જલ્સા કરોને જેંતીલાલ

માતા પોતાની વ્હાલસોયી સંતાન માટે કંઇ પણ કરી છૂટે, બે વર્ષની બાળકીને જીવંત માતાનાં લીવર ટ્રાન્સપ્લાન્ટથી મળ્યુ જીવનદાન

બે વર્ષની નાનકડી બાળકીને મળ્યું જીવનદાન, જીવંત માતાનાં લીવર ટ્રાન્સપ્લાન્ટથી બાળકીનો જીવ બચી ગયો., ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ મેળવનાર આ બાળકી છે સૌથી નાની વયની છે

વારસાગત રીતે લીવરની ગંભીર બીમારીથી પીડાતી બે વર્ષની નાનકડી બાળકીને એની જીવંત માતાએ પોતાની લીવર ડોનેટ કર્યું હતું અને આ લિવરનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ બાળક અત્યાર સુધીમાં ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ અંતર્ગત સારવાર મેળવનાર લોકોમાંથી સૌથી નાની વયનું બાળક છે. આ બે વર્ષની બાળકીનું નામ હિરવા છે અને હિરવાના પિતા એક રિક્ષા ડ્રાઈવર છે.

તે એમના કનસીબે અગાઉ પણ પોતાનું એક બાળક આવી જ બીમારીમાં ગુમાવી ચૂક્યા છે. બીમારીને કારણે હિરવાની હાલત ખૂબ જ નાજુક હતી. હિરવા આ તકલીફને કારણે ઘણી વાર કોમામાં જતી રહી હતી. હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ મહામારીને કારણે આ રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન ઘણું જોખમી હતું અને એમાં ય વળી બાળકી પણ ખૂબ નાની વયની હતી. આમ છતાં આ નાનકડી બાળકીએ લડત આપી અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.

image source

હોસ્પિટલના ડો. આનંદ ખખ્ખરની આગેવાની હેઠળ સિમ્સ હૉસ્પિટલની લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમે આ કોરોના વાયરસ મહામારીના કપરા સમયમાં પણ આ પડકાર ઉપાડી લીધો અને સિમ્સ ફાઉન્ડેશન અને સિમ્સ હોસ્પિટલના સહકારથી સર્જરી સફળતાથી પુરી કરવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલના ચેરમેન ડો. કેયૂર પરીખે જણાવ્યું હતું કે,

image source

“હિરવાની માતાએ તેમના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો હતો અને અમારા ડોક્ટરોની નિષ્ણાતોની ટીમે એક અજાયબ કહી શકાય તેવી સર્જરી કરી છે. હિરવાની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઇ એ કારણે ગમે તેવી સ્થિતિ સામે પણ લડત આપી ને માનવીય ભાવના પ્રત્યે અમારો અતૂટ વિશ્વાસ ટકી રહ્યો છે, જે હાલના માઠા સમયમાં ખૂબ જરૂરી એવો આશા અને સિધ્ધિનો સંદેશ આપી જાય છે. ”

image source

ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેકટર ડો.ધીરેન શાહે જણાવ્યું હતું કે“ આ સર્જરી સફળ રીતે થઈ શકે એ માટે અમને ગુજરાત સરકારની ઘણી બધી મદદ મળી છે. કોરોના મહામારીના આ સમયમાં અમને સહયોગ પૂરો પાડવા બદલ અમે આરોગ્ય વિભાગના સચિવ ડો. જયંતી રવિ અને ડો. રાઘવેન્દ્ર દીક્ષિતના આભારી છીએ”

image source

સિમ્સ હૉસ્પિટલ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માત્ર છ મહિના જૂનો છે અને અહીંના ડોકટરોએ અત્યાર સુધીમાં કોઈ પણ મૃત્યુ વગર 100 ટકા સફળતા હાંસલ કરી છે. અત્યાર સુધીમાં 5 જીવંત દાતા સહિતનાં 6 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે અને અત્યાર સુધીમાં તમામની તબીયત સારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version