જલ્સા કરોને જેંતીલાલ

શ્રી માતા વૈષ્ણોદેવી પર ચાલશે મિશન ગ્રીન…ત્રિકુટ પર્વત પર લગાવવામાં આવશે બે લાખ છોડ

વૈષ્ણો દેવી ઉત્તર ભારતના સૌથી પૂજાનીય અને પવિત્ર સ્થળોમાંથી એક છે. આ મંદિર ત્રિકૂટ પહાડ પર સ્થિત છે જેના કારણે તેની ભવ્યતા અને સુંદરતાના કારણે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. વેષ્નો દેવીએવા સ્થળોમાનું એક છે જેને માતાનું સ્થાન માનવામાં આવે છે. આ મંદિર, 5,200 ફીટની ઊંચાઈ પર અને કતરાથી આશરે 14 કિ.મી. દૂર સ્થિત છે.


અહી દર વર્ષે લાખો શ્ર્દ્ધાળુઓ દર્શન અર્થે આવે છે અને માતાના દર્શન કરે છે. આ ભારતમાં તિરુમલા વેનકેશ્વર મંદિર પછી બીજા ક્રમનું સૌથી વધુ ધાર્મિકમાનું એક સ્થળ છે. આ મંદિરની પાસે જ ભૈરવ મંદિર પણ આવેલું છે. એવી માન્યતા છે કે માતાના દર્શન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ભૈરવના પણ દર્શન કરવામાં આવે છે.

શ્રી માતા વૈષ્ણોદેવી ધામની આસપાસ ત્રિકુટ પહાડોની હરિયાળીને વધારવા માટે શ્રાઈન મિશન ગ્રીન અભિયાન શરૂ કરવાનું છે. તેના માટે બોર્ડ વિભિન્ન પ્રજાતિઓનાં લગભગ બે લાખ છોડ લગાવશે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે ૨૦૧૮માં મુંબઈમાં ઈંડિયા ટુડે ગ્રુપ તરફથી ગાંધી જંયતિ પર આયોજીત સફાઈગીરી શિખર સંમેલનમાં સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થાનનો પુરસ્કાર પણ જીત્યો હતો. હવે શ્રાઈન બોર્ડ ભવન માર્ગ અને ત્રિકુટા પર્વત પર વૃક્ષારોપણ માટે અભિયાન શરૂ કર્યું છે.

શ્રાઈન બોર્ડનાં સીઈઓ સિમરનદીપ સિંહે જણાવ્યું કે આ વર્ષે ૧.૧૦ લાખ જંગલી પ્રજાતિઓ અને ૦.૯૦ લાખ સજાવટી અને મોસમી છોડને લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગરમીની મોસમમાં પાણીની કમી પણ મુખ્ય ચિંતાઓમાંથી એ ક છે. આ જ સમયે યાત્રા ચરમ પર હોઈ છે. બોર્ડ ચાલી રહેલી સાર્વજનિક સ્વાસ્થય એ ન્જીનિયરીંગ યોજનાને શરૂ કરવા સિવાય પાણીનાં સંરક્ષણની યોજના બનાવી રહ્યું છે, જે પાણીની તંગીને દૂર કરવામાં મદદ કરશે. તેઓએ જણાવ્યું કે છોડરોપણ માટે ચયન કરવામાં આવેલી પ્રજાતિઓમાં જાંબુ, આમલી, આમળા, સિરિસ, અમરૂદ, અખરોટ, ક્વેરકસ, અર્જુન, વાંસ, અમલતાસ વગેરા શામેલ છે. જંગલી પ્રજાતિઓમાં એ ગેવ, વિટેક્સ, જેટ્રોફા, એ રંડોનો પસંદ કર્યા છે જ્યારે ફૂલોની ખેતીની પ્રજાતિઓમાં સુરજમુખી, મેરીગોલ્ડ, કોચિયા, બાલસમ, પેટુનિયા, પેંસી અને ડાહલિયા જેવા સજાવટી મોસમી ફૂલોનું ચયન કર્યું છે. જંગલને આગથી સુરક્ષિત રાખવા માટે પણ સગવડ કરવામાં આવશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version