતરમાં જ એવા અહેવાલ સામે આવ્યા છે કે અર્પિતા ખાન શર્મા ફરી એકવાર માતા બનવા જઈ રહી છે. અને સલમાનખાન ફરી એકવાર મામા બનવા જઈ રહ્યો છે. તમે સલમાનખાનના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર અવારનવાર અર્પિતાના છોકરા સાથે સલમાનને રમતો જોયો હશે. તે પોતાના ભાણીયા તેમજ ભત્રિજાઓની ખુબ જ નજીક છે. અર્પિતાને તેના જન્મદિવસ પર ખુબ-ખુબ શુભકામનાઓ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ